________________
ગુણસ્થાનકને ઉચિત તેનો પ્રપદ્ય ઉત્કૃષ્ટ યોગ છે. સિમિત અને ગુમિને છોડીને બીજા કોઈ પણ સ્વરૂપવાળો યોગ નથી. કોઈ પણ યોગ સમિતિ-ગુમિ સ્વરૂપ છે. ૧૮-૩ના
અધ્યાત્મ, ભાવના... વગેરે યોગના ઉપાય છે તેથી તેને યોગસ્વરૂપ કઈ રીતે વર્ણવાય-એ શઙ્ગાનું સમાધાન કરાય છે
उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ॥ १८-३१॥
‘‘અધ્યાત્માદિ પૂર્વયોગો જો યોગના ઉપાયભૂત વર્ણવાતા હોય તો વૃત્તિસંક્ષય નામનો પાંચમો જ યોગ છે. તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય જ હોય છે. આ પ્રમાણે યોગતંત્ર(શાસ્ત્ર)ની મર્યાદા છે.'’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અધ્યાત્માદિ પાંચને યોગ તરીકે વર્ણવ્યા છે. પરંતુ પહેલા કે ચોથા ગુણસ્થાનકે વિરતિ(ચારિત્ર)નો અભાવ હોવાથી ત્યાં યોગનો સંભવ નથી. તેથી અધ્યાત્માદિને યોગના ઉપાય તરીકે અન્યત્ર વર્ણવ્યા છે. એ મુજબ અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચારને યોગના ઉપાય જ માનવા જોઈએ. વૃત્તિસંક્ષય આ એક જ યોગ છે. વ્યવહારનયને આશ્રયીને =ર્યના ઉપચારે યોગના ઉપાયોને પણ યોગ કહેવાય છે. પરંતુ એવી વિવક્ષાના અભાવમાં અધ્યાત્માદિ ચારને યોગના ઉપાય જ મનાય છે અને વૃત્તિસંક્ષયને જ યોગ મનાય છે. તેથી પાંચમા
૫૦
Typ