________________
વૃત્તિસંક્ષયયોગનું ફળ વર્ણવાય છે
केवलज्ञानलाभश्च, शैलेशीसम्परिग्रहः । મોક્ષપ્રાપ્તિનાવાધા, મસ્ય પ્રશક્ત્તિતમ્ ॥૮-રા
“કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને સર્વ આબાધાઓથી રહિત એવી મોક્ષની પ્રાપ્તિ : આ વૃત્તિસંક્ષયયોગનું ફળ છે.’’-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પવૃત્તિઓના સંક્ષયથી આત્માને સકલ દ્રવ્યાદિ વિષયને ગ્રહણ કરનારું પરિપૂર્ણ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરિસ્પંદાત્મક વૃત્તિઓ(શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓ)ના સંક્ષયથી શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. સર્વસંવરભાવસ્વરૂપ શીલના સ્વામી એવા મહાત્માની એ અવસ્થા છે.
શૈલેશી અવસ્થાની પ્રાપ્તિથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જે સર્વ શરીર અને મન સંબંધી વ્યથા(આબાધા)થી રહિત છે અને સદા આનંદને આપનારી છે. ૧૮-૨૬
મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારસ્વરૂપ સ્વાભિમત યોગના, ઉપર જણાવ્યા મુજબ અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચ પ્રકાર વર્ણવ્યા. હવે ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ પાતગલદર્શનપ્રસિદ્ધ યોગના પણ પાંચ પ્રકાર છે, તે જણાવાય છે–
वृत्तिरोधोऽपि योगश्चेद्, भिद्यते पञ्चधाऽप्ययम् ।
expenoxoxeroxeroxeroxeroxe