________________
ભગવાન મહાવીરના સમય પછીની સ્થાઓ
ન આવવી જોઈએ. ૧૪ વર્ષે મંદિર નિર્માણનું કામ ૧૮,૫૩,00,000 સોનાના સિક્કાની કિંમતે પૂર્ણ થયું. ધર્મઘોષસૂરિ, વર્ધમાનસૂરિ તેમજ અન્ય આચાર્યોની દોરવણી હેઠળ મંદિરમાં પ્રભુપ્રતિષ્ઠાની વિધિ મોટા આનંદ અને ઉત્સાહ વચ્ચે કરવામાં આવી.
તે વિશાળ આરસનું ભવ્ય મંદિર છે. તેનાં ગુંબજ, કમાનો તથા દીવાલો પર સુંદર કારીગરી કરેલી છે. એનું સ્થાપત્ય ઉત્તમ છે. જે ઝીણવટ અને ચોકસાઈ જોવા મળે છે તે મીણમાં પણ અશક્ય લાગે તેવી છે. કલાકારોએ જે કોતરણી આરસમાં કંડારી છે તે અદ્ભુત છે અને મુલાકાતીઓને તત્કાળ સાનંદાશ્ચર્ય ધ્યાન ખેંચે છે. એના જેવી કોતરણી આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. એવું કહેવાય છે કે વિમલશા એ કલાકારોને કોતરણી દરમિયાન આરસની જે ભૂકી અને કરચો પડતી તેનું વજન કરીને તેના બદલામાં તેટલું સોનું આપતા. તેમની ઉદારતા અને મંદિરના સૌંદર્યએ વિમલશાને અમર બનાવી દીધા. તે ખરેખર દુનિયાની એક અજાયબી છે. પછીથી વિમલશા પાલીતાણાના શત્રુંજય પર્વત પર જૈન સંઘને ૪૦૦ લાખ સોનાના સિક્કા ખર્ચીને લઈ ગયા.
ત્યાં તેમણે વિમલવસહી મંદિર બંધાવ્યું. પર્વતના મુખ્ય મંદિરમાં જવાના રસ્તા પર તે આવેલું છે. તે નાનું પણ ખૂબ જ ભવ્ય મંદિર છે. તે ભૂલભૂલામણી મંદિર તરીકે જાણીતું છે. ગુજરાતની ઉત્તર સરહદે આવેલ આરાસુર ટેકરીઓ પર ખૂબ જાણીતું કુંભારિયાજીનું દેરાસર પણ બંધાવ્યું. રાજધાની પાટણમાં પણ ખૂબ સુંદર મંદિરો બંધાવ્યાનો જશ એમને જ છે.
a
totogB*
એક સફળ પણ ટૂંકી બોધદાયક વાર્તા તેમની પાછલી જિંદગી સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે શ્રીદેવીના સ્વપ્નામાં દેવી આવ્યા હતાં. દેવીએ શ્રીદેવીને તેના પતિ સાથે ખાસ દિવસે અડધી રાતે મંદિરમાં જઇ જે જોઇએ તે માંગવા કહ્યું હતું. બંને જણાને એક દીકરાની ખૂબ ઇચ્છા હતી. ત્યાં પહોંચીને તેઓ અડધી રાતની પ્રતીક્ષામાં બેઠા હતા. ત્યાં તેઓને તરસ લાગી વિમળશા બાજુમાં આવેલા કૂવામાંથી પાણી લેવા ગયા. કૂવાની અંદર પાણી સુધીના પગથિયાં હતાં. તે પગથિયા ઊતરીને પાણી માટે જઈ રહ્યા હતા ત્યાં કોઈકે તેને પાણી માટે જકાત આપવા કહ્યું. વિમળશાને એ સાંભળી આશ્ચર્ય થયું અને પીવાના પાણી માટે જકાત કેમ માંગે છે એમ પૂછ્યું. આ કૂવો બંધાવનારનો હું વંશજ છું. પોતે ગરીબ હોવાને કારણે કૂવાનું પાણી વાપરનાર પાસેથી જકાત લે છે.
આ સાંભળીને વિમળશા પાછા ફર્યા. તેણે પોતાની જાતને પૂછ્યું, “એક દિવસ મારા પોતાનો વંશજ પણ મેં
દેવી અંબિકાની ભક્તિ કરતા શ્રીદેવી અને વિમલશા
126
જૈન કથા સંગ્રહ