________________
છે. એનો આશય એ છે કે આ સમતા વિના ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી, કારણ કે ચિત્તના વ્યાસની નિવૃત્તિ ત્યારે થયેલી હોતી નથી. સમતાની પ્રાપ્તિ થયેલી ન હોય ત્યારે ચિત્ત શરીરાદિ પરપદાર્થોમાં આસક્ત હોવાથી પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં તે સ્થિરતાને પામતું નથી, જેથી ધ્યાનની પ્રાપ્તિ શક્ય બનતી નથી. ધ્યાનની પ્રાપ્તિ માટે ચિત્તની સ્થિરતા અત્યંત આવશ્યક છે. પરપદાર્થોમાં ચિત્ત આસક્ત હોય તો તે પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં સ્થિર ન બને એ સમજી શકાય એવું છે. સમતાથી શરીરાદિને વિશે ઉપેક્ષાભાવ થતો હોવાથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની પ્રાપ્તિમાં અવરોધરૂપ ચિત્તવ્યાસ, સમતાથી દૂર થાય છે.
આવી જ રીતે ધ્યાન વિના સમતા પ્રાપ્ત થતી નથી. કારણ કે પ્રતિપક્ષ સામગ્રી બળવાન છે. આશય એ છે કે સમતાને પ્રાપ્ત કરાવનારી સામગ્રી અવિદ્યાનો નાશ કરનારી સામગ્રી છે. અવિદ્યાનો નાશ સ્વપરસ્વરૂપના વાસ્તવિક પરિશીલનથી થાય છે અને તે પરિશીલન ચિત્તની સ્થિરતાથી સાધ્ય છે. ધ્યાન ચિત્તની સ્થિરતા સ્વરૂપ છે. શરીરાદિ પર પદાર્થોની આસક્તિ ચિત્તની સ્થિરતાનો બાધ કરે છે. ધ્યાનના અભાવમાં ચિત્તની વિચલિત અવસ્થા હોય છે. તેની બલવત્તાના કારણે સમતાની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે ધ્યાનના અભાવની સામગ્રી અહીં પ્રતિપક્ષ સામગ્રી છે. આસકિતના સંસ્કાર અનાદિના હોવાથી તે બળવાન છે. તેને ધ્યાન વિના દૂર કરી શકાય એમ નથી. ધ્યાનથી તે દૂર થાય તો સમતાની પ્રાપ્તિ સરળ બને.
આથી સ્પષ્ટ છે કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી @ex erteભાણાભાઈ