________________
અધ્યાત્મનું વર્ણન કરાય છે
औचित्याद् वृत्तयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥ १८-२॥
‘‘ઉચિતપ્રવૃત્તિપૂર્વક અણુવ્રતાદિ આચારથી યુક્ત આત્મા; મૈત્રી વગેરે ભાવોથી સહિત આગમને આશ્રયીને જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મના જાણકારો ‘અધ્યાત્મ’ કહે છે.'' આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક અણુવ્રતો અને મહાવ્રતોને ધારણ કરનારા તે તે આત્માઓ શ્રી જિનાગમને આશ્રયીને જીવાદિ નવ તત્ત્વોનું ચિંતન કરે છે, એ તત્ત્વચિંતનસ્વરૂપ અધ્યાત્મ છે.
K
આથી સમજી શકાશે કે માત્ર ચિંતન એ અધ્યાત્મ નથી, તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. માત્ર જીવાદિતત્ત્વચિંતન સ્વરૂપ અધ્યાત્મ નથી, પરંતુ આગમને અનુસરીને થતું તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. આગમ-શાસ્ત્ર પણ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં હોવાં જોઈએ. આવા પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરાતું તત્ત્વચિંતનમાત્ર પણ અધ્યાત્મ નથી, પરંતુ શ્રાવકનાં પાંચ અણુવ્રતો અને પૂ. સાધુમહાત્માઓનાં પાંચ મહાવ્રતોથી જે આત્માઓ યુક્ત છે; એવા આત્માઓ દ્વારા કરાતું જ એ તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ તત્ત્વચિંતન વખતે પણ અર્થકામાદિસંબંધી તે તે કાળે વિહિત ઉચિત પ્રવૃત્તિનો બાધ ન થાય એનો ઉપયોગ રાખવો જોઈએ. અર્થાદ્ ઉચિતપ્રવૃત્તિપૂર્વકનું જ તેવા પ્રકારનું ચિંતન અધ્યાત્મ છે. આ ચિંતન પણ મૈત્રી, પ્રમોદ, કરુણા
LÔI TỘI HỘI HỘI NÔNG lại đội hội đại