________________
સમતા : આ રીતે એકબીજા એકબીજાનાં કારણ હોવાથી ધ્યાન અને સમતા : એ બંન્નેનું ચક્ર પ્રવર્તે છે. નિરંતર એનો પ્રવાહ ચાલ્યા કરે છે. ‘ધ્યાનથી સમતા થાય છે અને સમતાથી ધ્યાન થાય છે-આ પ્રમાણે પરસ્પર એકબીજાનું કારણ છે એમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે ધ્યાન વિના સમતા ન થાય અને સમતા વિના ધ્યાન ન થાય એનો અર્થ એ છે કે એકની પણ ઉત્પત્તિ નથી થતી.’’... આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે અપકૃષ્ટ (અલ્પમાત્રાના) ધ્યાન અને સમતા; તેનાથી ઉત્કૃષ્ટ સમતા અને ધ્યાનનાં પરસ્પર કારણ મનાય છે, તેથી કોઈ દોષ નથી. સામાન્યથી તો મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમવિશેષ જ ધ્યાન અને સમતા સ્વરૂપ યોગનું કારણ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું. I૧૮-૨૩॥
સમતાયોગનું ફળ વર્ણવાય છેऋद्ध्यप्रवर्त्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातन्तुविच्छेदः, फलमस्याः प्रचक्षते ।।१८ - २४।
“પ્રાપ્ત થયેલી ઋદ્ધિઓમાં પ્રવૃત્તિ ન કરવી, સૂક્ષ્મ એવાં કર્મોનો ક્ષય કરવો અને અપેક્ષાસ્વરૂપ તંતુનો વિચ્છેદ કરવો : આ સમતાનાં ફળ છે એમ બુદ્ધિમાનો કહે છે.’આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમતાત્મક યોગના પ્રભાવથી તે યોગીને આમૌષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સમતાના પ્રભાવે તેઓ તે તે ઋદ્ધિઓનો ઉપયોગ કરતા
૪૧