________________
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
૨૩. મેઘદુમાર
ભારતના બિહાર રાજયમાં આવેલા મગધ પ્રાંતમાં રાજા શ્રેણિક તેની સુંદર પત્ની ધારિણી સાથે રાજ્ય કરતો હતો. એક વખત રાણી ધારિણી સૂતા હતાં ત્યારે એને તેના મોંમાં સફેદ હાથી પ્રવેશ્યો તેવું સપનું આવ્યું. તે તરત જ જાગી ગઈ અને તેણે રાજાને પોતાને આવેલા સપનાની વાત કરી. રાજા શ્રેણિક જાણતા હતા કે તે માંગલિક સપનું હતું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાંનો અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે થોડા જ સમયમાં રાણી સુંદર અને હોંશિયાર પુત્રને જન્મ આપશે. રાજા અને રાણી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા.
ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી રાણીને આકાશમાં વાદળો છવાયેલાં હોય, વીજળીના કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય તેવા વાતાવરણમાં રાજાની સાથે હાથી પર બેસીને ફરવાની તીવ્ર ઇચ્છા થઈ. ભારતમાં લગભગ જૂનથી ઓક્ટોબર દરમિયાન ચોમાસુ હોય છે અને તે દિવસોમાં વરસાદ પડતો હોય છે. ધારિણીને ઇચ્છા થઈ ત્યારે ચોમાસાની ઋતુ ન હતી. તેથી તેની ઇચ્છા પૂર્ણ કરી શકાય તેમ ન હતું. ગર્ભવતી રાણીની ઇચ્છા ન સંતોષાય તો તેની અસર તેના તબિયત ઉપર અને ન જન્મેલા બાળક ઉપર થાય તેટલા માટે રાજયના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળતા મોટા દીકરા અભયકુમારને તેના ઉકેલ માટે કહ્યું. અભયકુમારનો એક મિત્ર ચમત્કાર કરી જાણતો હતો. મિત્રએ ધારિણીની ઇચ્છા મુજબનું વાતાવરણ ઊભું કર્યું અને ધારિણી રાજા સાથે હાથી પર સવારી કરી શકી.
S!
યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. વરસાદને મેઘ પણ કહેવાય છે. રાણીને ગર્ભાવસ્થા દરમિયાન વરસાદમાં હાથી પર ફરવાની ઇચ્છા થઈ હતી તેથી તેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષની
રાણી ધારિણીની હાથી પર સવારી
ઉંમરે તેને નિશાળે બેસાડવામાં આવ્યો. યુવાન થતાં થતાં તે ૭૨ જાતની કળાઓ તથા ઉદ્યોગોમાં કુશળ થયા. યોગ્ય ઉંમરે તેના લગ્ન થયા અને દુનિયાના તમામ સુખો આનંદપૂર્વક ભોગવવા લાગ્યા.
એક વખત મહાવીરસ્વામી મગધની રાજધાની રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉપાશ્રયમાં પધાર્યા. શહેરના લગભગ બધા જ લોકો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. મેઘકુમાર પણ મહાવીરસ્વામીના દર્શને ગયા. મેઘકુમાર પર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ. આ દુનિયાના ક્ષણભંગુર સુખોને છોડી દેવાનું નક્કી કર્યું. તેમના માતા-પિતા તેમની ઇચ્છા જાણીને ખૂબ દુ:ખી થયા. દુનિયાના સુખોનો ત્યાગ કરવાના તેમના નિર્ણયને અટકાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા. પણ તે મક્કમ હતા. માતા-પિતાને સંતોષ આપવા માટે તે ફક્ત એક દિવસ માટે રાજા થવા તૈયાર થયા, અને રાજ્યાભિષેકની તમામ વિધિ કરી તાજ પહેરી રાજા બન્યા. તરત જ બધું છોડીને જગતના તમામ સુખોનો ત્યાગ કરીને તે ભગવાન મહાવીરના શિષ્ય બની સાધુ થયા.
એક રાતે તે નવદીક્ષિત નાના સાધુ હોવાથી તેમને બારણાં પાસે સૂવાની જગ્યા મળી. રાત દરમિયાન બીજા સાધુઓ લઘુશંકાજવા માટે તેમને કૂદીને જતા. ઉપાશ્રયમાં રાતે દીવો ન હોવાથી જનાર સાધુના પગ તેમને અડી જતા. વૈભવમાં ઉછરેલા મેઘકુમાર
94
જૈન કથા સંગ્રહ