________________
છે અને અંતિમ ફળની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિનું સાતત્ય અપેક્ષિત છે. ભાવનાથી ભાવિત યોગીને ધ્યાન પ્રાપ્ત થાય છે.
સ્થિર શુભ એક વિષયવાળું ધ્યાન, સૂક્ષ્મજ્ઞાનથી સહિત હોય છે. તેની પ્રાપ્તિ માટે ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ : આ આઠ ચિત્તના દોષોનો ત્યાગ પ્રયત્નપૂર્વક કરવાનું જણાવ્યું છે. ખેદાદિ દોષોનું સ્વરૂપ અને તેનું ફળ અહીં વર્ણવ્યું છે. આઠ ચિત્તના દોષોથી રહિત એવું ધ્યાન હોય તો તે કુશલાનુબંધી બને છે અને એ ધ્યાનથી યોગીને સર્વ કાર્યો સ્વાધીન બને છે. ચિત્તના શુભ પરિણામો નિશ્ચલ બને છે અને અશુભ કર્મોના અનુબંધ નાશ પામે છે.
એ રીતે ધ્યાનયોગનું વર્ણન કરીને બાવીશમા શ્લોથી સમતાયોગનું વર્ણન કર્યું છે. અનાદિકાલીન અવિદ્યા (અજ્ઞાન)ને લઈને જે સંકલ્પ અને વિકલ્પો થતા હતા, તે હવે તત્ત્વબુદ્ધિ થવાથી થતા નથી. વિષયોને અત્યાર સુધી જે ઈષ્ટ કે અનિષ્ટસ્વરૂપે ગ્રહણ કરવાનું બનતું હતું તે હવે થતું નથી. વસ્તુને વસ્તુતત્ત્વસ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આવી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે. નિસ્તરંગ સમુદ્ર જેવી શાંત, પ્રશાંત ચિત્તની વૃત્તિઓ સર્વથા વિકલ્પશૂન્ય હોય છે ત્યારે વૃત્તિસંક્ષયયોગનો આવિર્ભાવ થાય છે, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે હોય છે અને મનનો સર્વથા નિરોધ થવાથી ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી શૈલેશી અવસ્થામાં હોય છે. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને આશ્રયીને યોગના ભેદોનું વર્ણન છવ્વીસ શ્લોકોથી કરાયું છે. | ‘ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે.” આ પ્રમાણેની માન્યતાને અનુસરવાથી પણ પતંજલિના મતમાં