________________
રહે એ રીતે જે નિરોધ છે, તેને વૃત્તિસંક્ષય કહેવાય છે.’’આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સ્વભાવથી જ આત્માનું સ્વરૂપ તરઙ્ગથી રહિત એવા સમુદ્ર જેવું અત્યંત શાંત છે. પરંતુ પૂર્વભવસંબંધી, મન અને શરીરના સંયોગથી વિકલ્પ અને સ્પંદન સ્વરૂપ વૃત્તિઓ (વિકારાત્મક પરિણામ-વિભાવો) આત્મામાં થાય છે. પવનના કારણે જેમ સમુદ્રમાં તરઙ્ગો પેદા થાય છે, તેમ આત્મામાં પોતાથી ભિન્ન એવા પવન જેવા મન અને શરીર સ્વરૂપ દ્રવ્યના સંયોગથી અનેકાનેક વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે. જે અન્યજન્મકૃત કર્મોનો વિપાક હોવાથી અન્ય જન્મ સંબંધી છે. તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને વિકલ્પાત્મક વૃત્તિઓ કહેવાય છે અને તેવા પ્રકારના શરીરદ્રવ્યસંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને સ્પન્દ(પરિસ્પન્દ) વૃત્તિઓ કહેવાય છે. વિકલ્પ અને સ્મન્દ વૃત્તિઓનો, ફરીથી તેની ઉત્પત્તિ માટેની જે યોગ્યતા છે તેના પરિહાર(નાશ)પૂર્વક જે નિરોધ (પરિત્યાગ) છે તેને વૃત્તિસંક્ષય નામનો યોગ કહેવાય છે. આ યોગ કેવલજ્ઞાનની પ્રાપ્તિના અવસરે અને અયોગી કેવલીપણાના અવસરે હોય છે. આ યોગનું નિરૂપણ કરતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે-“સ્વભાવથી જ નિસ્તરઙ્ગ મહાસમુદ્ર જેવા આત્માની મન અને શરીર દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પસ્વરૂપ અને પરિસ્પન્દસ્વરૂપ વૃત્તિઓનો ફરીથી ઉદ્ભવ ન થાય એ રીતે જે નિરોધ છે તેને વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે.’’ ||૧૮-૨૫॥
Xxxx©16x ૪૩ resor