Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023223/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાયીમ યશોવિજયજી મહારાજા વિરસ્થિતી યોગભેદ બત્રીશી એકપરિશીલન ૧૮ રાવી8 પૂ.લવિ ચન્દ્રગુપ્ત સા 8 MSIRIS 8 વીવેકાન્ત પ્રકાશ જૈનીલિયસ સ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત"ાત્રિ-ત્રિશિT' પ્રકરણાન્તર્ગત યોગભેદબત્રીશી-એક પરિશીલના (૧૮) : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્રસૂ. મ. સી. ના સથરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમસૂ. મ. શ્રી ચાનેકા પ્ર * તાસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : પ.પૂ.મુ.શ્રી અનન્તજ્ઞાન વિ.મ.સા., પૂ.મુ.શ્રી અનન્તદર્શન વિ.મ.સા., પૂ.મુ.શ્રી અનન્તચારિત્ર વિ.મ.સા. તથા પૂ.સા.શ્રી અખિલદર્શનાશ્રીજી મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના સંસારી ભાઈ શ્રી જયેશ હરિલાલ શાહ - અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગભેદબત્રીશી-એક પરિશીલન - ૧૮ આવૃત્તિ – પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૫૯ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલા રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફ્લેટ્સ પ્રેમવર્ધક ફલે નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ શાહ “કોમલ' છાપરીયાશેરી : મહીધરપુરા સુરત – ૩૯૫૦૦૩ : આર્થિક સહકાર : પ.પૂ.મુ.શ્રી અનન્તજ્ઞાન વિ.મ.સા., પૂ.મુ.શ્રી અનન્તદર્શન વિ.મ.સા., પૂ.મુ.શ્રી અનન્તચારિત્ર વિ.મ.સા. તથા પૂ.સા.શ્રી અખિલદર્શનાશ્રીજી મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના સંસારી ભાઈ શ્રી જયેશ હરિલાલ શાહ - અમદાવાદ મુદ્રણ વ્યવસ્થા : કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટંક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૧૦૭૮૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની સાધના જ ખરેખર તો યોગની સાધના છે. કારણ કે આત્માને મોક્ષની સાથે જોડી આપનારી એ સાધના છે. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધતામાં કોઈ જ વિવાદ નથી. દરેક દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું આ યોગભેદ નામની દ્વાર્ગિશિકામાં મુખ્યપણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ યોગભેદોનું વર્ણન કર્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવતાં પ્રસંગથી મૈત્રી વગેરે ભાવોનું વર્ણન કર્યું છે. યોગબિંદુગ્રંથને અનુલક્ષીને કરાયેલું એ વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે મૈત્રી વગેરેના સ્વરૂપને સમજાવનારું છે. મૈત્ર્યાદિભાવોને આત્મસાત્ કર્યા વિના “અધ્યાત્મ”ની પ્રાપ્તિ શક્ય નથી. “અધ્યાત્મ શબ્દ ગમી જાય એવો છે. પરંતુ તેના અર્થની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ અપેક્ષિત છે. મૈત્ર્યાદિભાવોનું વર્ણન વાંચવાથી સમજાશે કે અધ્યાત્મની પ્રાપ્તિ માટે આત્મામાં અનેક પ્રકારની યોગ્યતાનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. સુખી જનોની ઈર્ષ્યા; દુઃખી જનોની ઉપેક્ષા, બીજાના સુકૃત પ્રત્યેનો દ્વેષ અને અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ : આ અધ્યાત્મપ્રાપ્તિના અવરોધક છે. એના પરિહારથી જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મની પ્રાપ્તિ પછી જ આત્માને ભાવનાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી ભાવના પાંચ પ્રકારની છે, જે અત્યંત દઢ એવા સંસ્કારનું કારણ છે. પ્રવૃત્તિના સાતત્ય માટે સંસ્કારની દઢતા આવશ્યક Page #5 -------------------------------------------------------------------------- ________________ છે અને અંતિમ ફળની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિનું સાતત્ય અપેક્ષિત છે. ભાવનાથી ભાવિત યોગીને ધ્યાન પ્રાપ્ત થાય છે. સ્થિર શુભ એક વિષયવાળું ધ્યાન, સૂક્ષ્મજ્ઞાનથી સહિત હોય છે. તેની પ્રાપ્તિ માટે ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ : આ આઠ ચિત્તના દોષોનો ત્યાગ પ્રયત્નપૂર્વક કરવાનું જણાવ્યું છે. ખેદાદિ દોષોનું સ્વરૂપ અને તેનું ફળ અહીં વર્ણવ્યું છે. આઠ ચિત્તના દોષોથી રહિત એવું ધ્યાન હોય તો તે કુશલાનુબંધી બને છે અને એ ધ્યાનથી યોગીને સર્વ કાર્યો સ્વાધીન બને છે. ચિત્તના શુભ પરિણામો નિશ્ચલ બને છે અને અશુભ કર્મોના અનુબંધ નાશ પામે છે. એ રીતે ધ્યાનયોગનું વર્ણન કરીને બાવીશમા શ્લોથી સમતાયોગનું વર્ણન કર્યું છે. અનાદિકાલીન અવિદ્યા (અજ્ઞાન)ને લઈને જે સંકલ્પ અને વિકલ્પો થતા હતા, તે હવે તત્ત્વબુદ્ધિ થવાથી થતા નથી. વિષયોને અત્યાર સુધી જે ઈષ્ટ કે અનિષ્ટસ્વરૂપે ગ્રહણ કરવાનું બનતું હતું તે હવે થતું નથી. વસ્તુને વસ્તુતત્ત્વસ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આવી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે. નિસ્તરંગ સમુદ્ર જેવી શાંત, પ્રશાંત ચિત્તની વૃત્તિઓ સર્વથા વિકલ્પશૂન્ય હોય છે ત્યારે વૃત્તિસંક્ષયયોગનો આવિર્ભાવ થાય છે, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે હોય છે અને મનનો સર્વથા નિરોધ થવાથી ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી શૈલેશી અવસ્થામાં હોય છે. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને આશ્રયીને યોગના ભેદોનું વર્ણન છવ્વીસ શ્લોકોથી કરાયું છે. | ‘ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે.” આ પ્રમાણેની માન્યતાને અનુસરવાથી પણ પતંજલિના મતમાં Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માદિ પાંચ યોગભેદો સત થઈ શકે છે-તે સત્તાવીસમા શ્લોકથી જણાવવાની શરૂઆત કરી છે. એ જણાવતી વખતે પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ યોગ છે તે જણાવીને તેમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારોનો સમાવેશ કઈ રીતે થાય છેતે જણાવ્યું છે. આ બત્રીશીના અંતમાં અધ્યાત્માદિ ચારને યોગની પૂર્વસેવાસ્વરૂપ યોગના ઉપાય તરીકે વર્ણવ્યા છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાને યોગ કહેવાય છે. ઉપચાર વિના યોગનું નિરૂપણ કરાય તો “વૃત્તિસંક્ષયને જ યોગ તરીકે વર્ણવાય છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પ્રથમગુણસ્થાનકે અને ચોથાગુણસ્થાનકે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય હોય છે. પાંચમા ગુણસ્થાનક્વી આરંભીને યોગની પ્રવૃત્તિ શરૂ થાય અંતે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી અધ્યાત્માદિ પાંચે ય યોગ શીધ્રપણે પરમાનંદસ્વરૂપ મોક્ષને આપનારા છે-એ જણાવીને અન્ય શાસ્ત્રોમાં જણાવેલા તે તે યોગો પરમાનંદનું કારણ બનતા નથી એ સૂચવ્યું છે. કારણ કે અન્ય દાર્શનિકોનાં શાસ્ત્રો શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરતાં નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનમાં સ્થિર બની અધ્યાત્માદિ ભાવોની પ્રાપ્તિ દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. મહા સુદ ૬ : શુક્રવાર આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ કલ્યાણ Page #7 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते योगभेदद्वात्रिंशिका । આ પૂર્વે સત્તરમી બત્રીશીમાં પુરુષકાર(પ્રયત્ન)ના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં યોગની પ્રવૃત્તિ થાય છે : તે જણાવ્યું છે. હવે યોગના ભેદ-પ્રકારોને વર્ણવાય છે अध्यात्मं भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । યોગઃ પશ્ચવિધ: પ્રોહો, થોળમાનવિશાયૈઃ ।૮-શા “યોગમાર્ગના વિદ્વાનોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારનો યોગ વર્ણવ્યો છે.’’ આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ‘યોગબિંદુ’માં વર્ણવેલા અધ્યાત્મ, ભાવનાદિ પાંચ પ્રકારના યોગને આશ્રયીને અહીં યોગના પ્રકારોનું નિરૂપણ કરાયું છે. મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર અધ્યાત્માદિ હોવાથી તેને યોગ કહેવાય છે. ઈષ્ટવસ્તુને આપનારા કલ્પવૃક્ષ અને ચિંતામણિ કરતાં પણ મોક્ષને આપનારા યોગનું માહાત્મ્ય અતિશયવંતું છે. જન્મનું બીજ બાળી નાખવા માટે અગ્નિજેવો યોગ છે; જે જરાનો, દુ:ખોનો અને મૃત્યુનો નાશ કરે છે. તેથી તેને જરાની જરા; દુ:ખોનો ક્ષયરોગ અને મૃત્યુનું મૃત્યુ કહેવાય છે. માસક્ષપણાદિ તપના તપસ્વીઓના તપને પણ નિરર્થક બનાવનાર કામદેવનાં શસ્ત્રોને નકામાં કરવાનું કાર્ય યોગથી શક્ય બને છે. ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારના યોગનું વર્ણન અહીં મુખ્યપણે કરાય છે. ૧૮-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનું વર્ણન કરાય છે औचित्याद् वृत्तयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥ १८-२॥ ‘‘ઉચિતપ્રવૃત્તિપૂર્વક અણુવ્રતાદિ આચારથી યુક્ત આત્મા; મૈત્રી વગેરે ભાવોથી સહિત આગમને આશ્રયીને જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મના જાણકારો ‘અધ્યાત્મ’ કહે છે.'' આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક અણુવ્રતો અને મહાવ્રતોને ધારણ કરનારા તે તે આત્માઓ શ્રી જિનાગમને આશ્રયીને જીવાદિ નવ તત્ત્વોનું ચિંતન કરે છે, એ તત્ત્વચિંતનસ્વરૂપ અધ્યાત્મ છે. K આથી સમજી શકાશે કે માત્ર ચિંતન એ અધ્યાત્મ નથી, તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. માત્ર જીવાદિતત્ત્વચિંતન સ્વરૂપ અધ્યાત્મ નથી, પરંતુ આગમને અનુસરીને થતું તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. આગમ-શાસ્ત્ર પણ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં હોવાં જોઈએ. આવા પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરાતું તત્ત્વચિંતનમાત્ર પણ અધ્યાત્મ નથી, પરંતુ શ્રાવકનાં પાંચ અણુવ્રતો અને પૂ. સાધુમહાત્માઓનાં પાંચ મહાવ્રતોથી જે આત્માઓ યુક્ત છે; એવા આત્માઓ દ્વારા કરાતું જ એ તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ તત્ત્વચિંતન વખતે પણ અર્થકામાદિસંબંધી તે તે કાળે વિહિત ઉચિત પ્રવૃત્તિનો બાધ ન થાય એનો ઉપયોગ રાખવો જોઈએ. અર્થાદ્ ઉચિતપ્રવૃત્તિપૂર્વકનું જ તેવા પ્રકારનું ચિંતન અધ્યાત્મ છે. આ ચિંતન પણ મૈત્રી, પ્રમોદ, કરુણા LÔI TỘI HỘI HỘI NÔNG lại đội hội đại Page #9 -------------------------------------------------------------------------- ________________ અને માધ્યચ્ય સ્વરૂપ ભાવોથી સહિત હોય તો જ તે અધ્યાત્મસ્વરૂપ બને છે-આ પ્રમાણે અધ્યાત્મના જ્ઞાતા અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવે છે. ૧૮-૨ા મૈત્રી વગેરે ભાવોમાંથી મૈત્રીભાવનું વર્ણન કરાય છેसुखचिन्ता मता मैत्री, सा क्रमेण चतुर्विधा । उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ॥१८-३॥ “ઉપકારી, પોતાના સ્વજનો, પોતાને માનનારા અને બીજા બધા જીવોને સુખ પ્રાપ્ત થાય એવી જે ઈચ્છા તે અનુક્રમે ચાર પ્રકારની મૈત્રી કહેવાય છે. આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે બીજાના સુખને ઈચ્છવા સ્વરૂપ મૈત્રીભાવ છે. અહીં હિતસ્વરૂપ સુખ છે. તે તે જીવોના હિતની ચિંતા કરવી (ઈચ્છા કરવી) તેને મૈત્રીભાવના કહેવાય છે. કોઈ જીવ પાપ ના કરે, કોઈ પણ જીવ દુઃખી ના થાય અને બધા જીવો મુક્ત બને આવી ભાવનાને મૈત્રીભાવના તરીકે વર્ણવવામાં આવે છે. આમ તો આત્માના તેવા પ્રકારના પરિણામ સ્વરૂપ મૈત્રીભાવનાના અસખ્ય ભેદો છે. પરંતુ તે વિષયવિશેષને આશ્રયીને અનુક્રમે ચાર પ્રકારની છે. ઉપકારી અર્થાત્ પોતાની ઉપર જેણે ઉપકાર કર્યો છે તેવા આત્માઓના હિત-સુખની જે ઈચ્છા છે તે પહેલા પ્રકારની ઉપકારી જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓ ઉપકારી નથી, પરંતુ જેમની સાથે લોહીની સગાઈ છે; એવા તે તે સ્વકીય-સ્વજનોની પ્રત્યે જે હિતની ભાવના છે તે બીજી સ્વકીય જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓની સાથે Page #10 -------------------------------------------------------------------------- ________________ કોઈ સગપણ નથી, પરંતુ પોતાના પૂર્વપુરુષોને અથવા પોતાને આશ્રયે જેઓ રહે છે એવા સ્વપ્રતિપન્ન જીવોના હિતની ચિંતા સ્વરૂપ ત્રીજી મૈત્રી છે અને જેઓ ઉપકારી, સ્વકીય કે સ્વપ્રતિપન્ન પણ નથી એવા બધા જીવોના હિતની ઈચ્છા સ્વરૂપ અખિલ જીવોની ચોથી મૈત્રી છે. આ ચાર પ્રકારની મૈત્રીને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે-ઉપકારી, સ્વજન, ઈતર અને સામાન્ય જનોના હિતની ભાવનાને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મૈત્રી કહેવાય છે. (જુઓ ષોડશક-૧૩-૯)... ઈત્યાદિ સ્પષ્ટ છે. I૧૮-૩ કરુણાભાવનાનું નિરૂપણ કરાય છેकरुणा दुःखहानेच्छा, मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च, प्रीतिमत्स्वपरेषु च ॥१८-४॥ “બીજાનાં દુઃખોને દૂર કરવાની ઈચ્છાને કરુણા કહેવાય છે. મોહના કારણે થનારી, દુખિતને જોવાથી થનારી, સંવેગના કારણે પ્રીતિમ જનોને વિશે થનારી અને પ્રીતિમ ન હોય તોય સામાન્ય જનોને વિશે સ્વભાવથી થનારી જે કરુણા છે; તે અપેક્ષાએ કરુણા ચાર પ્રકારની છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે દુઃખ પરિહાર કરવાની ઈચ્છાને કરુણા કહેવાય છે, જે ચાર પ્રકારની છે. એમાંની એક કરુણા મોહથી અર્થા અજ્ઞાનથી થતી હોય છે. માંદા માણસે અપથ્યની માંગણી કર્યા પછી તેને અપથ્ય આપવાની જે ઈચ્છા થાય તેવી ઈચ્છા જેવી આ પ્રથમ કરુણા Page #11 -------------------------------------------------------------------------- ________________ હોય છે. દુઃખીના દર્શનથી બીજી કરુણા થાય છે. દીન, અનાથ, પાંગળી... વગેરે દુ:ખીને જોવાથી તેમને લોક-પ્રસિદ્ધ રીતે આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે આપવાથી આ બીજી કરુણા થાય છે. અહીં સામા માણસના દુઃખ દૂર કરતી વખતે તેના વર્તમાનના હિતાહિતની થોડીઘણી ચિંતા હોય છે, જે પહેલી મોહથી થનારી કરુણા વખતે હોતી નથી. માંગ્યું, એટલે આપી દીધું. પરંતુ તેથી લેનારનું શું થશે ? એને એ હિતકર છે કે નહિ ? તેને તે નડશે તો નહિ ને ?... ઈત્યાદિની ચિંતા પહેલી કરુણામાં હોતી નથી. પોતાની પ્રત્યે પ્રીતિ ધારણ કરતા હોય એવા સુખીજનોને વિશે પણ મોક્ષની અભિલાષા-સંવેગથી સાંસારિક દુઃખ(સંસારસ્વરૂપ દુઃખ)થી રક્ષણ કરવાની જે ઈચ્છા છવસ્થ આત્માને હોય છે તેને ત્રીજી કરુણાભાવના કહેવાય છે. ચોથી કરુણાભાવના કેવલજ્ઞાનીભગવંતોની જેમ, સર્વજીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા મહામુનિઓને હોય છે. તેઓ સ્વભાવથી જ પોતાની સાથે પ્રીતિમત્તા(પ્રીતિ)નો સંબંધ હોય કે ન પણ હોય તો ય બધા જ પ્રાણીઓને વિશે તેવા પ્રકારની સાંસારિક દુ:ખથી રક્ષણ કરવાની ઈચ્છાને ધારણ કરતા હોય છે. ત્રીજી અને ચોથી કરુણામાં વિષયનું સામ્ય હોવા છતાં ઈચ્છાદિનું તારતમ્ય છે. સામાન્ય રીતે વચનાનુષ્ઠાન અને અસહ્વાનુષ્ઠાનમાં જે ફરક છે એવો ફરક ત્રીજી અને ચોથી કરુણાભાવનામાં છે. આ વિષયમાં શ્રી ષોડશક પ્રકરણમાં ફરમાવ્યું છે કે-મોહ(અજ્ઞાન)ના કારણે થતી, અસુખી(દુઃખી)ઓને વિશે થતી, મોક્ષની અભિલાષાથી થતી અને હિતબુદ્ધિથી થતી-એમ ચાર પ્રકારની કરુણાભાવના Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.૧૮-૪ મુદિતાભાવનાનું નિરૂપણ કરાય છેआपातरम्ये सद्धेतावनुबन्धयुते परे । सन्तुष्टिर्मुदिता नाम, सर्वेषां प्राणिनां सुखे ॥१८-५॥ “તત્કાળ રમણીય, સહેતુવાળા, અનુબંધથી યુક્ત અને શ્રેષ્ઠ કોટિના બધા પ્રાણીઓના તે તે સુખને વિશે જે સંતુષ્ટિ(સંતોષ) છે, તેને મુદિતાભાવના કહેવાય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-સામાન્ય રીતે બધા પ્રાણીઓના સુખમાં સંતુષ્ટ થવા સ્વરૂપ મુદિતા ભાવના છે. પ્રાય: બીજાઓને સુખી જોવાથી જીવને ઈર્ષ્યાદિ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. એ અપેક્ષાએ થોડી સારી પરિણતિ જન્મે તો પોતાના સગા-સંબંધીઓના સુખને જોઈને સંતોષ થાય પણ ખરો ! પરંતુ તે મુદિતાભાવના નથી. સુખને જોઈને ઈર્ષ્યા થવી ના જોઈએ અને સગાસંબંધી જનોના જ સુખને જોઈને નહિ પરંતુ પ્રાણીમાત્રના સુખને જોઈને સંતોષ થવો જોઈએ, તો જ મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મુદિતાભાવનાનો વિષય સુખ છે. તેના ચાર પ્રકારને આશ્રયીને મુદિતાભાવનાના પણ ચાર પ્રકાર છે. આપાતરમ્ય સુખના વિષયમાં પહેલી મુદિતાભાવના છે. અપથ્ય એવા આહારના ભક્ષણથી વર્તમાનમાં તૃમિ થાય છે પરંતુ કાલાંતરે પરિણામ સારું નથી આવતું. તેની જેમ તત્કાળ(ભોગકાળ)રમણીય અને પરિણામે અસુંદર એવા સ્વપરનાં વિષયજન્ય સુખોમાં સંતોષ થવા સ્વરૂપ પ્રથમ શાહજાહાહાહાહાહાહાહા જાણો Page #13 -------------------------------------------------------------------------- ________________ મુદિતાભાવના છે. જેના હેતુઓ સુંદર છે એવા સુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. જેમાં સારી રીતે હિત જોવાયું છે એવા હિતકર અને પરિમિત આહારના પરિભોગથી પ્રાપ્ત થતા મધુરરસના આસ્વાદના સુખ જેવા વિષયસુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. અનુબંધ(પરંપરા)યુક્ત સુખના વિષયમાં ત્રીજી મુદિતા ભાવના હોય છે. દેવ અને મનુષ્યનાં જન્મોને વિશે ઉત્તરોત્તર અવ્યવચ્છિન્ન(નિરંતર)પણે સુખની પરંપરા સાથે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ અને પરભવ સંબંધી સુખને વિશે સંતોષ પામવાથી ત્રીજી મુદિતાભાવના પ્રાપ્ત થાય છે. પર-પ્રકૃષ્ટ એવા પરમસુખના વિષયમાં ચોથી મુદિતાભાવના હોય છે. સર્વથા મોહક્ષય થયે છતે શ્રી વીતરાગાવસ્થામાં તેમ જ મોહાદિના ઉપશમાદિ થયે છતે અંશતઃ શ્રી વીતરાગતુલ્ય દશામાં જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે, તેમાં સંતોષ થવાથી ચોથી મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સુખમાત્રમાં; સહેતુવાળા સુખમાં અનુબંધયુક્ત સુખમાં તેમ જ પર(પરમ)સુખમાં અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતાભાવના હોય છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. ૧૮-૪ો છેલ્લી ઉપેક્ષાભાવનાનું નિરૂપણ કરાય છેकरुणातोऽनुबन्धाच्च, निर्वेदात्तत्त्वचिन्तनात् । उपेक्षा ह्यहितेऽकाले, सुखे सारे च सर्वतः ॥१८-६॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ “અહિત, અકાળ, સુખ અને સર્વત્ર અસારને વિશે કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તત્ત્વચિંતનથી માધ્યચ્યા સ્વરૂપ ઉપેક્ષાભાવના કહેવાય છે.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે માધ્યચ્યસ્વરૂપ ઉપેક્ષાભાવના છે. તે પણ ચાર પ્રકારની છે. જેના અનુક્રમે અહિત, અકાળ, સુખ અને અસાર વિષય છે અને કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વચિંતન પ્રયોજક છે. પહેલી ઉપેક્ષાભાવના કરુણાને લઈને અહિતના વિષયમાં થતી હોય છે. જેમ કોઈ માણસ પોતાની ઈચ્છાથી અપથ્યનું સેવન કરતો હોય ત્યારે તેનું નિવારણ કરવાના બદલે, હશે ! બિચારાને સેવવા દો.. ઈત્યાદિ સ્વરૂપ કરુણાને લઈને તેની ઉપેક્ષા કરાય છે. તે પહેલી ઉપેક્ષાભાવના છે. અનવસરે ભવિષ્યનો વિચાર કરવા સ્વરૂપ અનુબંધને લઈને બીજી ઉપેક્ષાભાવના થાય છે. જેમ કોઈ માણસ આળસના કારણે અર્થ(ધન)ના ઉપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ કરતો નથી ત્યારે અર્થોપાર્જનાદિમાં અપ્રવર્તમાન એવા તેને જોઈને તેના હિતના અર્થી તેને હિતમાં(અર્થોપાર્જનાદિમાં) પ્રવર્તાવે છે. પરંતુ કોઈ વાર પરિણામ સારું નહીં આવે, એમ ધારીને એવા વખતે માધ્યશ્મ ધારણ કરે છે. તે બીજી ઉપેક્ષાભાવના છે. સંસારના સુખના વિષયમાં નિર્વેદને લઈને ત્રીજી ઉપેક્ષા ભાવના થતી હોય છે. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે સંસારના સુખ પ્રત્યે ઉપેક્ષાભાવ પ્રગટે છે, તે ત્રીજી ઉપેક્ષાભાવના છે. સંસારનું સુખ બહુતરદુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખમાં અને સંસારના સુખમાં કોઈ અત્યંત વિશેષતાને નહિ માનવાથી અસાર એવા તે સુખમાં નિર્વેદ Page #15 -------------------------------------------------------------------------- ________________ જાગે છે અને તેથી તેમાં ઉપેક્ષાભાવ આવે છે; જે, બધીય ઈન્દ્રિયોને આહ્લાદકર હોવા છતાં સાંસારિક સુખને દુ:ખસ્વરૂપ માનતા યોગીજનોમાં જોવા મળે છે. સર્વત્ર અસાર એવા પદાર્થોને વિશે તત્ત્વની વિચારણાને લઈને ચોથી ઉપેક્ષાભાવના થતી હોય છે. મનોજ્ઞ(ગમતી) કે અમનોજ્ઞ(અણગમતી) વસ્તુઓમાં વાસ્તવિક રીતે રાગ કે દ્વેષનું ઉત્પાદકત્વ નથી અર્થાત્ કોઈ પણ વસ્તુ રાગ-દ્વેષનું કારણ નથી. પરંતુ મોહનીયાદિ ઘાતિ કર્મોના વિકાર(વિપાક)ના કારણે ઉત્પન્ન થયેલા પોતાના અશુભ ભાવ સ્વરૂપ(સ્વાપરાધ) દોષના કારણે જ મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે... આવી ભાવના ભાવવા સ્વરૂપ તત્ત્વચિંતનના કારણે પોતાને છોડીને(મોહાધીનતાને છોડીને) કોઈ પણ વસ્તુમાં સર્વત્ર સુખ કે દુ:ખની કારણતાને ન માનવાના કારણે સ્વાતિરિક્ત વસ્તુમાત્રમાં જે ઉપેક્ષાભાવ આવે છે, તેને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વ છે સારભૂત જેમાં તેને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. એનો આશય સ્પષ્ટ છે, જે ઉપર જણાવ્યો છે. ૧૮-૬॥ ઉપર જણાવ્યા મુજબના ચાર ચાર ભેદવાળા મૈત્ર્યાદિભાવો, ક્રમાનુસાર આત્મામાં પરિણામ પામતા હોય છે. વિશુદ્ધસ્વભાવવાળા એ ભાવોનો જ અધ્યાત્મમાં ઉપયોગ છે-આ વાત તેના ફળના નિરૂપણ દ્વારા જણાવાય છે Page #16 -------------------------------------------------------------------------- ________________ सुखीय दुःखितोपेक्षां, पुण्यद्वेषमधर्मिषु । रागद्वेषौ त्यजन्नेता, लब्ध्वाध्यात्मं समाश्रयेत् ॥ १८- ७॥ “સુખી જનોને વિશે ઈર્ષ્યા; દુ:ખી જનોને વિશે ઉપેક્ષા; પ્રાણીઓના સુકૃત-પુણ્યને વિશે દ્વેષ અને અધર્મી જનોને વિશે રાગદ્વેષનો ત્યાગ કરવા વડે પરિણતિશુદ્ધ એવી મૈત્રી વગેરે ભાવનાઓને પામીને અધ્યાત્મનો સારી રીતે આશ્રય કરવો જોઈએ.’’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ અનુક્રમે સુખી જનોને વિશે ઈર્ષ્યા અને દુ:ખીઓની ઉપેક્ષા વગેરેના પરિહારનું કારણ છે. મૈત્રી વગેરે ભાવનાથી સુખી જનોની ઈર્ષ્યા વગેરેનો ત્યાગ સિદ્ધ થાય છે. અને તેથી મૈત્રી વગેરે ભાવનાઓ આત્મામાં પરિણામ પામે છે. આત્મપરિણત એવી ચાર ભાવનાઓને પ્રાપ્ત કરીને અધ્યાત્મનો સારી રીતે સ્વીકાર કરવો જોઈએ. અધ્યાત્મભાવના સમાશ્રયણ માટે એ મૂળભૂત યોગ્યતા છે. અધ્યાત્મના અર્થીઓએ સુખી જનોને જોઈને ઈર્ષ્યા ના કરવી જોઈએ. અનાદિકાળના કુસંસ્કારોને લઈને જીવને પ્રાય: સુખી જનોને જોઈને ઈર્ષ્યા ઉત્પન્ન થતી હોય છે. કંઈકેટલીય જાતિની એ ઈર્ષ્યા છે. અનેક પ્રકારના જીવો છે અને તેમનાં સુખો પણ અનેક પ્રકારનાં છે. એ બધામાં ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ જ લાભ નથી અને સામી વ્યક્તિને એથી કોઈ જ નુકસાન નથી. જે કોઈ નુકસાન છે, તે આપણને પોતાને છે. એક બાજુ બધાય જીવોના સુખની ભાવના ભાવવી અને બીજી બાજુ સુખીની ઈર્ષ્યા કરવી : એ બેનો મેળ કઈ રીતે બેસે ? આવી ભાવના આત્મપરિણત 1955px ૧૦ xxx Page #17 -------------------------------------------------------------------------- ________________ ન બને. મૈત્રીભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા સુખી જનોની ઈર્ષ્યાનો ત્યાગ કર્યા વિના ચાલે એવું નથી. સ્વજન હોય કે પરજન હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય અને પરિચિત હોય કે અપરિચિત હોય; કોઈ પણ આત્માના સુખને જોઈને ઈર્ષ્યા ન કરતાં આ બધાનું સુખિત્વ(સુખ) બરાબર છે એમ મનમાં વિચારવું જોઈએ. સુખીની ઈર્ષ્યા કરનારા આવી વિચારણા કરતા ન હોવાથી તેમને પરિણતિશુદ્ધ મૈત્રીભાવની પ્રાપ્તિ થતી નથી. દુઃખિત જનોની ઉપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ દુઃખી જનોને જોઈને કઈ રીતે આ જીવો દુઃખથી મુક્ત થાય આવી કૃપાનો ત્યાગ કરવો નહિ. કરુણાભાવનાને વિશુદ્ધ, બનાવવા માટે બીજાને દુઃખી જોઈને તેના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવાનું આવશ્યક છે. સામર્થ્ય હોવા છતાં બીજાના દુઃખનો પ્રતીકાર કરવાનો ભાવ ન હોય તો આત્માના પરિણામ નિર્ધ્વસ બને છે. એ પરિણામ અધ્યાત્મપ્રાપ્તિનો અવરોધ કરે છે. આમ પણ, વ્યવહારમાં પણ એ પરિણામ તદ્દન નીચા કક્ષાનો મનાય છે. છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ભાવના ન હોય તો તે માણસને કોઈ સારો તો ન જ માને. એવું નિષ્ફર જીવન જીવનારને અધ્યાત્મભાવ પ્રાપ્ત ન થાય. આપણે આપણા દુઃખને દૂર કરવા શક્તિ ઉપરાંત પ્રયત્ન કરતા હોઈએ અને છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ઉપેક્ષા કરીએ-તે એક ભયંકર નિષ્ફરતા છે. અધ્યાત્મનો સ્વીકાર કરવામાં એ મોટો અવરોધ છે. તેથી અધ્યાત્મના સમાશ્રયણ માટે દુઃખિતની ઉપેક્ષા કરવાનું ત્યજવું જોઈએ એ સમજી શકાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીમાત્રના સુક્તને જોઈને દ્વેષ કરવાનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધારણ કરવાનો ત્યાગ કરવો ના જોઈએ. કોઈએ પણ સારું કામ ક્યું હોય ત્યારે મોટા ભાગે તે જોઈને આપણે દ્વેષ કરતા હોઈએ છીએ. “એમાં શું ? કોઈને એવી અનુકૂળતા મળી હોય, શક્તિ હોય, સંયોગો હોય તો કરે. અમને એવી અનુકૂળતા મળે તો અમે પણ કરીએ ! એ કાંઈ મોટી વાત નથી.” ઈત્યાદિ રીતે બીજાના સુકૃતને જોઈને; આપણે જે દ્વેષ કરીએ છીએ તેનો ત્યાગ કરીને તે તે જીવના તે તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધરવો જોઈએ. એમ કરવાથી સુકૃત પ્રત્યેનો રાગ બલવત્તર બને છે. બીજાના સુકૃત પ્રત્યે દ્વેષ કરવાથી ખરેખર તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા સુકૃત પ્રત્યે આપણે દ્વેષ કરતા થઈએ છીએ. અધ્યાત્મના અથ જનો માટે તે ખૂબ જ અનુચિત હોવાથી શક્ય પ્રયત્ન તેનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા મુદિતાભાવનાને વિશુદ્ધ બનાવવાનું શક્ય નહિ બને. આવી જ રીતે ચોથી ઉપેક્ષાભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા અધર્મી જનો પ્રત્યે રાગ કે દ્વેષનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ ઉપેક્ષાનો ત્યાગ કરવો ના જોઈએ. સામાન્ય રીતે વિષયાદિપરવશ જીવોને અધર્મી જનો પ્રત્યે રાગ હોય છે. કારણ કે પોતાના સુખ વગેરેના પરિભોગની પ્રવૃત્તિની પ્રત્યે અધર્મી લોકો અનુકૂળતા કરી આપતા હોય છે. આપણને જ્યારે એવી અનુકૂળતા જોઈતી ન હોય ત્યારે અધર્મી જનો પ્રત્યે આપણને દ્વેષ થતો હોય છે. અંતે તો આ રાગ અને દ્વેષ, બંન્નેય અધ્યાત્મભાવની પ્રાપ્તિના અવરોધક Page #19 -------------------------------------------------------------------------- ________________ જ છે. તેથી તેનો ત્યાગ કરી અધ્યાત્મના અર્થીજનોએ અધર્મી જનોની ઉપેક્ષા જ કરવી જોઈએ. અધર્મી જનો ધર્મમાં સહાયક બનતા નથી. અને અધ્યાત્મના અર્થી જનોને સંસારના સુખાદિ માટે સહાયની જરૂર નથી. તેથી ખરી રીતે અધર્મી જનો પ્રત્યે રાગાદિ કરવાનું કોઈ જ કારણ નથી. અનાદિકાળના કુસંસ્કારો આત્માને એ દિશામાં જવા દેતા નથી. તેથી જ અધ્યાત્મભાવની પ્રાપ્તિ પણ થતી નથી. જેની સાથે આપણને કોઈ જ સંબંધ નથી, એવા અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ કરીને ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવી શકાશે નહિ. ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવવા માટે અધર્મી જનોની પ્રત્યે ઉપેક્ષા જ સેવવી જોઈએ. આ રીતે સુખી જનોની પ્રત્યે ઈર્ષ્યા, દુ:ખિતોની ઉપેક્ષા, પુણ્ય(સુકૃત) પ્રત્યે દ્વેષ અને અધર્મીને વિશે રાગ-દ્વેષ : આ બધાનો પરિહાર કરનાર અધ્યાત્માર્થી પુણ્યાત્મા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા-આ ચાર આત્મપરિણતિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે. જે પુણ્યાત્માઓને અધ્યાત્મ, ભાવના વગેરે યોગની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, એવા નિષ્પન્નયોગીજનોનું ચિત્ત મૈત્રી વગેરે ભાવોથી રહિત હોય છે અને સદ્બોધવાળું સ્વભાવથી જ પરાર્થની નિષ્પત્તિના સારવાળું હોય છે. એમની દરેક પ્રવૃત્તિ, બીજાના ઉપકારને સ્વભાવથી જ કરવામાં તત્પર હોય છે. પરંતુ જેમને અધ્યાત્માદિ યોગની સિદ્ધિ થઈ નથી એવા યોગારંભક આત્માઓને યોગના અભ્યાસથી જ સુખી જનોની ઈર્ષ્યા વગેરેના ત્યાગ દ્વારા મૈત્રી વગેરે ભાવોની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે “શ્રી વીતરાગપરમાત્માના 66 ruprooters ૧૩ ૧૦ન 10@Y Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમતારક વચનને અનુસરનારા એવા સતત સદાચારનું આચરણ કરનારા શ્રદ્ધાસંપન્ન આત્માઓને યોગના અભ્યાસથી જ મૈત્રી વગેરે ચાર ભાવનાઓ સારી રીતે પરિણમે છે.’’ આથી મૈત્ર્યાદિભાવો આત્મામાં પરિણત થવાથી, અપાયથી રહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે-એ સિદ્ધ થાય છે. આ વિષયને અનુલક્ષીને પતાલિમહર્ષિએ પણ યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે “અનુક્રમે સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાથી(વારંવાર અભ્યાસથી) ચિત્ત શુદ્ધ (સક્લેશથી રહિત) બને 9.". 1196-01| અધ્યાત્મનું ફળ વર્ણવાય છે अतः पापक्षयः सत्त्वं, शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु (तु) ॥१८-८ ॥ “અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે; સત્ત્વ, શીલ અને અપ્રતિપાતી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમ જ આ અધ્યાત્મ જ અનુભવથી સિદ્ધ એવું અમૃત છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘ઔચિત્યાર્...’ ઈત્યાદિ (શ્લોક નં. ૨) શ્લોકમાં જણાવ્યા મુજબના અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિટ કર્મ સ્વરૂપ પાપકર્મનો ક્ષય થાય છે. સામાન્યપણે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મને તેમ જ તેના બંધના કારણભૂત મન-વચન-કાયાના યોગોને પાપ કહેવાય છે. અધ્યાત્મભાવથી એ પાપનો ક્ષય થાય છે. ઔચિત્યપૂર્વકનું વર્તન અને મૈત્ર્યાદિ ભાવોથી પૂર્ણ, pronomenonorror ૧૪ nonpro નાં Page #21 -------------------------------------------------------------------------- ________________ વચનાનુસાર તત્ત્વચિંતનના સમન્વયના કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય એ સમજી શકાય છે. અધ્યાત્મભાવને પામેલા આત્માઓને ઘાતિર્માદિ સ્વરૂપ પાપને પાપસ્વરૂપે સમજવાદિની કોઈ જ તકલીફ નથી. તેઓ પાપના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી પાપનો ક્ષય સરળતાથી કરે છે. દુઃખ આપનારાં કર્મોને પાપ માનવાના બદલે આત્મગુણોનો ઘાત કરનારાં કર્મોને તેઓ પાપ તરીકે માને છે, તે તેમના અધ્યાત્મભાવના કારણે છે. એ રીતે અધ્યાત્મથી પાપકર્મનો ક્ષય થવાથી અંતરાય કર્મ(વીર્યાન્તરાયર્મ)નો પણ ક્ષય થાય છે; તેથી વીર્યનો ઉત્કર્ષ પ્રગટે છે, જેથી અપૂર્વ ઉલ્લાસથી યોગની સાધના થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ વધવાથી ચિત્તસમાધિસ્વરૂપ શીલ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ અનુષ્ઠાનનું ફળ ચિત્તસમાધિ છે. જે કોઈ પણ આપણે કામ કરીએ, એનાથી જે ચિત્તમાં સમાધિ ન રહે અને ચિત્ત અસમાધિથી ત્રસ્ત બને તો ખરી રીતે આપણે કરેલું એ કામ ન કર્યા જેવું જ છે. જે ફળપ્રદ નથી તેને કારણ કઈ રીતે મનાય ? જે મળ્યું છે એ સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી-આ સમાધિ છે. અનુષ્ઠાન કર્યા પછી પ્રાપ્ત થયેલી નિર્જરાને છોડીને બીજી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. યોગમાર્ગની સાધનાનો એ એક જ પ્રભાવ છે કે જેથી ઈચ્છાનો અંત આવે છે. ઈચ્છાનું અસ્તિત્વ જ વસ્તુતઃ ચિત્તની અસમાધિ છે. અધ્યાત્મની પ્રાપ્તિ થવાથી પૌગલિક ઈચ્છાઓ નાશ પામતી જાય છે. તેથી ચિત્તની સમાધિ ઉત્તરોત્તર વધે છે. તે શીલ(સદનુષ્ઠાન)નું કાર્ય હોવાથી શીલસ્વરૂપે તેનું અહીં વર્ણન ક્યું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મભાવની પ્રાપ્તિ થવાથી ઉપર જણાવ્યા મુજબ શીલસ્વરૂપ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ સ્થાને સ્મલના ન પામે એવું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ આવવાથી ઉત્તરોત્તર જ્ઞાન વધે છે. જ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખની ઈચ્છા વગેરે મુખ્યપણે અવરોધ કરે છે. અધ્યાત્મથી એ અવરોધ દૂર થવાથી જ્ઞાનની પ્રાપ્તિ સરળ બને છે. આ પ્રમાણે પાપક્ષય, સત્ત્વ, શીલ અને જ્ઞાનની અધ્યાત્મથી પ્રાપ્તિ થાય છે. તેમ જ આ અધ્યાત્મ જ પોતાના સંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું એવું અમૃત છે. કારણ કે અધ્યાત્મભાવની પરિણતિથી, અત્યંત ભયંકર એવા મોહ સ્વરૂપ વિષના તે તે વિકારો દૂર થાય છે. પ્રસિદ્ધ અમૃત જેમ વિષના વિકારોને દૂર કરે છે, તેમ મોહસ્વરૂપ વિષના વિકારો અધ્યાત્મસ્વરૂપ અમૃતથી નાશ પામે છે. અમૃતનો સ્વભાવ જ છે કે તે વિષની બાધાને દૂર કરે જ. તેમ અધ્યાત્મનો પણ સ્વભાવ જ છે કે તે મોહના વિકારોને દૂર કરે. મોહજન્ય પરિણતિની તરતમતાથી અધ્યાત્મની પરિણતિનો સ્પષ્ટ ખ્યાલ આવતો હોય છે. મોહજન્ય વિકારો જણાતા હોય તો સમજી લેવું જોઈએ કે અધ્યાત્મભાવનો આવિર્ભાવ થયો નથી. જેટલા અંશમાં મોહજન્ય વિકારોનો અભાવ હોય છે, એટલા જ અંશોમાં અધ્યાત્મનો આવિર્ભાવ હોય છે. I૧૮-૮ અધ્યાત્મનું વર્ણન કર્યું. હવે ‘ભાવના’નું વર્ણન કરાય છે अभ्यासो वृद्धिमानस्य, भावना बुद्धिसङ्गतः । Page #23 -------------------------------------------------------------------------- ________________ निवृत्तिरशुभाभ्यासाद्, भाववृद्धिश्च तत्फलम् ॥१८-९॥ “આ અધ્યાત્મનો જ્ઞાનસઙ્ગત, દરરોજ વધતો એવો જે અભ્યાસ છે, તેને ભાવના કહેવાય છે. અશુભ એવા અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ-એ ભાવનાનું ફળ છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્મથી અપ્રતિપાતી શુદ્ઘરત્નના તેજની જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી સફ્કત એવા અધ્યાત્મનો દિવસે દિવસે વધતો જતો જે અભ્યાસ-અનુવર્તન(વારંવાર કરવું) છે, તેને ભાવના કહેવાય છે. અધ્યાત્મનો તાદશ અભ્યાસ જ ભાવના હોવાથી અધ્યાત્મ અને ભાવનાનો વિષય એક જ છે. માત્ર અધ્યાત્મમાં પ્રવૃત્તિ વારંવાર હોતી નથી અને ભાવનામાં એ પ્રવૃત્તિ વારંવાર હોય છે. ભાવના વડે અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. અભ્યાસ, પરિચયસ્વરૂપ છે. વારંવારના સંપર્કથી સામાન્ય રીતે પરિચય થતો હોય છે. જન્મ-જન્મથી કામ, ક્રોધ અને મદ વગેરે આપણા પરિચિત છે. તેનો પરિચય જ અશુભ અભ્યાસ સ્વરૂપ છે. ભાવનામાં વારંવાર અધ્યાત્મની પ્રવૃત્તિ થવાથી પરિચિત અધ્યાત્મના કારણે(ભાવનાના કારણે) અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. શુભ પ્રવૃત્તિ અશુભના અભ્યાસને દૂર કરે છે. આ રીતે અશુભ અભ્યાસથી નિવૃત્ત થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મના અનુવર્તન સ્વરૂપ ભાવનાના પ્રભાવે ચિત્ત શુદ્ધ સાત્ત્વિક ભાવમાં પરિણમે છે. વિષય-કષાયની પરિણતિની મલિનતાનો નાશ થવાથી ચિત્ત પરિશુદ્ધ બને છે. ચિત્તની પરિશુદ્ધિ શુદ્ધસત્ત્વના સમુત્કર્ષ KÖTÜKÖYÜ KÖYÜ KÖYÜKỘT (AU) Tênêtḍne Töne KÖTÜKỘI ૧૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ છે. વિષયકષાયની કાલિમાથી યુક્ત ચિત્ત ભાવોલ્લાસને પ્રાપ્ત કરી શકતું નથી, તેમાં શુદ્ધસાત્વિભાવની અપેક્ષા છે. રજોગુણ કે તમોગુણથી અભિભૂત સત્ત્વગુણ અપરિશુદ્ધ છે. એવા ગુણવાળા ચિત્તમાં ભાવવૃદ્ધિ થતી નથી. આથી સમજી શકાશે કે અશુભની નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ : એ ભાવનાનું ફળ છે. ૧૮-લા ભાવનાના પ્રકાર વર્ણવાય છેज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः । इष्यते पञ्चधा चेयं, दृढसंस्कारकारणम् ॥१८-१०॥ “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદને (પ્રકારને) આશ્રયીને આ ભાવના પાંચ પ્રકારની મનાય છે. અને તે દઢ સંસ્કારની પ્રત્યે કારણ છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ ભાવના ભાવ્યમાન (જેનું પરિભાવન કરવાનું છે તે વિષય જ્ઞાનાદિના કારણે પાંચ પ્રકારની મનાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય મોક્ષનાં અનન્ય સાધન છે. એની સાધનામાં જ યોગની સાધના સમાયેલી છે. જ્ઞાનાદિનું સ્વરૂપ, તેના સાધક, તેના બાધક, તેના પ્રકારો અને તેનું ફળ... ઈત્યાદિની વિચારણા મુખ્ય રીતે ભાવનામાં કરાય છે, તેથી તે ભાવ્યમાન પાંચને લઈને ભાવનાના પણ પાંચ પ્રકાર મનાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભાવનાના આ પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે. દઢ એવા સંસ્કારનું ભાવના કારણ છે. જલદીથી સ્મરણના કારણભૂત સંસ્કારને દઢ સંસ્કાર કહેવાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવનાના કારણે સંસ્કારમાં દઢતા આવે છે. ભાવના સંસ્કારવિશેષ સ્વરૂપ છે. તૈથી પટુત(વિશિષ્ટ) ભાવનાની ઉત્પત્તિ થતી હોય છે. અભ્યાસથી સંસ્કાર, સંસ્કારથી સ્મૃતિ અને તેથી દઢતર સંસ્કાર-આ મથી સમજી શકાશે કે ભાવના, પટુતર ભાવનાનું કારણ છે. ૧૮-૧ના હવે ધ્યાનનું નિરૂપણ કરાય છેउपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् । शुभैकप्रत्ययो ध्यानं, सूक्ष्माभोगसमन्वितम् ॥१८-११॥ ઉપયોગ(જ્ઞાનવિશેષ)ને વિશે વિજાતીયવિષયક પ્રત્યયના વ્યવધાનથી રહિત પ્રશસ્ત એક વિષયના બોધને ધ્યાન કહેવાય છે, જે સૂક્ષ્મ પદાર્થની વિચારણાથી યુક્ત હોય છે.'-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગમાર્ગની સાધના પછી જ આત્માને ધ્યાનસ્વરૂપ ત્રીજા યોગના પ્રકારની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરીને કરાતી તત્ત્વવિચારણા અધ્યાત્મ છે અને તેનો અભ્યાસ ભાવના છે. તેવા પ્રકારની તત્ત્વવિચારણાથી જે બોધવિશેષ થાય છે તે જ્ઞાનવિશેષસ્વરૂપ જ ધ્યાન છે. સ્થિરદીપના જેવું ધારાલક્સ એવું જે જ્ઞાન હોય છે, તે અહીં ઉપયોગ તરીકે વિવક્ષિત છે. આમ પણ સામાન્ય રીતે જ્ઞાનની પરંપરા(ચિસંતતિ) સ્વરૂપ ધ્યાન પ્રસિદ્ધ છે. યોગસ્વરૂપ ધ્યાનને વર્ણવતાં અહીં ફરમાવ્યું છે કે ધારાલગ્ન Page #26 -------------------------------------------------------------------------- ________________ એવા જ્ઞાનને(ઉપયોગને) વિશે તેના વિષયથી ભિન્ન (વિજાતીય) એવા વિષયનો સંચાર થવાથી તે જ્ઞાનની ધારાનો વિચ્છેદ થાય છે. તે વિચ્છિન્ન જ્ઞાનની ધારા જ્યારે કાલાન્તરે પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગને વિશે તેના વિચ્છેદ કરનાર એવા વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી સગત એવો બોધ થાય છે. પરંતુ સ્થિર દીપક જેવા ધારાલગ્ન જ્ઞાનને વિશે તાદશ વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી રહિત એવો બોધ (અવ્યવધાનભાફ બોધ) હોય છે. કહેવાનો આશય એ છે કે ધ્યાનસ્વરૂપ જ્ઞાન ધારાલગ્ન સ્થિરદીપકની જેમ એક વિષયમાં સ્થિર હોય છે. એમાં બીજા વિષયનો સંચાર થાય તો તે ધ્યાનનો વિચ્છેદ થવાથી લક્ષ્ય ચૂકી જવાના કારણે અલક્ષ્યકાળ ઉપસ્થિત થાય છે. એવા અલક્ષ્યકાળનું પણ ધ્યાનમાં વ્યવધાન(અન્તરિતત્વ) હોતું નથી. આવું અપ્રશસ્તધ્યાનમાં આપણને અનુભવગમ્ય છે. અર્થ-કામાદિના ધ્યાનમાં અનવરત ધારા ચાલતી જ હોય છે. વચ્ચે ધર્માદિના વિષયથી પણ (અલક્ષ્યકાળથી પણ) તેમાં વ્યવધાન નડતું નથી. બાહ્ય પ્રશસ્ત પ્રવૃત્તિ વખતે પણ અપ્રશસ્ત વિષયનું ધ્યાન અનવરત ચાલતું હોય છે. અહીં યોગસ્વરૂપ ધ્યાનનું નિરૂપણ હોવાથી તાદશ જ્ઞાનમાં થતો બોધ પ્રશસ્ત એક જ વિષયક બોધ હોય છે. તેવા જ બોધને ધ્યાનસ્વરૂપ યોગ કહેવાય છે. એ બોધ સૂક્ષ્માભોગથી સારી રીતે યુક્ત હોય છે. સૂક્ષ્મબુદ્ધિથી જણાતા અર્થને અહીં સૂક્ષ્માર્થ કહેવાય છે. વસ્તુના ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય(સ્થિતિ) વગેરે સૂક્ષ્મ અર્થની વિચારણાથી યુક્ત ધ્યાનાત્મક બોધ હોય છે. જાણવું અને સમજવું: એ બેમાં છાણા થાણા કાણા) કાણા ભાણ છે Page #27 -------------------------------------------------------------------------- ________________ જે વિશેષ છે તે સમજી શકનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તે સમજી શકશે. ૧૮-૧૧। ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાય જણાવાય છે खेदोवेगभ्रमोत्थानक्षेपासंगान्यमुद्ररुजाम् । त्यागादष्टपृथक्चित्तदोषाणामनुबन्ध्यदः ।।१८-१२। “ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસઙ્ગ, અન્યમુદ્ અને રોગ; આ આઠ પૃથક્ ચિત્તદોષોના ત્યાગથી ધ્યાન, ઉત્તરોત્તર વૃદ્ધિમ ્ બને છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખેદ વગેરે આઠ દોષો ચિત્તના છે. એનાથી યુક્ત ચિત્ત, યોગની પ્રાપ્તિમાં અવરોધ કરે છે. તેથી યોગના અર્થીએ તેનો ત્યાગ કરવો જોઈએ. ખેદ, ઉદ્વેગ અને ભ્રમ વગેરે દોષોનું વર્ણન હવે પછીના શ્લોકોથી કરાશે. એ આઠ દોષો જુદા જુદા ચિત્તના છે. યોગી જનોનું મન જ અહીં ચિત્તસ્વરૂપે વર્ણવ્યું છે. યોગી જનોને આશ્રયીને ચિત્ત, સામાન્યથી આઠ પ્રકારનું છે. તે તે ખેદાદિ દોષના પરિહારથી તે તે ચિત્ત જુદું જુદું બને છે. તેથી ખેદાદિ દોષો પૃથચિત્તદોષો છે. એ દોષોનો પરિહાર કરવાથી ધ્યાનસ્વરૂપ યોગ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે, અર્થાદ્ અનુબંધવાળો બને છે. જોકે આ “બ્રેવોદે ક્ષેપોત્થાન પ્રાયન્યમુદુવાસા: । યુનિ ફ્રિ વિજ્ઞાનિ પ્રવન્યતો વર્જયેન્દ્રતિમાન્ ।'' આ રીતે શ્રી ષોડશકપ્રકરણાદિમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રુગ્ અને આસઙ્ગ-આ પ્રમાણે દોષોનો ક્રમ છે. @x ૨૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ એનાથી જુદી રીતે એનો ક્રમ અહીં છન્દની અનુકૂળતાના કારણે જણાવ્યો છે. છંદની(અનુદુમ્ છન્દની) રચનાનો ભંગ ન થાય : એ માટે એ ક્રમનું ઉલ્લંઘન કર્યું છે. યોગની આઠ દષ્ટિઓને અનુલક્ષીને એક એક દષ્ટિમાં જે જે દોષનો વિગમ થાય છે તેને અનુલક્ષીને એ ક્રમ છે. અહીં તો માત્ર સાનુબંધ ધ્યાનાત્મક યોગની પ્રાપ્તિ માટે દોષોના પરિવારની કારણતાનું વર્ણન કરવાનું તાત્પર્ય હોવાથી સામાન્યથી આઠ દોષોને જણાવીને તેના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી કમબદ્ધ જ નિરૂપણ કરવું જોઈએ એવું ન હોવાથી કમવ્યત્યય દોષ નથી. ૧૮-૧૨ પહેલા ખેદોષનું નિરૂપણ કરાય છેप्रवृत्तिजः क्लमः खेदस्ततो दाढ्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र, कृषिकर्मणि वारिवत् ॥१८-१३॥ પ્રવૃત્તિ-ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કલમ(માનસિક દુ:ખજનક થાક)ને ખેદ કહેવાય છે. તે ખેદને લઈને ચિત્તની દઢતા પ્રાપ્ત થતી નથી. ખેતીના કાર્ય માટે પાણીની જેમ યોગની પ્રાપ્તિ માટે ચિત્તની દઢતા, મુખ્ય હેતુ છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા આઠ દોષોમાં પહેલો દોષ ખેદ છે. સામાન્ય રીતે મોક્ષ માટે વિહિત કરાયેલી ક્રિયા કરતી વખતે જે ક્લમ થાય છે તેને ખેદ કહેવાય છે. થાક, પરિશ્રમ, પ્રયાસ... વગેરેને ક્લમ કહેવાય છે. કોઈ પણ કામ કરીએ તો પરિશ્રમ પડવાનો જ, પરંતુ પશ્ચિમ બે પ્રકારના હોય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ એક પરિશ્રમ થયા પછી મનને આનંદપ્રદ થાય છે અને બીજો પરિશ્રમ(પ્રયાસ) માનસિક દુઃખના અનુબંધનું કારણ બને છે. જે ક્રિયા કર્યા પછી અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય છે, ત્યારે તે ક્રિયાના કારણે થયેલો કલમ(પરિશ્રમ-પ્રયાસ); માનસિક દુઃખનો અનુબંધી થતો નથી. પરંતુ જ્યારે ક્યિાથી અભીષ્ટની સિદ્ધિ થતી નથી, ત્યારે તે યિાજનિત કલમ ખેદસ્વરૂપ મનાય છે. અર્થ-કામાદિની પ્રવૃત્તિમાં પરિશ્રમ થવા છતાં ખેદ થતો નથી અને ધર્માદિની પ્રવૃત્તિમાં અલ્પ પરિશ્રમ થવા છતાં ખેદ થાય છે-એ આપણા અનુભવની વાત છે. ધર્માદિની પ્રવૃત્તિથી નિર્જરા પ્રાપ્ત કરવાનો આશય સેવ્યો હોત તો ખેદ થાત નહિ. ધર્માદિની પ્રવૃત્તિથી સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ કરવાનો આશય હોય અને તેમ ન બને એટલે પરિશ્રમ, માનસિક દુઃખનો અનુબંધ કરે-એ સ્પષ્ટ છે. વર્ષોથી કરવા છતાં ખેદ ન થાય અને કોઈ વાર જ કરવા છતાં ખેદ થાય એમાં જે હેતુ છે તેનો વિચાર કરવાથી સમજી શકાશે કે ખેદનું મુખ્ય કારણ નિર્જરાના અર્થીપણાનો અભાવ છે. આ ખેદને લઈને, પ્રણિધાનથી થનારી જે મન-વચનકાયાની એકાગ્રતા સ્વરૂપ દઢતા છે તે ચિત્તમાં આવતી નથી. સામાન્ય રીતે ક્રિયાથી પ્રાપ્ત થનારા વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાના આશયથી વિહિત રીતે ક્યિા કરવાના સંકલ્પને (અધ્યવસાયને) પ્રણિધાન કહેવાય છે. એ પ્રણિધાનથી ક્રિયામાં મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, તે દઢતા સ્વરૂપ છે. ચિત્તની દઢતા ફળની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. ખેતીના કાર્યમાં ફળની નિષ્પત્તિ માટે જેમ પાણી મુખ્ય કારણ Page #30 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ અહીં યોગની સિદ્ધિમાં ચિત્તની દઢતા અસાધારણ કારણ છે. જે ખેદદોષના અભાવમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણને વિશે જણાવ્યું છે કે “ખેદ નામનો દોષ હોતે છતે ચિત્તની દઢતા ન હોવાથી સુંદર પ્રણિધાન હોતું નથી. ખેતીના કાર્યમાં પાણીની જેમ આ સુંદર એવું પ્રણિધાન યોગની સિદ્ધિમાં અસાધારણ કારણ જાણવું.” ૧૮-૧૩ બીજા ઉદ્ધગદોષનું નિરૂપણ કરાય છેस्थितस्यैव स उद्वेगो, योगद्वेषात् ततः क्रिया । राजविष्टिसमा जन्म, बाधते योगिनां कुले ॥१८-१४॥ “યોગમાર્ગમાં પ્રવૃત્ત ન થનારનો જ તે ક્લમ ઉગ છે. તેથી યોગદ્વેષથી થનારી યોગક્યિા રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. જેના ફળસ્વરૂપે યોગીઓના કુળમાં જન્મ બાધિત થાય છે, અર્થા યોગીકુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલા ખેદના કારણે ભવિષ્યમાં યોગની પ્રવૃત્તિ ન થાય ત્યારે ખેદ વખતનો જે કલમ છે, તે યોગમાં અપ્રવૃત્ત આત્માનો છે તેને જ ઉગ કહેવાય છે. ખેદ વખતે પ્રવૃત્તિ હોય છે અને ઉગ વખતે વાસ્તવિક રીતે પ્રવૃત્તિ હોતી નથી. ઉગ નામનો દોષ હોતે છતે યોગ પ્રત્યે દ્વેષ હોવાથી ગુર્નાદિકના અનુરોધે જ્યારે પણ યોગની ક્રિયા થાય ત્યારે તે યોગના અનાદરથી પરવશતાએ થયેલી તે તે યોગની ક્રિયા, Page #31 -------------------------------------------------------------------------- ________________ રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. રાજા દ્વારા નિયુક્ત અનુષ્ઠાન કરતી વખતે જેમ ઉલ્લાસ ન હોવાથી ક્રિયામાં બહુ ભલીવાર આવતો નથી તેમ જ રાજાએ કહ્યું છે માટે કર્યા વિના ચાલે એવું નથી; આવી પરવશતાએ કરાતાં કાર્યમાં જેમ વેઠ ઉતારવાનું જ બનતું હોય છે તેમ ઉદ્વેગના કારણે જ્યાં પણ યોગની ક્રિયાઓ પરવશપણે કરવી પડે છે, ત્યાં વેઠ ઉતાર્યાં જેવી જ ક્રિયાઓ થાય છે. તેથી રાવિષ્ટિસમાં યિા-આ પ્રમાણે ઉચિત જ જણાવ્યું છે. આ રીતે ઉદ્વેગદોષના કારણે થતી ક્રિયાથી યોગના અનાદરના કારણે ઉત્પન્ન થયેલા યોગદ્વેષને લઈને શ્રદ્ધાસંપન્ન ચોગી જનોના કુળમાં જન્મનો પ્રતિબંધ થાય છે. કારણ કે અનાદરથી કરેલી યોગક્રિયા યોગી જનોના કુળમાં જન્મનો બાધ કરનારી છે–એવો નિયમ છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-‘‘ઉદ્વેગ હોતે છતે યોગ પ્રત્યેના દ્વેષથી અનાદરપૂર્વક યોગની ક્રિયા કરવાનું, વેઠ ઉતારવા જેવું થાય છે. તેથી સારી રીતે યોગી જનોના કુળમાં તેના જન્મનો બાધ થાય છે, એમ યોગના જાણકારોનું માનવું છે.” .. 1196-9811 ત્રીજા ભ્રમદોષનું વર્ણન કરાય છેभ्रमोऽन्तर्विप्लवस्तत्र, न कृताकृतवासना । तां विना योगकरणं, प्रस्तुतार्थविरोधकृत् ॥ १८-१५॥ “ચિત્તના વિપર્યયને ભ્રમ કહેવાય છે. એ હોતે છતે યોગના વિષયમાં ‘આ મેં કર્યું અથવા આ મેં ન કર્યું” ઈત્યાદિ rotectorrent ૨૫ માર Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર પડતા નથી. અને એ સંસ્કાર વિના કરાતી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિના વિરોધને કરનારી બને છે.’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અંતર્વિપ્લવ એટલે ચિત્તનો વિપર્યય. તથી ભિન્ન-અતમાં જે તદ્નો ગ્રહ(જ્ઞાન) થાય છે; તેને ભ્રમ કહેવાય છે. શુક્તિ(છીપ)માં રજત(ચાંદી)નું જે જ્ઞાન થાય છે, તે ભ્રમ છે. તે ભ્રમસ્વરૂપ દોષ હોતે છતે ‘આ મેં કર્યું અને આ મે ન કર્યું...' ઈત્યાદિ સ્વરૂપ વાસના(સંસ્કાર) ઉત્પન્ન થતી નથી. વિભ્રમ(ભ્રમ)સ્વરૂપ દોષના કારણે સાચા સંસ્કારોનો નાશ થવાથી અથવા તો વિપરીત-મિથ્યા સંસ્કાર ઉત્પન્ન થવાથી ઉપર જણાવ્યા મુજબ કૃતાકૃતાદિવિષયક સંસ્કાર પડતા નથી. તેવા પ્રકારના સંસ્કારથી રહિત એવી યોગની પ્રવૃત્તિ કરવાથી યોગની સિદ્ધિ સ્વરૂપ પ્રકૃત અર્થની સિદ્ધિ થતી નથી પરંતુ તેનો વિરોધ થાય છે. અર્થાત્ તેવી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિનો વિરોધ કરનારી બને છે. કારણ કે સંસ્કારથી રહિત યોગ(યોગની પ્રવૃત્તિ); તેવા પ્રકારના અયોગ(યોગસિદ્ધિના અભાવ)માં જ કારણ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એના વિશે ફરમાવ્યું છે કે-‘વિભ્રમદોષથી કૃત અથવા અકૃતના વિષયનો સંસ્કાર ભ્રમાત્મક બને છે. પ્રમાત્મક તાદશ સંસ્કારના અભાવમાં યોગની પ્રવૃત્તિ કરવાનું, યોગની સિદ્ધિનું વિરોધી બને છે. તેમ જ અનિષ્ટ ફળને આપનારું બને છે.”... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૧૫।। ૨૬ narend Page #33 -------------------------------------------------------------------------- ________________ હવે ઉત્થાન નામના દોષનું નિરૂપણ કરાય છેप्रशान्तवाहिताभाव, उत्थानं करणं ततः । त्यागानुरूपमत्यागं, निर्वेदादतथोदयम् ॥१८-१६॥ “પ્રશાન્તવાહિતાના અભાવને ઉત્થાન કહેવાય છે. એ ઉત્થાનદોષને લઈને યોગકરણ, અત્યાચસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં યોગને ઉચિત વિપાકવાળું ન હોવાથી ત્યાગને અનુરૂપ જ છે.'-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પ્રશર્મકવૃત્તિની પરંપરાના અભાવને પ્રશાન્તવાહિતાનો અભાવ કહેવાય છે. મન, પાંચ ઈન્દ્રિયો અને હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોની ઉદ્રિત અવસ્થાના કારણે પ્રશમઅવસ્થાનો અભાવ થાય છે. વિષય અને કષાયની પરિણતિની મંદતાદિને લઈને પ્રશમાવસ્થા પ્રાપ્ત થતી હોય છે. મન અને ઈન્દ્રિયોની ઉદ્રિક્ત અવસ્થા આત્માને વિષયકષાયની પરિણતિને પરવશ બનાવે છે. તેથી પ્રશર્મકવૃત્તિની પરંપરાનો અભાવ થાય છે અને આત્મા તેવા પ્રકારની વિષયકષાયની પરિણતિમાં સતત લીન બને છે. આત્માની મૂળભૂત અવસ્થા પ્રશમ સ્વરૂપ (ષાયાદિથી રહિત) છે. કર્મપરવશ એ સ્વરૂપ આવૃત્ત છે. કર્મવિપાકે જીવ જો કર્મના વિપાકને આધીન ના બને તો પ્રશર્મવૃત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કર્મબંધાદિને રોક્વા માટે પ્રશમવૃત્તિને જ રાખવાનું ખૂબ જ આવશ્યક છે. વિષયકષાયની પરિણતિનાં નિમિત્તોથી સર્વદા દૂર રહેવાનો પ્રયત્ન કર્યા વિના આત્માની એ વિશુદ્ધ અવસ્થાનો આવિર્ભાવ શક્ય નહિ બને. પ્રથમવૃત્તિની જ પરંપરાથી ધ્યાનની પ્રાપ્તિ થતી હોય છે. વચ્ચે વચ્ચે પ્રથમવૃત્તિ Page #34 -------------------------------------------------------------------------- ________________ આવવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી પ્રશર્મકવૃત્તિસંતાન(અવિરત પરંપરા)ની આવશ્યક્તા છે. તસ્વરૂપ પ્રશાંતવાહિતા છે. તેના અભાવે મન અને ઈદ્રિયોની ઉદ્રિતતાથી(નિયંત્રણરહિત અવસ્થાથી) જીવમાં પૂર્વેના દોષોનો આવિર્ભાવ થાય છે. માણસ ગમે તેટલો પ્રાજ્ઞ હોય પરંતુ જ્યારે તે મદથી અવષ્ટબ્ધ(વિવશ) બને છે ત્યારે તેમાં જેમ અવિવેકાદિ દોષોનો ઉદ્ભવ થાય છે, તેમ પ્રશાંત- વાહિતાનો અભાવ હોતે છતે આત્મામાં મન વગેરેની ઉદ્રિક્ત અવસ્થાથી મોહજન્ય વિકારાદિ દોષોનું ઉત્થાન થાય છે. તેથી અહીં તાદશ પ્રશાંતવાહિતાના અભાવ સ્વરૂપ જ ઉત્થાન નામનો ચોથો દોષ છે. ઉત્થાનદોષને લઈને જ્યારે પણ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે તે પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષના કારણે પરિહાર કરવા માટે જ ઉચિત બને છે. કારણ કે દોષયુક્ત પ્રવૃત્તિથી કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. કથંચિદ્ર યોગની તે પ્રવૃત્તિ હોવાથી ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાય નહિ તોપણ તે અત્યાચસ્વરૂપ યોગની પ્રવૃત્તિ તથોદયા નથી. યોગની ઉચિત પ્રવૃત્તિથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે પ્રવૃત્તિને તથોયા કહેવાય છે. ઉત્થાનદોષથી સહિત જે પ્રવૃત્તિ છે તે તથયા નથી. તે પ્રવૃત્તિથી, યોગોચિત પ્રવૃત્તિથી જન્ય એવા વિપાક-ફળનો ઉદય(પ્રામિ) થતો નથી. કારણ કે આ પ્રવૃત્તિ નિર્વેદથી થયેલી છે. પ્રશાન્તવાહિતાસ્વરૂપ એક વૃત્તિનો અહીં ભંગ થયો છે. તેને ખેદસ્વરૂપ નિર્વેદ કહેવાય છે. પ્રવૃત્તિમાં સાતત્ય ન હોય ત્યારે ત્યાં ખેદ-નિર્વેદ હોય જ-એ સમજી શકાય છે. આ વિષયને જણાવતાં શ્રી ષોડશપ્રકરણમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ફરમાવ્યું છે કે-“ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદના કારણે કરાયેલી યોગની પ્રવૃત્તિ અકરણના ફળને સદાને માટે આપનારી બને છે. એ પ્રવૃત્તિ અત્યાચસ્વરૂપ હોવા છતાં ત્યાગને ઉચિત છે-એમ પોતાના આગમમાં પણ જણાવ્યું છે.” I૧૮-૧૬ પાંચમા ક્ષેપદોષનું સ્વરૂપ વર્ણવાય છેक्षेपोऽन्तरान्तरान्यत्र, चित्तन्यासोऽफलावहः । शालेरपि फलं नो यद्, दृष्टमुत्खननेऽसकृत् ॥१८-१७॥ “યોગની પ્રવૃત્તિના કાળમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તનો જે વિન્યાસ(જોડવું) છે, તેને લેપ કહેવાય છે, જે યોગથી જન્ય એવા ફળનો જનક બનતો નથી. કારણ કે વારંવાર ઉખેડવામાં ડાંગરથી પણ ફળની પ્રાપ્તિ થતી દેખાતી નથી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કોઈ પણ એક વિવક્ષિત પ્રવૃત્તિ કરવાના સમયમાં વચ્ચે વચ્ચે તેને છોડીને (યોગની તે પ્રવૃત્તિથી અન્ય કોઈ પણ) બીજી પ્રવૃત્તિ કરવાથી ક્ષેપ દોષ પ્રાપ્ત થાય છે. જેમ કે ગાથા કરતી વખતે વચ્ચે વચ્ચે પડિલેહણ કરવી, બીજું પુસ્તક વાંચવું, વાતો કરવી વગેરે પ્રવૃત્તિમાં ચિત્તને જોડવામાં આવે છે, તે ક્ષેપ નામનો દોષ છે. તેથી જેમ ગાથા આવડતી નથી તેમ યોગથી પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાતને દષ્ટાંતથી શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાય છે. એનો આશય એ છે કે શાલિ અર્થી વ્રીહિ(ડાંગર)ને વાવ્યા પછી તેના છોડવા થાય ત્યારે તેને ત્યાંથી ઉખેડીને Page #36 -------------------------------------------------------------------------- ________________ બીજે વાવવા પડે છે. પછી જ તે ડાંગરને આપવા સમર્થ બને છે. આ રીતે એક વાર શાલિનું ઉત્પનન(ઉખેડવું) થાય તે ઉચિત છે. પરંતુ વારંવાર તેનું ઉત્પનન(ઉત્પાદન) કરવામાં આવે તો તે ફળપ્રદ બનતું નથી. તેવી જ રીતે વિવણિત કોઈ એક સ્વાધ્યાયાદિ યોગની પ્રવૃત્તિમાં ચિત્તને જોડ્યા પછી વારંવાર તેને બીજી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો તેથી ક્ષેપ દોષને લઈને યોગની પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થતું નથી-એ સમજી શકાય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે-“પદોષ હોતે છતે પણ ચિત્તનો પ્રબંધ (એક સ્થાને લાગી રહેવું) ન હોવાથી ક્યારે પણ યોગની પ્રવૃત્તિ, ઈષ્ટ ફળની સમૃદ્ધિ(સંપ્રાતિ) માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી શાલિ(ડાંગરનો છોડ) પણ પુરુષોને ફળ પ્રાપ્ત કરાવી શક્તો નથી.” I૧૮-૧ળા આસદોષનું નિરૂપણ કરાય છેआसङ्गः स्यादभिष्वङ्गस्तत्राऽसङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ॥१८-१८॥ “અભિધ્વડુ(અભિનિવેશ)સ્વરૂપ આસદોષ છે. તે વિદ્યમાન હોતે છતે અસક્રિયા જ થતી નથી. તેથી આ આસ નામનો દોષ વિવક્ષિત-અધિકૃત (જે જે ગુણસ્થાનક હોય તે તે ગુણસ્થાનકને તે તે આત્માનું અધિકૃત ગુણસ્થાનક કહેવાય છે.) ગુણસ્થાનકે જ સ્થિતિને કરાવે છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અભિષ્યને આસદોષ Page #37 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. આ અનુષ્ઠાન જ સારું છે' આવા પ્રકારના નિયત અભિનિવેશને અભિવૂડુ કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલાં પરમતારક બધાં જ અનુષ્ઠાનો મોક્ષસાધક છે. એમાંથી આપણને જે અનુકૂળ પડે તે અનુષ્ઠાન જ સારું છે-એવું લાગે તે એક જાતનો અભિનિવેશ છે. એથી બીજાં અનુષ્ઠાનો પ્રત્યે અરુચિ અને અનાદરભાવ વ્યક્ત થાય છે. અનુષ્ઠાન સારું લાગે એ દોષ નથી, પરંતુ વિવક્ષિત એક જ અનુષ્ઠાન સુંદર લાગે તે દોષ છે. એ દોષને લઈને અસંગક્રિયા જ થતી નથી. અભિજ્વથી રહિત અનવરત(નિરંતર-સતત) પણે થતી ક્રિયા(પ્રવૃત્તિ)ને અસહક્રિયા કહેવાય છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસવું ભેદથી અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. અસ-અનુષ્ઠાન(ષિા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આસ-દોષના કારણે અસદિયા જ અવરોધાય છે. તેથી યોગના ફળને પામવાનું શક્ય ન જ બને તે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આસફદોષને સેવનાર જે ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ રહી શકે છે. પરંતુ તેની પછીના ગુણસ્થાનકને તે પ્રાપ્ત કરી શક્તો નથી. જે છે તે જ સારું છે એવું લાગે તો તેના કરતાં સારું ન જ મળે : એ સ્પષ્ટ છે. તેથી મોહનીયકર્મની મંદતા કે ક્ષયોપશમાદિની અવસ્થા જ સુંદર જણાય તો મોહનું સર્વથા ઉમૂલન કરી કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ગુણસ્થાનક સમર્થ બનતું નથી. તેથી તાત્ત્વિક રીતે આસદોષથી અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે માત્ર તે તે ગુણસ્થાનકે સ્થિતિ બની રહે એ માટે અનુષ્ઠાન કરવાનું ઈષ્ટ નથી. પરંતુ ઉત્તરોત્તર ગુણસ્થાનકની Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન પામવાના આશયથી અનુષ્ઠાન પ્રારબ્ધ હતું. પણ એ આશય આસફદોષના કારણે પૂર્ણપણે સફળ બનતો નથી. આથી સમજી શકાશે કે આસફદોષથી સહિત થતું અનુષ્ઠાન તત્ત્વની રીતે જોઈએ તો ફળથી શૂન્ય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે-“આસદોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત કરાતું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સ વિના નિરંતર કરવા યોગ્ય છે. તેથી આસયુક્ત આ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસફસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” ૧૮-૧૮ાા અન્યમુદ્દોષનું વર્ણન કરાય છેविहितेऽविहिते वार्थेऽन्यत्र मुत्प्रकृतात् किल । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभात्यनादरविधानतः ॥१८-१९॥ “પ્રકૃત (વિવક્ષિત - કરવા લીધેલા) અનુષ્ઠાનને છોડીને બીજે વિહિત કે અવિહિત અનુષ્ઠાનમાં જે પ્રીતિ થાય છે, તે અન્યમુદ્દોષ છે. તેથી અત્યંત અનાદરપૂર્વક અનુષ્ઠાન થતું હોવાથી ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વર્ષા કરવા જેવું થાય છે.'-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કરવા ધારેલ(પ્રસ્તુત) અનુષ્ઠાનવિશેષને છોડીને બીજા કોઈ પણ શાસ્ત્રવિહિત કે શાસ્ત્રાવિહિત અનુષ્ઠાનને વિશે જે પ્રીતિ થાય છે તેને અન્યમુદ્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ નામનો દોષ કહેવાય છે, જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અઠ્ઠારાની વૃષ્ટિ સમાન છે. જે અનુષ્ઠાન મોક્ષને આપનારું છે, તેને બાળી નાખવાનું કામ આ અન્યમુદ્ નામનો દોષ કરે છે. વાત સમજાય એવી છે. જે કરીએ છીએ તેનાથી અન્ય પ્રત્યે પ્રીતિ હોય તો સ્પષ્ટ જ છે કે જે કરાય છે, તે અત્યંત અનાદરપૂર્વક જ થવાનું. આથી કોઈ પણ ફળની સિદ્ધિ કઈ રીતે થાય ? કારણ કે અન્યમુદ્દોષને લઈને કરાતા અનુષ્ઠાન પ્રત્યે ઉત્કટ અબહુમાન છે. અવસરને ઉચિત કરાતા અનુષ્ઠાન પ્રત્યે રાગનો અભાવ હોવાથી અને જેની પ્રત્યે રાગ(પ્રીતિ) છે તેનો અવસર ન હોવાથી વિદ્ધ અનુષ્ઠાન પ્રત્યે રાગ છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે પ્રતિનિયત કાળે કરવાનાં તે તે અનુષ્ઠાનોને વિશે જ્યારે કથા-શ્રવણાદિના અનુરાગથી અથવા તો વિઠ્યાદિ, પ્રમાદ વગેરેમાં ચિત્ત આસક્ત બનવાના કારણે અનાદર થાય છે ત્યારે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો અન્યમુદ્દોષથી દુષ્ટ બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનંતજ્ઞાનીઓએ જે કાળે જે અનુષ્ઠાનો વિહિત ક્યાં છે, તે અનુષ્ઠાનો તે કાળે જ કરવાં જોઈએ. આપણને ગમે કે ના ગમે પરંતુ તે તે અનુષ્ઠાનો તે તે કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રણિધાન છે. અનુષ્ઠાન પ્રત્યેની આપણી પ્રીતિ એવી તો ના જ હોવી જોઈએ કે જેથી તે તે અનુષ્ઠાન પ્રત્યે અત્યંત અનાદરભાવ લાવે. અનુષ્ઠાનની પ્રીતિ અનુષ્ઠાનાંતરના અનાદરનું કારણ બને તો તે અારાજેવી છે. બીજ ઉપર અારા પડે તો જેમ બીજ બળી જાય છે અને તેથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી તેમ યોગની સાધનાના વિષયમાં પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ અન્યમુદ્ નામના દોષથી મોક્ષનાં સાધન, ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવવા સમર્થ બનતાં નથી. શ્રી ષોડશકપ્રકરણમાં અન્યમુદ્દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“અન્યમુદ્દોષ હોતે છતે પ્રકૃતિ અનુષ્ઠાનને છોડીને બીજાં અનુષ્ઠાનને વિશે રાગ હોવાથી પ્રકૃતિ અનુષ્ઠાનને વિશે અર્થતઃ(પરિણામે) અનાદરભાવ જાગે છે, જે મહાન અપાયસ્વરૂપ છે, સર્વ અનર્થનું નિમિત્ત છે અને પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન ઉપર અારાની વૃષ્ટિ સ્વરૂપ બને છે.” તેનો આશય ઉપર જણાવ્યો છે../૧૮-૧૯તાં. દોષનું વર્ણન કરાય છેरुजि सम्यगनुष्ठानोच्छेदाद् वन्ध्यफलं हि तत् । एतान् दोषान् विना ध्यानं, शान्तोदात्तस्य तद्धितम् ॥१८-२०॥ નામનો દોષ હોતે છતે સમ્ય(સ) અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી તે અનુષ્ઠાન ફળથી રહિત બને છે. તેથી ખેદ, ઉગ... વગેરે દોષો ન હોય તો ક્રોધાદિથી રહિત એવા શાંત અને ઉદાત્ત યોગીઓને ધ્યાન હિતકર છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન આપણે કરતા હોઈએ તે અનુષ્ઠાનમાં અતિચાર કે અનાચાર લાગે ત્યારે તે અનુષ્ઠાનને પીડા કે ભંગ સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે, તેને રુન્ નામનો દોષ કહેવાય છે. ધાન્ય(અનાજ)ની નિષ્પત્તિ વખતે રોગ લાગુ પડવાથી જેમ ધાન્યની નિષ્પત્તિ થતી નથી. વાવેલાં બીજ અને ઊગેલા છોડ નકામાં થઈ જાય છે તેમ અતિચારવાળા કે અનાચારવાળાં Page #41 -------------------------------------------------------------------------- ________________ (ખંડિત કે ભગ્ન) અનુષ્ઠાનો તદ્દન નકામાં થઈ જાય છે. તેનું કારણ રુ દોષ છે. આ દોષના કારણે સદનુષ્ઠાન (સમ્યગનુષ્ઠાન)નું અનુષ્ઠાનત્વ(પોતાનું સ્વરૂપ) જ વિલય પામે છે. વસ્તુ, પોતાનું કાર્ય જ ન કરી શકે તો વાસ્તવિક રીતે તેમાં વસ્તુત્વ જ રહેતું નથી. ખંડિત કે ભગ્ન ઘડાને ઘડો માનવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે તેમાં પાણી ભરવાનું શક્ય નથી. આવી જ રીતે ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન રોગ દોષથી દુષ્ટ હોવાથી તેનું વાસ્તવિક કોઈ જ ફળ નથી. ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન બળાત્કારે થતું હોય છે. પોતાની ઈચ્છાથી એ અનુષ્ઠાન થતું નથી. આશય એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ નિરતિચાર અનુષ્ઠાન કરવાની ઈચ્છા હોય તો તે અનુષ્ઠાન તે રીતે કરવાનું અશક્ય નથી. આમ છતાં એ શક્ય ના બને તો માનવું રહ્યું કે અનુષ્ઠાન કરનારને તેવી ઈચ્છા નથી. “અનુષ્ઠાન ક્યાં વિના ચાલે એવું નથી એમ માનીને અનુષ્ઠાન કરવામાં આવે તો તે બળાત્કારે-પરાણે જ થવાનું, જેનું વાસ્તવિક કોઈ પ્રયોજન નથી. શ્રી ષોડશપ્રકરણમાં (૧૪-૧૦) (રોગ) નામના દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“રુદોષ હોતે જીતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈન્ટ(ર્મનિર્જરાદિની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ જ છે, માટે તે વંધ્ય ફળવાળું છે.” તેથી સ્પષ્ટ છે કે ઉપર વર્ણવેલા ખેદ, ઉદ્વેગ... વગેરે દોષોના અભાવે ક્રોધ, લોભ વગેરે વિકારથી રહિત એવા યોગી જનોને જ કુશલાનુબંધી(ઉત્તરોત્તર વિશિષ્ટ ફળને Page #42 -------------------------------------------------------------------------- ________________ આપવાવાળું) ધ્યાન હોય છે. પણ જો ખેદાદિ દોષો વિદ્યમાન હોય તો તે તે યોગી જનોને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. કુશલાનુબંધી ધ્યાનની પ્રાપ્તિ માટે ખેદાદિ ચિત્તદોષોનો પરિહાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. ૧૮-૨ના કુશલાનુબંધી એવા ધ્યાનનું ફળ વર્ણવાય છેवशिता चैव सर्वत्र, भावस्तमित्यमेव च । अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ॥१८-२१॥ “સઘળાં ય કાર્યોને વિશે સ્વાધીનતા, ભાવની નિશ્ચળતા અને અનુબંધનો વ્યવચ્છેદ : આ ધ્યાનનાં ફળ છે એમ ધ્યાનફળના જાણકારો માને છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે આત્માઓને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થાય છે, તે આત્માઓને દરેક કાર્યને વિશે વશિતા પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તેમને તે તે કાર્ય-અનુષ્ઠાન કરવાની ભાવના થાય ત્યારે તેઓને તેમાં કોઈ જ અવરોધ નડતો નથી. સ્વાધીનપણે તેઓ તે તે કાર્ય કરવા માટે સ્વભાવથી જ સમર્થ બને છે. તે તે કાર્ય કરવાનો જાણે તેમનો સ્વભાવ હોય તે રીતે તેઓ કાર્ય કરે છે. - કુશલાનુબંધી ધ્યાનને પ્રાપ્ત કરનારા આત્માઓના મનના પરિણામો અત્યંત સ્થિર-નિશ્ચલ હોય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી તેમનું મન શુદ્ધ બને છે. તેથી મનમાં કોઈ પણ જાતના વિકારાદિ ન હોવાથી મન ધ્યેયને વિશે સ્થિર બને છે. સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે મનની ચંચળતા નાશ પામે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વાધીનતા અને ભાવની સ્થિરતાના કારણે કર્મોના અનુબંધ પડતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભવાંતરને પ્રાપ્ત કરાવનારાં તેમ જ ભવાંતરને પ્રાપ્ત ન કરાવનારાં કર્મોને નિષ્ફળ બનાવવાનું કાર્ય ધ્યાનથી શક્ય બને છે. બદ્ધ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે એવા કર્મબંધમાં કારણ બનતું નથી કે જેથી ભવાંતરમાં જવું પડે. આથી સમજી શકાશે કે હિતકર એવા ધ્યાનથી કર્મોના બંધાભાવને કરવા સ્વરૂપ અનુબંધનો વ્યવચ્છેદ થાય છે. (જુઓ યોગબિંદુ ગ્લો. નં. ૩૬૩) 1196-2911 ધ્યાનનું વર્ણન કરીને હવે ‘સમતા’નું વર્ણન કરાય છેव्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । લ્પિતેષુ વિવેòન, તત્ત્વધી: સમતોજ્યતે ॥૮-૨ા ‘અનાદિના વિતથવ્યવહારના સંસ્કારોથી અજ્ઞાનના કારણે કલ્પિત અત્યંત ઈટાનિષ્ટ વસ્તુઓને વિશે વિવેકથી પ્રાપ્ત થયેલી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનાદિ કાળથી આ સંસારમાં શરીરાદિ વસ્તુઓને વિશે અજ્ઞાનાદિને લઈને આત્માદિની જે વિતથબુદ્ધિ થાય છે-તેને અવિદ્યા કહેવાય છે. શરીર એ આત્મા નથી. શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાનાદિ ગુણોના સ્વામી એવા આત્માને શરીરસ્વરૂપ માની જે જે પ્રવૃત્તિ કરાય છે, તે બધી અજ્ઞાનમૂલક છે. તેમ જ routerrer ૩૭ બાળ Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્માના જ્ઞાનાદિ ગુણોને છોડીને માતાપિતાદિ પરિવાર, ધન અને તેનાથી પ્રાપ્ત થનારા તે તે શબ્દાદિ વિષયો : એ બધામાં આત્મીયત્વ(પોતાનાપણા)ની જે બુદ્ધિ થાય છે તે અજ્ઞાન-અવિદ્યાને લઈને છે. એ અવિદ્યા આત્માના સંસારનું એકમાત્ર બીજ છે. અનાદિકાળની વિતથ(અવાસ્તવિક) વિષયવાળી જે દુષ્ટ વાસના(કુસંસ્કાર) છે તેને અહીં વ્યવહારકુન્દષ્ટિ તરીકે વર્ણવી છે, જેનું ‘અવિદ્યા’ : બીજું નામ છે. એ અવિદ્યાના કારણે માનેલા, ઈન્દ્રિય અને મનને આનંદ આપનારા અને નહિ આપનારા ઈષ્ટ અને અનિષ્ટ એવા શબ્દાદિ વિષયોમાં વિવેકને લઈને જે તત્ત્વબુદ્ધિ થાય છે, તેને સમતા કહેવાય છે. ઈન્દ્રિય અને મનને આનંદ આપવાથી અને નહિ આપવાથી અત્યંત ઈષ્ટ અને અનિષ્ટ તરીકે શબ્દ વગેરે વિષયોને કલ્પી લેવામાં આવે છે. પરંતુ તે અવિદ્યાથી કલ્પિત છે, વાસ્તવિક નથી. શબ્દાદિ વિષયો તત્ત્વદષ્ટિએ જોઈએ તો સમજાશે કે વસ્તુતઃ તે ઈષ્ટ અને અનિષ્ટ નથી. પ્રશમરતિ પ્રકરણમાં (ગાથા નં. ૨૨) જણાવ્યા મુજબ વાસ્તવિક્તા તો એ છે કે, “તે(અમનોજ્ઞ) વિષયોને વિશે ષ કરનાર અને તે (મનોજ્ઞ) વિષયોને વિશે અત્યંત લીન થનારા આત્માને નિશ્ચયથી કોઈ પણ વિષય અનિષ્ટ નથી અથવા ઈષ્ટ નથી.”-પ્રશમરતિમાં જણાવ્યા મુજબની નિશ્ચયથી વિચારણા કરવા સ્વરૂપ વિવેક વડે જ્યારે વિષયોની પૂર્વકલ્પિત ઈષ્ટતા અથવા અનિષ્ટતાનો પરિહાર કરીને વિષયોમાં સમાનતાની જે બુદ્ધિ થાય છે, તે તત્ત્વની બુદ્ધિને સમતા કહેવાય છે. તેથી વિષયોને ઈષ્ટ માનીને ન તો પ્રવૃત્તિ થાય છે, તેમ જ વિષયોને Page #45 -------------------------------------------------------------------------- ________________ અનિષ્ટ માનીને ન તો નિવૃત્તિ થાય છે. ઉપેક્ષામૂલક જ અહીં વિષયોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આવી ઉપેક્ષા સ્વરૂપ સમતા કહેવાય છે. શરીરના કારણે વિષયોની આવશ્યકતા ઊભી થાય તો તેમાં પ્રવૃત્તિ થાય અન્યથા તેમાં પ્રવૃત્તિ ન થાય (નિવૃત્તિ થાય). પરંતુ વિષયો મનોજ્ઞ કે અમનોજ્ઞ છે માટે તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. સમતાત્મક યોગની પ્રાપ્તિ થવાથી એ રીતે વિષયો પ્રત્યે ઉપેક્ષા (ઔદાસીન્સ)ભાવ આવે છે. યોગબિંદુમાં સમતાના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-અનાદિના વિતથ(અવાસ્તવિક) સંસ્કારોના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પથી કલ્પેલી અત્યંત ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુઓને વિશે, ઈષ્ટત્વ કે અનિષ્ટત્વનો પરિહાર કરીને સંજ્ઞાન(પ્રશમરતિ વગેરેમાં જણાવેલી વાસ્તવિક્તાની ભાવના સ્વરૂપ વિવેક)ના કારણે જે સમતા(સામ્ય)ની પરિણતિ(અધ્યવસાય) મનમાં થાય છે, તેને સમતા નામનો યોગ કહેવાય છે. ૧૮-૨૨ા ધ્યાનનું કાર્ય જેમ સમતા છે તેમ સમતાનું કાર્ય ધ્યાન છે : એમ પરસ્પર કાર્ય-કારણભાવ જણાવાય છેविनतया नहि ध्यानं, ध्यानेनेयं विना च न । ततः प्रवृत्तचक्रं स्याद्, द्वयमन्योन्यकारणात् ॥१८-२३॥ “આ સમતા વિના ધ્યાન નથી થતું અને ધ્યાન વિના આ સમતા થતી નથી, તેથી પરસ્પર કારણ હોવાથી ધ્યાન અને સમતાનું ચક્ર પ્રવર્તે છે અર્થા એ બન્ને અનવરત પ્રવાહવાળા બને છે.”-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ Page #46 -------------------------------------------------------------------------- ________________ છે. એનો આશય એ છે કે આ સમતા વિના ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી, કારણ કે ચિત્તના વ્યાસની નિવૃત્તિ ત્યારે થયેલી હોતી નથી. સમતાની પ્રાપ્તિ થયેલી ન હોય ત્યારે ચિત્ત શરીરાદિ પરપદાર્થોમાં આસક્ત હોવાથી પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં તે સ્થિરતાને પામતું નથી, જેથી ધ્યાનની પ્રાપ્તિ શક્ય બનતી નથી. ધ્યાનની પ્રાપ્તિ માટે ચિત્તની સ્થિરતા અત્યંત આવશ્યક છે. પરપદાર્થોમાં ચિત્ત આસક્ત હોય તો તે પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં સ્થિર ન બને એ સમજી શકાય એવું છે. સમતાથી શરીરાદિને વિશે ઉપેક્ષાભાવ થતો હોવાથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની પ્રાપ્તિમાં અવરોધરૂપ ચિત્તવ્યાસ, સમતાથી દૂર થાય છે. આવી જ રીતે ધ્યાન વિના સમતા પ્રાપ્ત થતી નથી. કારણ કે પ્રતિપક્ષ સામગ્રી બળવાન છે. આશય એ છે કે સમતાને પ્રાપ્ત કરાવનારી સામગ્રી અવિદ્યાનો નાશ કરનારી સામગ્રી છે. અવિદ્યાનો નાશ સ્વપરસ્વરૂપના વાસ્તવિક પરિશીલનથી થાય છે અને તે પરિશીલન ચિત્તની સ્થિરતાથી સાધ્ય છે. ધ્યાન ચિત્તની સ્થિરતા સ્વરૂપ છે. શરીરાદિ પર પદાર્થોની આસક્તિ ચિત્તની સ્થિરતાનો બાધ કરે છે. ધ્યાનના અભાવમાં ચિત્તની વિચલિત અવસ્થા હોય છે. તેની બલવત્તાના કારણે સમતાની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે ધ્યાનના અભાવની સામગ્રી અહીં પ્રતિપક્ષ સામગ્રી છે. આસકિતના સંસ્કાર અનાદિના હોવાથી તે બળવાન છે. તેને ધ્યાન વિના દૂર કરી શકાય એમ નથી. ધ્યાનથી તે દૂર થાય તો સમતાની પ્રાપ્તિ સરળ બને. આથી સ્પષ્ટ છે કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી @ex erteભાણાભાઈ Page #47 -------------------------------------------------------------------------- ________________ સમતા : આ રીતે એકબીજા એકબીજાનાં કારણ હોવાથી ધ્યાન અને સમતા : એ બંન્નેનું ચક્ર પ્રવર્તે છે. નિરંતર એનો પ્રવાહ ચાલ્યા કરે છે. ‘ધ્યાનથી સમતા થાય છે અને સમતાથી ધ્યાન થાય છે-આ પ્રમાણે પરસ્પર એકબીજાનું કારણ છે એમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે ધ્યાન વિના સમતા ન થાય અને સમતા વિના ધ્યાન ન થાય એનો અર્થ એ છે કે એકની પણ ઉત્પત્તિ નથી થતી.’’... આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે અપકૃષ્ટ (અલ્પમાત્રાના) ધ્યાન અને સમતા; તેનાથી ઉત્કૃષ્ટ સમતા અને ધ્યાનનાં પરસ્પર કારણ મનાય છે, તેથી કોઈ દોષ નથી. સામાન્યથી તો મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમવિશેષ જ ધ્યાન અને સમતા સ્વરૂપ યોગનું કારણ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું. I૧૮-૨૩॥ સમતાયોગનું ફળ વર્ણવાય છેऋद्ध्यप्रवर्त्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातन्तुविच्छेदः, फलमस्याः प्रचक्षते ।।१८ - २४। “પ્રાપ્ત થયેલી ઋદ્ધિઓમાં પ્રવૃત્તિ ન કરવી, સૂક્ષ્મ એવાં કર્મોનો ક્ષય કરવો અને અપેક્ષાસ્વરૂપ તંતુનો વિચ્છેદ કરવો : આ સમતાનાં ફળ છે એમ બુદ્ધિમાનો કહે છે.’આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમતાત્મક યોગના પ્રભાવથી તે યોગીને આમૌષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સમતાના પ્રભાવે તેઓ તે તે ઋદ્ધિઓનો ઉપયોગ કરતા ૪૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સર્વથા નિસ્પૃહ એ મહાત્માઓ માત્ર કર્મક્ષય માટે પ્રબળ પુરુષાર્થ કરતા હોય છે. તેથી સૂક્ષ્મર્મક્ષયને કરનારા તેઓ બને છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર... ઈત્યાદિ ક્ષાયિકગુણોના આવારક એવા કર્મને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. સૂક્ષ્મ સાધનાથી એ કર્મોનો નાશ થાય છે. અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી એ કર્મોની નિર્જરા થાય છે. તેથી તે કર્મોને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. આ રીતે સૂક્ષ્મકર્મોનો ક્ષય થવાથી મોહનો નાશ થાય છે અને મોહનો નાશ થવાથી અપેક્ષાનો નાશ થાય છે. અપેક્ષા(ઈચ્છા-સ્પૃહા) કર્મબંધનું કારણ હોવાથી તેને તંતુ તરીકે અહીં વર્ણવી છે. સમતાયોગના કારણે તે અપેક્ષાતંતુનો વિચ્છેદ થાય છે. અવિદ્યાનો વિગમ થવાથી યોગીને આ સંસારમાં કોઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. ઋદ્ધિમાં અપ્રવૃત્તિ સૂક્ષ્મ કર્મોનો ક્ષય અને અપેક્ષાતત્ત્વનો વિચ્છેદ : આ ત્રણ સમતાત્મક યોગનાં ફળ છે-એમ વિચક્ષણો કહે છે. ૧૮-૨૪ અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગમાંના પાંચમા વૃત્તિસંક્ષયયોગનું નિરૂપણ કરાય છેविकल्पस्यन्दरूपाणां, वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः, प्रोच्यते वृत्तिसंक्षयः ॥१८-२५।। અન્ય જન્મ સંબંધી વિકલ્પ અને સ્વન્દ સ્વરૂપ વૃત્તિઓનો, ફરીથી ઉત્પત્તિ થવામાં કારણભૂત યોગ્યતા ન Page #49 -------------------------------------------------------------------------- ________________ રહે એ રીતે જે નિરોધ છે, તેને વૃત્તિસંક્ષય કહેવાય છે.’’આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સ્વભાવથી જ આત્માનું સ્વરૂપ તરઙ્ગથી રહિત એવા સમુદ્ર જેવું અત્યંત શાંત છે. પરંતુ પૂર્વભવસંબંધી, મન અને શરીરના સંયોગથી વિકલ્પ અને સ્પંદન સ્વરૂપ વૃત્તિઓ (વિકારાત્મક પરિણામ-વિભાવો) આત્મામાં થાય છે. પવનના કારણે જેમ સમુદ્રમાં તરઙ્ગો પેદા થાય છે, તેમ આત્મામાં પોતાથી ભિન્ન એવા પવન જેવા મન અને શરીર સ્વરૂપ દ્રવ્યના સંયોગથી અનેકાનેક વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે. જે અન્યજન્મકૃત કર્મોનો વિપાક હોવાથી અન્ય જન્મ સંબંધી છે. તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને વિકલ્પાત્મક વૃત્તિઓ કહેવાય છે અને તેવા પ્રકારના શરીરદ્રવ્યસંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને સ્પન્દ(પરિસ્પન્દ) વૃત્તિઓ કહેવાય છે. વિકલ્પ અને સ્મન્દ વૃત્તિઓનો, ફરીથી તેની ઉત્પત્તિ માટેની જે યોગ્યતા છે તેના પરિહાર(નાશ)પૂર્વક જે નિરોધ (પરિત્યાગ) છે તેને વૃત્તિસંક્ષય નામનો યોગ કહેવાય છે. આ યોગ કેવલજ્ઞાનની પ્રાપ્તિના અવસરે અને અયોગી કેવલીપણાના અવસરે હોય છે. આ યોગનું નિરૂપણ કરતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે-“સ્વભાવથી જ નિસ્તરઙ્ગ મહાસમુદ્ર જેવા આત્માની મન અને શરીર દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પસ્વરૂપ અને પરિસ્પન્દસ્વરૂપ વૃત્તિઓનો ફરીથી ઉદ્ભવ ન થાય એ રીતે જે નિરોધ છે તેને વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે.’’ ||૧૮-૨૫॥ Xxxx©16x ૪૩ resor Page #50 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિસંક્ષયયોગનું ફળ વર્ણવાય છે केवलज्ञानलाभश्च, शैलेशीसम्परिग्रहः । મોક્ષપ્રાપ્તિનાવાધા, મસ્ય પ્રશક્ત્તિતમ્ ॥૮-રા “કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને સર્વ આબાધાઓથી રહિત એવી મોક્ષની પ્રાપ્તિ : આ વૃત્તિસંક્ષયયોગનું ફળ છે.’’-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પવૃત્તિઓના સંક્ષયથી આત્માને સકલ દ્રવ્યાદિ વિષયને ગ્રહણ કરનારું પરિપૂર્ણ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરિસ્પંદાત્મક વૃત્તિઓ(શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓ)ના સંક્ષયથી શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. સર્વસંવરભાવસ્વરૂપ શીલના સ્વામી એવા મહાત્માની એ અવસ્થા છે. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જે સર્વ શરીર અને મન સંબંધી વ્યથા(આબાધા)થી રહિત છે અને સદા આનંદને આપનારી છે. ૧૮-૨૬ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારસ્વરૂપ સ્વાભિમત યોગના, ઉપર જણાવ્યા મુજબ અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચ પ્રકાર વર્ણવ્યા. હવે ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ પાતગલદર્શનપ્રસિદ્ધ યોગના પણ પાંચ પ્રકાર છે, તે જણાવાય છે– वृत्तिरोधोऽपि योगश्चेद्, भिद्यते पञ्चधाऽप्ययम् । expenoxoxeroxeroxeroxeroxe Page #51 -------------------------------------------------------------------------- ________________ मनोवाक्कायवृत्तीनां, रोधे व्यापारभेदतः ॥ १८-२७॥ ‘“ચિત્તવૃત્તિઓનો નિરોધ પણ યોગ હોય તો એ આ યોગ પણ પાંચ પ્રકારનો છે. મન, વચન અને કાયાની વૃત્તિઓના નિરોધમાં વ્યાપાર(આત્મવ્યાપાર)ની ભિન્નતા હોવાથી તેને આશ્રયીને ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગ પાંચ પ્રકારનો છે.' આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષના કારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગને આશ્રયીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારો વર્ણવ્યા. પરંતુ ચિત્તવૃત્તિઓના નિરોધ સ્વરૂપ યોગને માનવામાં આવે તો તેના પાંચ પ્રકાર કઈ રીતે થાય-એ જિજ્ઞાસામાં આ શ્લોકથી તેના પણ પાંચ પ્રકાર વર્ણવવાનો આરંભ કર્યો છે. આશય એ છે કે મન, વચન, કાયાને આશ્રયીને થનારી વૃત્તિઓના નિરોધમાં આત્માનો તે તે પ્રકારનો વ્યાપાર ભિન્ન ભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ(અભાવ સ્વરૂપ) એક હોવા છતાં તે તે આત્મવ્યાપારને આશ્રયીને ભિન્ન ભિન્ન છે. યદ્યપિ તે તે વ્યાપાર ચિત્તના હોવાથી આત્મામાં એ ઔપાધિક છે. પુરુષમાં અનાદિશુદ્ધત્વ છે... ઈત્યાદિ સાખ્ખોની માન્યતા મુજબ વૃત્તિઓનો નિરોધ શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ જ છે. પરંતુ અનુભવસિદ્ધ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપારનો અપલાપ કરવાનું શક્ય નથી. અન્યથા દરેક દ્રવ્યોમાં જે જે ફેરફાર વર્તાય છે એ બધા જ જો કાલ્પનિક હોય તો માત્ર દ્રવ્યને જ (ગુણાદિને નહિ) માનવાનો પ્રસંગ આવશે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. આ પૂર્વેની પાતંજલયોગબત્રીશીનું અનુસંધાન કરવાથી પણ અહીં *5*15* ૪૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ જણાવેલી વાતને સમજવાની અનુકૂળતા થશે. તે બત્રીશીમાં જણાવેલી વાતોને અહીં જણાવવાની આવશ્યકતા ન હોવાથી સંક્ષેપથી જ અહીં વર્ણન કર્યું છે. ૧૮-૨ણા વૃત્તિનિરોધાત્મક યોગમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ જણાવાય છે प्रवृत्तिस्थिरताभ्यां हि, मनोगुप्तिद्वये किल । भेदाश्चत्वार इष्यन्ते, तत्रान्त्यायां तथान्तिमः || १८-२८॥ “પ્રવૃત્તિ અને સ્થિરતાને લઈને મનોગુપ્તિ બે પ્રકારની છે. અધ્યાત્મ વગેરે યોગના ચાર પ્રકારોનો સમાવેશ પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે અને યોગના પાંચમા પ્રકાર વૃત્તિસંક્ષયનો સમાવેશ છેલ્લી(બીજી) સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે યોગના પ્રથમ અભ્યાસને પ્રવૃત્તિસ્વરૂપ મનોગુમિ કહેવાય છે અને યોગની પરાકાષ્ઠા(ઉત્કર્ષકાષ્ઠા)ને સ્થિરતાસ્વરૂપ મનોગુમિ કહેવાય છે. સામાન્ય રીતે અપ્રશસ્ત(સાવદ્ય) પ્રવૃત્તિઓમાં જતા મનને રોકવું અને પ્રશસ્ત(તે તે કાળે વિહિત) એવી પ્રવૃત્તિમાં મનને જોડવું તે સ્વરૂપ મનોગુપ્તિ છે, જે પાતંજલદર્શનપ્રસિદ્ધ વૃત્તિનિરોધસ્વરૂપ છે. યોગની અભ્યાસદા સ્વરૂપ પ્રથમ પ્રવૃત્તિમનોગુપ્તિમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચાર યોગપ્રકારનો સમાવેશ થાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપાર(ક્ષયોપ્રશમભાવવિશેષ) LÖNGKÖYÜ XOXOXOXOXOX YE KÖTérêtérêtérêtérê ૦૪૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન છે. મે કરી ઉભયનો એમાં સમાવેશ થવાથી તેમ જ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી પ્રથમ મનોગુમિમાં અધ્યાત્માદિ ચારનો સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્માદિ પરસ્પર ભિન્ન હોવાથી એક જ મનોગુમિ સ્વરૂપ તે ચાર પ્રકારનું માનવાનું યદ્યપિ શક્ય નથી, પરંતુ અમે કરી એકમાં ભિન્ન ભિન્ન કાળે ઉભયનો સમાવેશ કરી શકાય છે. અધ્યાત્માદિભાવો ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી મે કરી એક મનોમિમાં સમાવિષ્ટ થાય છે. છેલ્લી સ્થિરતાસ્વરૂપ મનોગુમિમાં વૃત્તિસંક્ષયસ્વરૂપ પાંચમા યોગભેદ(પ્રકાર)નો સમાવેશ થાય છે. આ રીતે વૃત્તિનિરોધસ્વરૂપ યોગમાં અધ્યાત્માદિ પાંચે ય યોગપ્રકારો સત બને છે, એમાં કોઈ દોષ નથી. ૧૮-૨૮ અધ્યાત્માદિ યોગોનો વૃત્તિનિરોધમાં જે રીતે સમાવેશ થાય છે તેનું દિગ્દર્શન કરાય છેविमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । માત્મારામ મનતિ(ત) મનોપુસ્ત્રિથરિતા ૨૮-રા “કલ્પનાચથી મુકત, સમતામાં પ્રતિષ્ઠિત અને આત્મરમણતાપ્રતિબદ્ધ મન હોવાથી મનોસુમિ ત્રણ પ્રકારની છે. (તિ ના સ્થાને તક આવો પાઠ છે. એ મુજબ તાદશ ત્રણ પ્રકારના મનને આશ્રયીને મનોગુમિ તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે.)” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વૃત્તિનિરોધ Page #54 -------------------------------------------------------------------------- ________________ મનોગુમિસ્વરૂપ છે. એ મનોમુમિને તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે. સંકલ્પ અને વિકલ્પોની કલ્પનાઓની જાળ(ચક્ર)માંથી વિમુક્ત મન બને છે, ત્યારે પહેલી મનોસુમિ થાય છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ઉદયથી સંકલ્પ(અસદ્દ ઈચ્છાઓ) અને વિકલ્પ(અવાસ્તવિક જ્ઞાન) થતા હોય છે. મિથ્યાત્વાદિકર્મની મંદતાએ તેમ જ ક્ષયોપશમાદિએ સંકલ્પવિકલ્પથી મુક્ત થવાય છે. તેથી ક્રમે કરી મન સમતામાં સારી રીતે વ્યવસ્થિત થાય છે. સમતામાં પ્રતિષ્ઠિત થયેલા મન વખતે બીજી મનોગુમિ હોય છે. આ રીતે વિષયાદિના વાસ્તવિક જ્ઞાનની પરિણતિથી સમતામાં પ્રતિષ્ઠિત થયેલું મન ક્રમે કરી વિષયાદિની(પુદ્ગલાદિની પરંપરિણતિની) ઉપેક્ષા કરીને આત્મામાં રમણતા કરે છે, ત્યારે મન સ્વભાવ પ્રતિબદ્ધ(સ્થિર) બને છે. તે વખતે ત્રીજી મનોગુમિ હોય છે. મનોમુક્તિના જાણકારોએ આ રીતે મનોગુમિ ત્રણ પ્રકારની વર્ણવી છે. પહેલી મનોગુમિમાં અધ્યાત્માદિ ત્રણ યોગનો સમાવેશ થાય છે અને અનુક્રમે બીજી અને ત્રીજી મનોગુમિમાં સમતા અને વૃત્તિસંક્ષય યોગનો સમાવેશ થાય છે. એ સમજી શકાય છે. વિકલ્પોની જાળમાંથી મુક્ત બન્યા વિના અધ્યાત્મ, ભાવના અને ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. આત્માને છોડીને અન્ય પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ ન આવે તો સમતાની પ્રામિ શક્ય નથી. તેમ જ આત્મસ્વભાવમાં રમણતા ન આવે તો વૃત્તિસંક્ષયની પ્રાપ્તિ પણ શક્ય નથી. કારણ કે તે તે અધ્યાત્માદિભાવો મનોમુસિવિશેષને લઈને પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માદિ યોગમાં જેમ મનોગુમિનો ઉપર જણાવ્યા મુજબ અવતાર(સમાવેશ) થાય છે; તેમ વાગૂ અને કાયમુમિ વગેરેનો પણ સમાવેશ થાય છે, તે જણાવાય છે अन्यासामवतारोऽपि, यथायोगं विभाव्यताम् । यतः समितिगुप्तीनां, प्रपञ्चो योग उत्तमः ॥१८-३०॥ મનોગુમિને છોડીને અન્ય ગુમિ વગેરેનો યોગમાં અંતર્ભાવ જે રીતે થાય છે તે રીતે વિચારવું. કારણ કે સમિતિ-ગુમિઓનો પ્રપરા ઉત્તમ યોગ છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતામાં સમસ્ત મોક્ષસાધક વ્યાપાર સમાય છે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણાસમિતિ... વગેરે પાંચ સમિતિઓ તે તે, માર્ગગમનાદિ પ્રવૃત્તિના અવસરે અવસરે ઉપયોગમાં આવતી હોવાથી સર્વદા હોતી નથી. પરંતુ અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિથી વિરામ પામવાદિ સ્વરૂપ ગુનિઓ તો સર્વદા હોય છે. મનોસુમિનો જે રીતે અધ્યાત્માદિ યોગમાં અંતર્ભાવ જણાવ્યો છે, એ રીતે વચનગુમિ અને કાયમુમિનો તેમ જ પાંચસમિતિઓનો અંતર્ભાવ અધ્યાત્માદિ યોગમાં સમજી લેવો. સંકલ્પ-વિકલ્પથી શૂન્ય પ્રવૃત્તિ, ઉપેક્ષાપૂર્ણ પ્રવૃત્તિ અને આત્મસ્વભાવપ્રતિબદ્ધતા : આ ત્રણ અવસ્થાને આશ્રયીને વચન અને કાયમુમિ વગેરેનો અંતર્ભાવ અનુક્રમે અધ્યાત્માદિ ત્રણમાં, સમતામાં અને વૃત્તિસંક્ષયમાં થઈ શકે છે. સમિતિ અને ગુમિનો જે વિસ્તાર છે તે યોગ છે. તે તે Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકને ઉચિત તેનો પ્રપદ્ય ઉત્કૃષ્ટ યોગ છે. સિમિત અને ગુમિને છોડીને બીજા કોઈ પણ સ્વરૂપવાળો યોગ નથી. કોઈ પણ યોગ સમિતિ-ગુમિ સ્વરૂપ છે. ૧૮-૩ના અધ્યાત્મ, ભાવના... વગેરે યોગના ઉપાય છે તેથી તેને યોગસ્વરૂપ કઈ રીતે વર્ણવાય-એ શઙ્ગાનું સમાધાન કરાય છે उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ॥ १८-३१॥ ‘‘અધ્યાત્માદિ પૂર્વયોગો જો યોગના ઉપાયભૂત વર્ણવાતા હોય તો વૃત્તિસંક્ષય નામનો પાંચમો જ યોગ છે. તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય જ હોય છે. આ પ્રમાણે યોગતંત્ર(શાસ્ત્ર)ની મર્યાદા છે.'’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અધ્યાત્માદિ પાંચને યોગ તરીકે વર્ણવ્યા છે. પરંતુ પહેલા કે ચોથા ગુણસ્થાનકે વિરતિ(ચારિત્ર)નો અભાવ હોવાથી ત્યાં યોગનો સંભવ નથી. તેથી અધ્યાત્માદિને યોગના ઉપાય તરીકે અન્યત્ર વર્ણવ્યા છે. એ મુજબ અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચારને યોગના ઉપાય જ માનવા જોઈએ. વૃત્તિસંક્ષય આ એક જ યોગ છે. વ્યવહારનયને આશ્રયીને =ર્યના ઉપચારે યોગના ઉપાયોને પણ યોગ કહેવાય છે. પરંતુ એવી વિવક્ષાના અભાવમાં અધ્યાત્માદિ ચારને યોગના ઉપાય જ મનાય છે અને વૃત્તિસંક્ષયને જ યોગ મનાય છે. તેથી પાંચમા ૫૦ Typ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગના ઉપાય હોય છે. પાંચમા દેશવિરતિગુણસ્થાનથી આરંભીને સાનુબંધ (ઉત્તરોત્તર વધતી) યોગની પ્રવૃત્તિ જ હોય છે. આ પ્રમાણે વાસ્તવિક યોગશાસ્ત્રની મર્યાદા છે. ૧૮-૩૧. પ્રકરણાર્થનું સમાપન કરતાં યોગનું ફળ વર્ણવાય છેभगवद्वचनस्थित्या, योग: पञ्चविधोऽप्ययम् । सर्वोत्तमं फलं दत्ते, परमानन्दमञ्जसा ॥१८-३२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં સ્થિર થવાથી અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચેય પ્રકારનો આ યોગ સર્વોત્કૃષ્ટ પરમાનંદ સ્વરૂપ મોક્ષફળને શીધ્ર આપે છે. અંતે અધ્યાત્માદિ યોગને આરાધી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા.... ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगभेदद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमानसकन्द्रमतेन धीमता ॥ Page #58 -------------------------------------------------------------------------- _