________________
અધ્યાત્માદિ પાંચ યોગભેદો સત થઈ શકે છે-તે સત્તાવીસમા શ્લોકથી જણાવવાની શરૂઆત કરી છે. એ જણાવતી વખતે પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ યોગ છે તે જણાવીને તેમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારોનો સમાવેશ કઈ રીતે થાય છેતે જણાવ્યું છે.
આ બત્રીશીના અંતમાં અધ્યાત્માદિ ચારને યોગની પૂર્વસેવાસ્વરૂપ યોગના ઉપાય તરીકે વર્ણવ્યા છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાને યોગ કહેવાય છે. ઉપચાર વિના યોગનું નિરૂપણ કરાય તો “વૃત્તિસંક્ષયને જ યોગ તરીકે વર્ણવાય છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પ્રથમગુણસ્થાનકે અને ચોથાગુણસ્થાનકે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય હોય છે. પાંચમા ગુણસ્થાનક્વી આરંભીને યોગની પ્રવૃત્તિ શરૂ થાય
અંતે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી અધ્યાત્માદિ પાંચે ય યોગ શીધ્રપણે પરમાનંદસ્વરૂપ મોક્ષને આપનારા છે-એ જણાવીને અન્ય શાસ્ત્રોમાં જણાવેલા તે તે યોગો પરમાનંદનું કારણ બનતા નથી એ સૂચવ્યું છે. કારણ કે અન્ય દાર્શનિકોનાં શાસ્ત્રો શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરતાં નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનમાં સ્થિર બની અધ્યાત્માદિ ભાવોની પ્રાપ્તિ દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. મહા સુદ ૬ : શુક્રવાર
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ કલ્યાણ