________________
દેલવાડાના મંદિરે
બંધાવેલા મંદિર માટે જકાત લેશે તો શું થશે?” આ વિચાર માત્રથી તે કંપી ઊઠ્યા. તેમણે મનોમન નક્કી કર્યું કે આવા સંજોગોમાં બાળક ન હોય તે જ સારું. તે ઉપર ગયા અને પત્નીને આ બનાવની જાણ કરી. તે પતિના વિચારો સાથે સહમત થઈ. અડધી રાત્રે
જ્યારે દેવીએ આવીને તેમને શું જોઈએ છે તેવું પૂછ્યું તો શ્રીદેવીએ તેઓને હવે બાળક નથી જ જોઈતું તેમ જણાવ્યું. વિમળશાએ પોતાને કૂવામાં જે અનુભવ થયો તે વર્ણવ્યો અને કહ્યું, આ જ કારણે તેઓ નિઃસંતાન રહેવા ઇચ્છે છે. વસ્તુપાલ અને તેજપાલ -
ગુજરાતના રાજા વીર ધવલના દરબારમાં વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઈઓ હતા. તેજપાલ સૈન્યનો ખૂબ જ જાણીતો સૈનિક હતો. બંને ભાઈઓએ પોતાના પરાક્રમ અને નિષ્ઠાથી નામના મેળવી હતી. તેઓ રાજાને દુશ્મનોને જીતવા માટે તથા રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હતા. તેજપાલની પત્ની અનુપમાદેવી ખૂબ ડાહી અને બાહોશ સ્ત્રી હતી. તે હંમેશા તેના પતિને કુટુંબની વાતોમાં મદદરૂપ થતી. તે મીઠાબોલી હતી. તે ધાર્મિક પ્રકૃતિની અને દયાળુ સ્વભાવની હતી.
તેજપાલ હંમેશા તેની વાત માનતો હતો. એકવાર બંને ભાઈઓનું કુટુંબ તથા બીજા ઘણા બધા યાત્રાએ નીકળ્યા. તેઓ એક નાના ગામમાં આવ્યા. યાત્રાળુઓ માટે આ રસ્તો સલામત ન હતો. ચોર-ડાકુઓ અવારનવાર ત્રાટકતા હતા. પોતાને પણ રસ્તામાં ચોર-ડાકુ મળી જાય તો? એવા વિચારથી પ્રેરાઈને બંને ભાઈઓએ પોતાની સાથેની સંપત્તિને ક્યાંક છુપાવવા અથવા ક્યાંક દાટી દેવાનું વિચાર્યું. યોગ્ય સ્થળે તેઓએ ખોદવાનું શરૂ કર્યું. તો તેમના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી ઝવેરાત તથા સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. આ મળેલા ધનનું શું કરવું તે તેઓને સમજાયું નહિ.
તેજપાલે અનુપમાદેવીને આ જંગી સંપત્તિનું શું કરવું તે અંગે પૂછ્યું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર અનુપમાદેવીએ જણાવ્યું કે જમીનની અંદરથી મળેલા ધનનું સ્થાન પર્વતની ટોચ પર છે. આનાથી જૈનધર્મનો પ્રભાવ ફેલાશે. આમ તે ધન પર્વતની ટોચ પર વાપરવું એવું નક્કી કર્યું.
ભાઈઓએ માઉન્ટ આબુ પર મંદિરો બંધાવવાનું નક્કી કર્યું. તે મંદિરો લુણિગ વસહીના મંદિરો તરીકે ઓળખાય છે. તીર્થંકર ભગવાન નેમિનાથના સમવસરણની રચના પણ ત્યાં કરવામાં આવી છે. તેજપાલે બંને ભાઈઓની પત્નીઓની યાદગીરી માટે સુંદર ગોખલા બનાવવાનું નક્કી કર્યું. આ ગોખલા ‘દેરાણી-જેઠાણીના ગોખલા’ તરીકે ઓળખાય છે. બાવન દેવ કુલિકા(બાવન જિનાલય) પણ મુખ્ય દેરાસરની આજુબાજુ બનાવવામાં આવી જેમાં તીર્થકરની મૂર્તિ રાખવામાં આવી છે. માઉન્ટ આબુ પર આરસ પહોંચાડવા માટે હાથીનો ઉપયોગ થતો. મંદિર બાંધવામાં હાથીઓનો મહત્વનો ફાળો હતો તે બતાવવા મંદિરના પરિસરમાં હસ્તિશાળા બાંધવામાં આવી હતી.
તેમણે ઘણાં મંદિરો બંધાવ્યા પણ હાલમાં ફક્ત દેલવાડાનાં દેરાં (મંદિરો) અને ગિરનાર પરનું નેમિનાથનું દેરાસર અસ્તિત્વમાં છે.
Exમલશા, વરતુપાલ અને તેજપાલે જૈન મંદૉની બાંઘતિમાં આપેલો ફાળો ખૂબ જ પ્રેરણાદાયી છે. પોતાના ધર્મ પ્રત્યેનો સમર્પણ ભાવ, તેમની ધીરજ અને નમ્રતા ધરૅખર પ્રશંસાને પાત્ર છે. જૈન મંદૉની બાંધણીને કારણે તેમનો આ ફાળો આપણો અમૂલ્ય વારસો છે.
જૈન કથા સંગ્રહ
| 127