________________
સ્વાધીનતા અને ભાવની સ્થિરતાના કારણે કર્મોના અનુબંધ પડતા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે ભવાંતરને પ્રાપ્ત કરાવનારાં તેમ જ ભવાંતરને પ્રાપ્ત ન કરાવનારાં કર્મોને નિષ્ફળ બનાવવાનું કાર્ય ધ્યાનથી શક્ય બને છે. બદ્ધ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે એવા કર્મબંધમાં કારણ બનતું નથી કે જેથી ભવાંતરમાં જવું પડે. આથી સમજી શકાશે કે હિતકર એવા ધ્યાનથી કર્મોના બંધાભાવને કરવા સ્વરૂપ અનુબંધનો વ્યવચ્છેદ થાય છે. (જુઓ યોગબિંદુ ગ્લો. નં. ૩૬૩)
1196-2911
ધ્યાનનું વર્ણન કરીને હવે ‘સમતા’નું વર્ણન કરાય છેव्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । લ્પિતેષુ વિવેòન, તત્ત્વધી: સમતોજ્યતે ॥૮-૨ા
‘અનાદિના વિતથવ્યવહારના સંસ્કારોથી અજ્ઞાનના કારણે કલ્પિત અત્યંત ઈટાનિષ્ટ વસ્તુઓને વિશે વિવેકથી પ્રાપ્ત થયેલી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનાદિ કાળથી આ સંસારમાં શરીરાદિ વસ્તુઓને વિશે અજ્ઞાનાદિને લઈને આત્માદિની જે વિતથબુદ્ધિ થાય છે-તેને અવિદ્યા કહેવાય છે.
શરીર એ આત્મા નથી. શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાનાદિ ગુણોના સ્વામી એવા આત્માને શરીરસ્વરૂપ માની જે જે પ્રવૃત્તિ કરાય છે, તે બધી અજ્ઞાનમૂલક છે. તેમ જ routerrer
૩૭
બાળ