________________
ગણઘો અને આચાર્યો
૧૧. આચાર્ય રિભદ્રસૂરિ
ઇસ. ની છઠ્ઠી સદીમાં બધા જ ધર્મમાં નિપુણ અને બુદ્ધિશાળી એવા હરિભદ્ર નામના બ્રાહ્મણ હતા . વાદ-વિવાદમાં સામેવાળાની દલીલોને ઝડપથી સમજીને તત્કાળ મહાત કરી દેતા. એ સમયમાં ગામેગામ ફરીને ચર્ચા-વિવાદ દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવતી. આમ હરિભદ્ર પણ મુસાફરી કરતા અને ઘણાં પ્રકાંડ પંડિતોને મળતા, તેમની સાથે વાદ-વિવાદ કરતા અને તેઓને હરાવતા. અન્ય વિદ્વાનો હરિભદ્રને વાદ-વિવાદમાં હરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું ગણતા. તેઓ અજેય પ્રતિસ્પર્ધી ગણાતા, તેથી કોઈ તેમની સાથે ચર્ચામાં ઉતરવા તૈયાર ન થતા.
કોઈ તેમની સાથે વાદ-વિવાદ કરવા ન આવવાના કારણે તે માનવા લાગ્યા કે આખા દેશમાં મારો કોઈ હરીફ નથી. તેમને એવો આત્મવિશ્વાસ બેસી ગયો કે કોઈ વિષય એવો નથી જેમાં તેઓ ચર્ચા ન કરી શકે. તેમણે લોકોમાં એવો પડકાર ફેંક્યો કે ગમે તે વિષય આપો અને તે અંગે હું વિશદ છણાવટ કરી સમજાવી આપું. જો એમ ન કરી શકું તો હું તેમનો શિષ્ય બની જઈશ.
એકવાર તેઓ એક ગામમાંથી પસાર થતા હતા, ત્યારે એક ગુસ્સે ભરાયેલો હાથી મહાવતના કાબૂ બહાર જતો રહ્યો. હાથી હરિભદ્ર તરફ દોડી રહ્યો હતો. પગ તળે કચરી નાંખશે એ ભયથી હરિભદ્ર આશ્રય માટે આમ તેમ જોવા માંડ્યા. એક જૈન દેરાસર નજરે પડ્યું . હાથીથી બચવા તેઓ તુરત જ દેરાસરમાં ઘૂસી ગયા. શ્વાસ તો ધમણની જેમ ચાલવા લાગ્યા, અને શૈવપંથી બ્રાહ્મણ હોવાને લીધે દેરાસરને અણગમાથી જોવા લાગ્યા.
જેવા તેઓ દેરાસરમાં પેઠા કે સફેદ આરસની ભગવાન મહાવીરની મૂર્તિ જોઈ. તેમને જૈનધર્મ માટે લેશ પણ આદર ન હતો, તેથી તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો કોઈ ખાસ અભ્યાસ કર્યો ન હતો. તીર્થંકરની પ્રતિમામાં રહેલો ધ્યાનનો ભાવ જોવાને બદલે તે એવું વિચારવા લાગ્યા કે દુબળા શરીરવાળા સંતને બદલે આ તો તંદુરસ્તીની પ્રતિકૃતિ છે. એમણે માન્યું કે જૈન તીર્થંકરો મીઠાઈ ખાઈને મજાથી જીવતા હશે તેથી તેમના મુખમાંથી સરી પડ્યું કે....
તમારું શરીર જોઈને જરૂર લાગે કે તમે ખૂબ જ મીઠાઈ ખાધેલી છે.”
હાથી તે રસ્તામાંથી ચાલ્યો ગયો એટલે હરિભદ્ર દેરાસરની બહાર આવી ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં જૈન સાધ્વીનો ઉપાશ્રય આવ્યો, ઉપાશ્રયમાંથી યાકીની મહત્તરા નામના સાધ્વીજી નીચે દર્શાવેલ પાઠ કરતા હતા તે તેમના કાને પડ્યા.
"चक्की दुगं हरि पणगं, पणगं चक्कीण केशवो चक्की,
केशव चक्की केशव, दु चक्की केशव चक्की य"।
મહત્તરા સમજાવતાં હતાં કે ચક્રવર્તી અને વાસુદેવ ચાલુ અવસર્પિણી કાળમાં ક્યા ક્રમે જન્મ્યા છે. જૈન માન્યતા પ્રમાણે ખૂબ લાંબા સમયના કાળચક્ર એક પછી એક અનુસરતા હોય છે. સમયના ચક્રનો પહેલો અડધો ભાગ ઉત્સર્પિણી કાળ એટલે કે ચઢતીનો સમય
54
જૈન કથા સંગ્રહ