________________
આત્માના જ્ઞાનાદિ ગુણોને છોડીને માતાપિતાદિ પરિવાર, ધન અને તેનાથી પ્રાપ્ત થનારા તે તે શબ્દાદિ વિષયો : એ બધામાં આત્મીયત્વ(પોતાનાપણા)ની જે બુદ્ધિ થાય છે તે અજ્ઞાન-અવિદ્યાને લઈને છે. એ અવિદ્યા આત્માના સંસારનું એકમાત્ર બીજ છે. અનાદિકાળની વિતથ(અવાસ્તવિક) વિષયવાળી જે દુષ્ટ વાસના(કુસંસ્કાર) છે તેને અહીં વ્યવહારકુન્દષ્ટિ તરીકે વર્ણવી છે, જેનું ‘અવિદ્યા’ : બીજું નામ છે. એ અવિદ્યાના કારણે માનેલા, ઈન્દ્રિય અને મનને આનંદ આપનારા અને નહિ આપનારા ઈષ્ટ અને અનિષ્ટ એવા શબ્દાદિ વિષયોમાં વિવેકને લઈને જે તત્ત્વબુદ્ધિ થાય છે, તેને સમતા કહેવાય છે.
ઈન્દ્રિય અને મનને આનંદ આપવાથી અને નહિ આપવાથી અત્યંત ઈષ્ટ અને અનિષ્ટ તરીકે શબ્દ વગેરે વિષયોને કલ્પી લેવામાં આવે છે. પરંતુ તે અવિદ્યાથી કલ્પિત છે, વાસ્તવિક નથી. શબ્દાદિ વિષયો તત્ત્વદષ્ટિએ જોઈએ તો સમજાશે કે વસ્તુતઃ તે ઈષ્ટ અને અનિષ્ટ નથી. પ્રશમરતિ પ્રકરણમાં (ગાથા નં. ૨૨) જણાવ્યા મુજબ વાસ્તવિક્તા તો એ છે કે, “તે(અમનોજ્ઞ) વિષયોને વિશે ષ કરનાર અને તે (મનોજ્ઞ) વિષયોને વિશે અત્યંત લીન થનારા આત્માને નિશ્ચયથી કોઈ પણ વિષય અનિષ્ટ નથી અથવા ઈષ્ટ નથી.”-પ્રશમરતિમાં જણાવ્યા મુજબની નિશ્ચયથી વિચારણા કરવા સ્વરૂપ વિવેક વડે જ્યારે વિષયોની પૂર્વકલ્પિત ઈષ્ટતા અથવા અનિષ્ટતાનો પરિહાર કરીને વિષયોમાં સમાનતાની જે બુદ્ધિ થાય છે, તે તત્ત્વની બુદ્ધિને સમતા કહેવાય છે. તેથી વિષયોને ઈષ્ટ માનીને ન તો પ્રવૃત્તિ થાય છે, તેમ જ વિષયોને