________________
પ્રાણીમાત્રના સુક્તને જોઈને દ્વેષ કરવાનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધારણ કરવાનો ત્યાગ કરવો ના જોઈએ. કોઈએ પણ સારું કામ ક્યું હોય ત્યારે મોટા ભાગે તે જોઈને આપણે દ્વેષ કરતા હોઈએ છીએ. “એમાં શું ? કોઈને એવી અનુકૂળતા મળી હોય, શક્તિ હોય, સંયોગો હોય તો કરે. અમને એવી અનુકૂળતા મળે તો અમે પણ કરીએ ! એ કાંઈ મોટી વાત નથી.” ઈત્યાદિ રીતે બીજાના સુકૃતને જોઈને; આપણે જે દ્વેષ કરીએ છીએ તેનો ત્યાગ કરીને તે તે જીવના તે તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધરવો જોઈએ. એમ કરવાથી સુકૃત પ્રત્યેનો રાગ બલવત્તર બને છે. બીજાના સુકૃત પ્રત્યે દ્વેષ કરવાથી ખરેખર તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા સુકૃત પ્રત્યે આપણે દ્વેષ કરતા થઈએ છીએ. અધ્યાત્મના અથ જનો માટે તે ખૂબ જ અનુચિત હોવાથી શક્ય પ્રયત્ન તેનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા મુદિતાભાવનાને વિશુદ્ધ બનાવવાનું શક્ય નહિ બને.
આવી જ રીતે ચોથી ઉપેક્ષાભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા અધર્મી જનો પ્રત્યે રાગ કે દ્વેષનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ ઉપેક્ષાનો ત્યાગ કરવો ના જોઈએ. સામાન્ય રીતે વિષયાદિપરવશ જીવોને અધર્મી જનો પ્રત્યે રાગ હોય છે. કારણ કે પોતાના સુખ વગેરેના પરિભોગની પ્રવૃત્તિની પ્રત્યે અધર્મી લોકો અનુકૂળતા કરી આપતા હોય છે. આપણને જ્યારે એવી અનુકૂળતા જોઈતી ન હોય ત્યારે અધર્મી જનો પ્રત્યે આપણને દ્વેષ થતો હોય છે. અંતે તો આ રાગ અને દ્વેષ, બંન્નેય અધ્યાત્મભાવની પ્રાપ્તિના અવરોધક