Book Title: Yog Bhed Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ अथ प्रारभ्यते योगभेदद्वात्रिंशिका । આ પૂર્વે સત્તરમી બત્રીશીમાં પુરુષકાર(પ્રયત્ન)ના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં યોગની પ્રવૃત્તિ થાય છે : તે જણાવ્યું છે. હવે યોગના ભેદ-પ્રકારોને વર્ણવાય છે अध्यात्मं भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । યોગઃ પશ્ચવિધ: પ્રોહો, થોળમાનવિશાયૈઃ ।૮-શા “યોગમાર્ગના વિદ્વાનોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારનો યોગ વર્ણવ્યો છે.’’ આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ‘યોગબિંદુ’માં વર્ણવેલા અધ્યાત્મ, ભાવનાદિ પાંચ પ્રકારના યોગને આશ્રયીને અહીં યોગના પ્રકારોનું નિરૂપણ કરાયું છે. મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર અધ્યાત્માદિ હોવાથી તેને યોગ કહેવાય છે. ઈષ્ટવસ્તુને આપનારા કલ્પવૃક્ષ અને ચિંતામણિ કરતાં પણ મોક્ષને આપનારા યોગનું માહાત્મ્ય અતિશયવંતું છે. જન્મનું બીજ બાળી નાખવા માટે અગ્નિજેવો યોગ છે; જે જરાનો, દુ:ખોનો અને મૃત્યુનો નાશ કરે છે. તેથી તેને જરાની જરા; દુ:ખોનો ક્ષયરોગ અને મૃત્યુનું મૃત્યુ કહેવાય છે. માસક્ષપણાદિ તપના તપસ્વીઓના તપને પણ નિરર્થક બનાવનાર કામદેવનાં શસ્ત્રોને નકામાં કરવાનું કાર્ય યોગથી શક્ય બને છે. ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારના યોગનું વર્ણન અહીં મુખ્યપણે કરાય છે. ૧૮-૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58