________________
मनोवाक्कायवृत्तीनां, रोधे व्यापारभेदतः ॥ १८-२७॥
‘“ચિત્તવૃત્તિઓનો નિરોધ પણ યોગ હોય તો એ આ યોગ પણ પાંચ પ્રકારનો છે. મન, વચન અને કાયાની વૃત્તિઓના નિરોધમાં વ્યાપાર(આત્મવ્યાપાર)ની ભિન્નતા હોવાથી તેને આશ્રયીને ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગ પાંચ પ્રકારનો છે.' આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષના કારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગને આશ્રયીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારો વર્ણવ્યા. પરંતુ ચિત્તવૃત્તિઓના નિરોધ સ્વરૂપ યોગને માનવામાં આવે તો તેના પાંચ પ્રકાર કઈ રીતે થાય-એ જિજ્ઞાસામાં આ શ્લોકથી તેના પણ પાંચ પ્રકાર વર્ણવવાનો આરંભ કર્યો છે.
આશય એ છે કે મન, વચન, કાયાને આશ્રયીને થનારી વૃત્તિઓના નિરોધમાં આત્માનો તે તે પ્રકારનો વ્યાપાર ભિન્ન ભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ(અભાવ સ્વરૂપ) એક હોવા છતાં તે તે આત્મવ્યાપારને આશ્રયીને ભિન્ન ભિન્ન છે. યદ્યપિ તે તે વ્યાપાર ચિત્તના હોવાથી આત્મામાં એ ઔપાધિક છે. પુરુષમાં અનાદિશુદ્ધત્વ છે... ઈત્યાદિ સાખ્ખોની માન્યતા મુજબ વૃત્તિઓનો નિરોધ શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ જ છે. પરંતુ અનુભવસિદ્ધ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપારનો અપલાપ કરવાનું શક્ય નથી. અન્યથા દરેક દ્રવ્યોમાં જે જે ફેરફાર વર્તાય છે એ બધા જ જો કાલ્પનિક હોય તો માત્ર દ્રવ્યને જ (ગુણાદિને નહિ) માનવાનો પ્રસંગ આવશે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. આ પૂર્વેની પાતંજલયોગબત્રીશીનું અનુસંધાન કરવાથી પણ અહીં *5*15* ૪૫