________________
મનોગુમિસ્વરૂપ છે. એ મનોમુમિને તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે. સંકલ્પ અને વિકલ્પોની કલ્પનાઓની જાળ(ચક્ર)માંથી વિમુક્ત મન બને છે, ત્યારે પહેલી મનોસુમિ થાય છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ઉદયથી સંકલ્પ(અસદ્દ ઈચ્છાઓ) અને વિકલ્પ(અવાસ્તવિક જ્ઞાન) થતા હોય છે. મિથ્યાત્વાદિકર્મની મંદતાએ તેમ જ ક્ષયોપશમાદિએ સંકલ્પવિકલ્પથી મુક્ત થવાય છે. તેથી ક્રમે કરી મન સમતામાં સારી રીતે વ્યવસ્થિત થાય છે. સમતામાં પ્રતિષ્ઠિત થયેલા મન વખતે બીજી મનોગુમિ હોય છે. આ રીતે વિષયાદિના વાસ્તવિક જ્ઞાનની પરિણતિથી સમતામાં પ્રતિષ્ઠિત થયેલું મન ક્રમે કરી વિષયાદિની(પુદ્ગલાદિની પરંપરિણતિની) ઉપેક્ષા કરીને આત્મામાં રમણતા કરે છે, ત્યારે મન સ્વભાવ પ્રતિબદ્ધ(સ્થિર) બને છે. તે વખતે ત્રીજી મનોગુમિ હોય છે. મનોમુક્તિના જાણકારોએ આ રીતે મનોગુમિ ત્રણ પ્રકારની વર્ણવી છે. પહેલી મનોગુમિમાં અધ્યાત્માદિ ત્રણ યોગનો સમાવેશ થાય છે અને અનુક્રમે બીજી અને ત્રીજી મનોગુમિમાં સમતા અને વૃત્તિસંક્ષય યોગનો સમાવેશ થાય છે. એ સમજી શકાય છે. વિકલ્પોની જાળમાંથી મુક્ત બન્યા વિના અધ્યાત્મ, ભાવના અને ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. આત્માને છોડીને અન્ય પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ ન આવે તો સમતાની પ્રામિ શક્ય નથી. તેમ જ આત્મસ્વભાવમાં રમણતા ન આવે તો વૃત્તિસંક્ષયની પ્રાપ્તિ પણ શક્ય નથી. કારણ કે તે તે અધ્યાત્માદિભાવો મનોમુસિવિશેષને લઈને પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૨૯