________________
અને માધ્યચ્ય સ્વરૂપ ભાવોથી સહિત હોય તો જ તે અધ્યાત્મસ્વરૂપ બને છે-આ પ્રમાણે અધ્યાત્મના જ્ઞાતા અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવે છે. ૧૮-૨ા
મૈત્રી વગેરે ભાવોમાંથી મૈત્રીભાવનું વર્ણન કરાય છેसुखचिन्ता मता मैत्री, सा क्रमेण चतुर्विधा । उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ॥१८-३॥
“ઉપકારી, પોતાના સ્વજનો, પોતાને માનનારા અને બીજા બધા જીવોને સુખ પ્રાપ્ત થાય એવી જે ઈચ્છા તે અનુક્રમે ચાર પ્રકારની મૈત્રી કહેવાય છે. આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે બીજાના સુખને ઈચ્છવા સ્વરૂપ મૈત્રીભાવ છે. અહીં હિતસ્વરૂપ સુખ છે. તે તે જીવોના હિતની ચિંતા કરવી (ઈચ્છા કરવી) તેને મૈત્રીભાવના કહેવાય છે. કોઈ જીવ પાપ ના કરે, કોઈ પણ જીવ દુઃખી ના થાય અને બધા જીવો મુક્ત બને આવી ભાવનાને મૈત્રીભાવના તરીકે વર્ણવવામાં આવે છે.
આમ તો આત્માના તેવા પ્રકારના પરિણામ સ્વરૂપ મૈત્રીભાવનાના અસખ્ય ભેદો છે. પરંતુ તે વિષયવિશેષને આશ્રયીને અનુક્રમે ચાર પ્રકારની છે. ઉપકારી અર્થાત્ પોતાની ઉપર જેણે ઉપકાર કર્યો છે તેવા આત્માઓના હિત-સુખની જે ઈચ્છા છે તે પહેલા પ્રકારની ઉપકારી જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓ ઉપકારી નથી, પરંતુ જેમની સાથે લોહીની સગાઈ છે; એવા તે તે સ્વકીય-સ્વજનોની પ્રત્યે જે હિતની ભાવના છે તે બીજી સ્વકીય જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓની સાથે