SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા શ્રેણિક અને રાણી ચેલણા બહુ દુઃખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન ધરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવજંતુ સાધુના શરીર પર ચઢી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપત્તિ સાધુની અમર્યાદિત સહનશક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખુબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી યમધરે આંખો ખોલી અને બન્નેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બન્ને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ K ધ્યાનસ્થ અવસ્થામાં પીડાની અવગણના કરતા જૈન સાધુ રાજા શ્રેલિક તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને કબૂલ થયા કે જૈન સાધુ કોઈપણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણિક પણ જૈનધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. જો ઉચ્ચકક્ષાની તમ અને ભક્તિ નહી શક્તા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ અને ભક્તિમાં શંકા ન કરવી જોઈએ. ખરેખ૨ તો આવી વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને ખકા અને તકો આપવા છતાં તેમના સેવા કરવી તથા મદદરુપ થવું મહત્ત્વનું છે. આ કાર્યો તમાગ ખરાબ કર્મીને અટકાવશે. બીજાના સદ્ગુણોને સ્વીકારે અને તેની કદર કરશે. જૈન કથા સંગ્રહ 109
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy