________________
જણાવેલી વાતને સમજવાની અનુકૂળતા થશે. તે બત્રીશીમાં જણાવેલી વાતોને અહીં જણાવવાની આવશ્યકતા ન હોવાથી સંક્ષેપથી જ અહીં વર્ણન કર્યું છે. ૧૮-૨ણા
વૃત્તિનિરોધાત્મક યોગમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ જણાવાય છે
प्रवृत्तिस्थिरताभ्यां हि, मनोगुप्तिद्वये किल । भेदाश्चत्वार इष्यन्ते, तत्रान्त्यायां तथान्तिमः || १८-२८॥
“પ્રવૃત્તિ અને સ્થિરતાને લઈને મનોગુપ્તિ બે પ્રકારની છે. અધ્યાત્મ વગેરે યોગના ચાર પ્રકારોનો સમાવેશ પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે અને યોગના પાંચમા પ્રકાર વૃત્તિસંક્ષયનો સમાવેશ છેલ્લી(બીજી) સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ
છે. એનો આશય એ છે કે યોગના પ્રથમ અભ્યાસને
પ્રવૃત્તિસ્વરૂપ મનોગુમિ કહેવાય છે અને યોગની પરાકાષ્ઠા(ઉત્કર્ષકાષ્ઠા)ને સ્થિરતાસ્વરૂપ મનોગુમિ કહેવાય છે. સામાન્ય રીતે અપ્રશસ્ત(સાવદ્ય) પ્રવૃત્તિઓમાં જતા મનને રોકવું અને પ્રશસ્ત(તે તે કાળે વિહિત) એવી પ્રવૃત્તિમાં મનને જોડવું તે સ્વરૂપ મનોગુપ્તિ છે, જે પાતંજલદર્શનપ્રસિદ્ધ વૃત્તિનિરોધસ્વરૂપ છે.
યોગની અભ્યાસદા સ્વરૂપ પ્રથમ પ્રવૃત્તિમનોગુપ્તિમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચાર યોગપ્રકારનો સમાવેશ થાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપાર(ક્ષયોપ્રશમભાવવિશેષ) LÖNGKÖYÜ XOXOXOXOXOX YE KÖTérêtérêtérêtérê
૦૪૬