________________
ચંડકૌશિક
૨૦. ચંડકૌ8િ
ભગવાન મહાવીર જયારે સાધુ હતા ત્યારની આ વાત છે. તેઓ ઉપવાસ કરતા, ધ્યાન ધરતા અને તપ કરતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે તથા એક ગામથી બીજે ગામ ખુલ્લા પગે જ જતા. એક વાર તેઓએ વાચાલા ગામે જવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે તેમને જંગલ પસાર કરવાનું હતું. તે જંગલમાં મહા ઝેરી ચંડકૌશિક સાપ રહેતો હતો. તે કોઈ માણસ કે પ્રાણી સામે નજર કરે તો પણ તેનું તાત્કાલિક મૃત્યુ થતું તેવું કહેવાતું. તે જંગલ પાસેના ગામના લોકો ભયભીત બનીને જીવતા હતા.
ગામના લોકોએ જ્યારે જાણ્યું કે ભગવાન મહાવીર આ જંગલના રસ્તેથી જવાના છે તો તેઓએ ભગવાન મહાવીરને જંગલ છોડીને લાંબા રસ્તેથી જવાનું સૂચવ્યું, પણ ભગવાન મહાવીરને તો કોઈ પ્રકારનો ડર ન હતો. તેઓને કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. કારણ કે ભય અને તિરસ્કારને તેઓ હિંસા ગણતા. તેઓ અહિંસામાં માનનારા હતા. તેઓ પોતે શાંત હતા અને બીજા પ્રત્યે શાંતિ રાખનારા હતા. તેમના મુખ પર દયા અને શાંતિના ભાવ જ દેખાતા, તેથી તેમણે ગામલોકોને ગભરાવવાનું કોઈ કારણ નથી
ચંડકૌશિકને ઉપદેશ આપતા ભગવાન મહાવીર
જૈન કથા સંગ્રહ