Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગના ઉપાય હોય છે. પાંચમા દેશવિરતિગુણસ્થાનથી આરંભીને સાનુબંધ (ઉત્તરોત્તર વધતી) યોગની પ્રવૃત્તિ જ હોય છે. આ પ્રમાણે વાસ્તવિક યોગશાસ્ત્રની મર્યાદા છે. ૧૮-૩૧. પ્રકરણાર્થનું સમાપન કરતાં યોગનું ફળ વર્ણવાય છેभगवद्वचनस्थित्या, योग: पञ्चविधोऽप्ययम् । सर्वोत्तमं फलं दत्ते, परमानन्दमञ्जसा ॥१८-३२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં સ્થિર થવાથી અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચેય પ્રકારનો આ યોગ સર્વોત્કૃષ્ટ પરમાનંદ સ્વરૂપ મોક્ષફળને શીધ્ર આપે છે. અંતે અધ્યાત્માદિ યોગને આરાધી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા.... ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगभेदद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमानसकन्द्रमतेन धीमता ॥

Loading...

Page Navigation
1 ... 55 56 57 58