________________
निवृत्तिरशुभाभ्यासाद्, भाववृद्धिश्च तत्फलम् ॥१८-९॥
“આ અધ્યાત્મનો જ્ઞાનસઙ્ગત, દરરોજ વધતો એવો જે અભ્યાસ છે, તેને ભાવના કહેવાય છે. અશુભ એવા અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ-એ ભાવનાનું ફળ છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્મથી અપ્રતિપાતી શુદ્ઘરત્નના તેજની જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી સફ્કત એવા અધ્યાત્મનો દિવસે દિવસે વધતો જતો જે અભ્યાસ-અનુવર્તન(વારંવાર કરવું) છે, તેને ભાવના કહેવાય છે. અધ્યાત્મનો તાદશ અભ્યાસ જ ભાવના હોવાથી અધ્યાત્મ અને ભાવનાનો વિષય એક જ છે. માત્ર અધ્યાત્મમાં પ્રવૃત્તિ વારંવાર હોતી નથી અને ભાવનામાં એ પ્રવૃત્તિ વારંવાર હોય છે.
ભાવના વડે અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. અભ્યાસ, પરિચયસ્વરૂપ છે. વારંવારના સંપર્કથી સામાન્ય રીતે પરિચય થતો હોય છે. જન્મ-જન્મથી કામ, ક્રોધ અને મદ વગેરે આપણા પરિચિત છે. તેનો પરિચય જ અશુભ અભ્યાસ સ્વરૂપ છે. ભાવનામાં વારંવાર અધ્યાત્મની પ્રવૃત્તિ થવાથી પરિચિત અધ્યાત્મના કારણે(ભાવનાના કારણે) અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. શુભ પ્રવૃત્તિ અશુભના અભ્યાસને દૂર કરે છે. આ રીતે અશુભ અભ્યાસથી નિવૃત્ત થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મના અનુવર્તન સ્વરૂપ ભાવનાના પ્રભાવે ચિત્ત શુદ્ધ સાત્ત્વિક ભાવમાં પરિણમે છે. વિષય-કષાયની પરિણતિની મલિનતાનો નાશ થવાથી ચિત્ત પરિશુદ્ધ બને છે. ચિત્તની પરિશુદ્ધિ શુદ્ધસત્ત્વના સમુત્કર્ષ KÖTÜKÖYÜ KÖYÜ KÖYÜKỘT (AU) Tênêtḍne Töne KÖTÜKỘI
૧૭