________________
રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. રાજા દ્વારા નિયુક્ત અનુષ્ઠાન કરતી વખતે જેમ ઉલ્લાસ ન હોવાથી ક્રિયામાં બહુ ભલીવાર આવતો નથી તેમ જ રાજાએ કહ્યું છે માટે કર્યા વિના ચાલે એવું નથી; આવી પરવશતાએ કરાતાં કાર્યમાં જેમ વેઠ ઉતારવાનું જ બનતું હોય છે તેમ ઉદ્વેગના કારણે જ્યાં પણ યોગની ક્રિયાઓ પરવશપણે કરવી પડે છે, ત્યાં વેઠ ઉતાર્યાં જેવી જ ક્રિયાઓ થાય છે. તેથી રાવિષ્ટિસમાં યિા-આ પ્રમાણે ઉચિત જ જણાવ્યું છે.
આ રીતે ઉદ્વેગદોષના કારણે થતી ક્રિયાથી યોગના અનાદરના કારણે ઉત્પન્ન થયેલા યોગદ્વેષને લઈને શ્રદ્ધાસંપન્ન ચોગી જનોના કુળમાં જન્મનો પ્રતિબંધ થાય છે. કારણ કે અનાદરથી કરેલી યોગક્રિયા યોગી જનોના કુળમાં જન્મનો બાધ કરનારી છે–એવો નિયમ છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-‘‘ઉદ્વેગ હોતે છતે યોગ પ્રત્યેના દ્વેષથી અનાદરપૂર્વક યોગની ક્રિયા કરવાનું, વેઠ ઉતારવા જેવું થાય છે. તેથી સારી રીતે યોગી જનોના કુળમાં તેના જન્મનો બાધ થાય છે, એમ યોગના જાણકારોનું માનવું છે.”
..
1196-9811
ત્રીજા ભ્રમદોષનું વર્ણન કરાય છેभ्रमोऽन्तर्विप्लवस्तत्र, न कृताकृतवासना । तां विना योगकरणं, प्रस्तुतार्थविरोधकृत् ॥ १८-१५॥
“ચિત્તના વિપર્યયને ભ્રમ કહેવાય છે. એ હોતે છતે યોગના વિષયમાં ‘આ મેં કર્યું અથવા આ મેં ન કર્યું” ઈત્યાદિ rotectorrent ૨૫ માર