________________
અધ્યાત્માદિ યોગમાં જેમ મનોગુમિનો ઉપર જણાવ્યા મુજબ અવતાર(સમાવેશ) થાય છે; તેમ વાગૂ અને કાયમુમિ વગેરેનો પણ સમાવેશ થાય છે, તે જણાવાય છે
अन्यासामवतारोऽपि, यथायोगं विभाव्यताम् । यतः समितिगुप्तीनां, प्रपञ्चो योग उत्तमः ॥१८-३०॥
મનોગુમિને છોડીને અન્ય ગુમિ વગેરેનો યોગમાં અંતર્ભાવ જે રીતે થાય છે તે રીતે વિચારવું. કારણ કે સમિતિ-ગુમિઓનો પ્રપરા ઉત્તમ યોગ છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતામાં સમસ્ત મોક્ષસાધક વ્યાપાર સમાય છે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણાસમિતિ... વગેરે પાંચ સમિતિઓ તે તે, માર્ગગમનાદિ પ્રવૃત્તિના અવસરે અવસરે ઉપયોગમાં આવતી હોવાથી સર્વદા હોતી નથી. પરંતુ અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિથી વિરામ પામવાદિ સ્વરૂપ ગુનિઓ તો સર્વદા હોય છે. મનોસુમિનો જે રીતે અધ્યાત્માદિ યોગમાં અંતર્ભાવ જણાવ્યો છે, એ રીતે વચનગુમિ અને કાયમુમિનો તેમ જ પાંચસમિતિઓનો અંતર્ભાવ અધ્યાત્માદિ યોગમાં સમજી લેવો. સંકલ્પ-વિકલ્પથી શૂન્ય પ્રવૃત્તિ, ઉપેક્ષાપૂર્ણ પ્રવૃત્તિ અને આત્મસ્વભાવપ્રતિબદ્ધતા : આ ત્રણ અવસ્થાને આશ્રયીને વચન અને કાયમુમિ વગેરેનો અંતર્ભાવ અનુક્રમે અધ્યાત્માદિ ત્રણમાં, સમતામાં અને વૃત્તિસંક્ષયમાં થઈ શકે
છે.
સમિતિ અને ગુમિનો જે વિસ્તાર છે તે યોગ છે. તે તે