________________
તીર્થકરો
૫. ભગવાન પાર્શ્વનાથ
આશરે ૩000 વર્ષ પહેલાં ભારતના ગંગા કિનારે આવેલા વારાણસીમાં (બનારસ) અશ્વસેન રાજા રાજય કરતા હતા. રાણી વામાદેવી સાથે અશ્વસેન રાજા શાંતિપૂર્વક જીવન જીવતા તથા પ્રજામાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. માગસર વદ દસમે (લગભગ ડિસેમ્બર મહિનો) વામાદેવીએ રાજકુંવરને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસ બાજુમાંથી સાપ પસાર થતો જોયો હતો, તે સાપની છાપ વામાદેવીના મન પર બહુ ઘેરી થઈ તેથી જન્મેલા બાળકનું નામ પાર્શ્વકુમાર પાડ્યું. સંસ્કૃત અર્થ પ્રમાણે પાર્થ એટલે નજીકનું અથવા પાડોશનું.
ખૂબ જ સમૃદ્ધિ વચ્ચે ઉછરતા પાર્શ્વકુમાર મોટા થતાં ખૂબ જ આકર્ષક યુવાન બન્યા. તે ખૂબ જ વિવેકી, બહાદુર તથા કુશળ યોદ્ધા હતા. આજુબાજુના રાજાઓ તેનાથી પ્રભાવિત થઈ પોતાની કન્યાને પાર્શ્વકુમાર સાથે પરણાવવા આતુર હતા. પાર્શ્વકુમારના લગ્ન પાડોશના રાજાની રાજકુંવરી પ્રભાવતી સાથે ખૂબ જ ધામધૂમથી થયાં. પાર્શ્વકુમાર પોતાનું પરણિત જીવન સુખેથી પસાર કરતા હતા.
તે સમયે બાળપણમાં જ માતા-પિતા ગુમાવેલ અનાથ ભિક્ષુક કમઠ ત્યાં વારાણસીમાં પંચાગ્નિ હવન કરવા માટે આવ્યો. એ ક્રિયાકાંડી હતો. તેની પાસે કોઈ પ્રકારની મૂડી નહોતી. લોકોની દયા પર જીવતો હતો. તેના વિધિ-વિધાનથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને તેની ભક્તિ કરવા લાગ્યા.
અર્ધ બળેલા નામને નવકાર મંત્ર સંભળાવતા પાર્શ્વકુમાર
કમઠના યજ્ઞ વિશે જ્યારે પાર્થકુમારે જાણ્યું ત્યારે અગ્નિથી થતી હિંસાને લીધે તેઓ તેને તેમ ન કરવા સમજાવવા લાગ્યા પણ કમઠ કોઈ હિસાબે માન્યા નહિ. અતિન્દ્રિયના જ્ઞાનથી પાર્શ્વકુમારે યજ્ઞમાં બળતા લાકડામાં રહેલા સાપને જોયો. પોતાના માણસોને
જૈન કથા સંગ્રહ