Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સર્વથા નિસ્પૃહ એ મહાત્માઓ માત્ર કર્મક્ષય માટે પ્રબળ પુરુષાર્થ કરતા હોય છે. તેથી સૂક્ષ્મર્મક્ષયને કરનારા તેઓ બને છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર... ઈત્યાદિ ક્ષાયિકગુણોના આવારક એવા કર્મને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. સૂક્ષ્મ સાધનાથી એ કર્મોનો નાશ થાય છે. અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી એ કર્મોની નિર્જરા થાય છે. તેથી તે કર્મોને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. આ રીતે સૂક્ષ્મકર્મોનો ક્ષય થવાથી મોહનો નાશ થાય છે અને મોહનો નાશ થવાથી અપેક્ષાનો નાશ થાય છે. અપેક્ષા(ઈચ્છા-સ્પૃહા) કર્મબંધનું કારણ હોવાથી તેને તંતુ તરીકે અહીં વર્ણવી છે. સમતાયોગના કારણે તે અપેક્ષાતંતુનો વિચ્છેદ થાય છે. અવિદ્યાનો વિગમ થવાથી યોગીને આ સંસારમાં કોઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. ઋદ્ધિમાં અપ્રવૃત્તિ સૂક્ષ્મ કર્મોનો ક્ષય અને અપેક્ષાતત્ત્વનો વિચ્છેદ : આ ત્રણ સમતાત્મક યોગનાં ફળ છે-એમ વિચક્ષણો કહે છે. ૧૮-૨૪ અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગમાંના પાંચમા વૃત્તિસંક્ષયયોગનું નિરૂપણ કરાય છેविकल्पस्यन्दरूपाणां, वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः, प्रोच्यते वृत्तिसंक्षयः ॥१८-२५।। અન્ય જન્મ સંબંધી વિકલ્પ અને સ્વન્દ સ્વરૂપ વૃત્તિઓનો, ફરીથી ઉત્પત્તિ થવામાં કારણભૂત યોગ્યતા ન

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58