________________
આપવાવાળું) ધ્યાન હોય છે. પણ જો ખેદાદિ દોષો વિદ્યમાન હોય તો તે તે યોગી જનોને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. કુશલાનુબંધી ધ્યાનની પ્રાપ્તિ માટે ખેદાદિ ચિત્તદોષોનો પરિહાર કરવાનું ખૂબ જ આવશ્યક છે.
૧૮-૨ના
કુશલાનુબંધી એવા ધ્યાનનું ફળ વર્ણવાય છેवशिता चैव सर्वत्र, भावस्तमित्यमेव च । अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ॥१८-२१॥
“સઘળાં ય કાર્યોને વિશે સ્વાધીનતા, ભાવની નિશ્ચળતા અને અનુબંધનો વ્યવચ્છેદ : આ ધ્યાનનાં ફળ છે એમ ધ્યાનફળના જાણકારો માને છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે આત્માઓને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થાય છે, તે આત્માઓને દરેક કાર્યને વિશે વશિતા પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તેમને તે તે કાર્ય-અનુષ્ઠાન કરવાની ભાવના થાય ત્યારે તેઓને તેમાં કોઈ જ અવરોધ નડતો નથી. સ્વાધીનપણે તેઓ તે તે કાર્ય કરવા માટે સ્વભાવથી જ સમર્થ બને છે. તે તે કાર્ય કરવાનો જાણે તેમનો સ્વભાવ હોય તે રીતે તેઓ કાર્ય કરે છે.
- કુશલાનુબંધી ધ્યાનને પ્રાપ્ત કરનારા આત્માઓના મનના પરિણામો અત્યંત સ્થિર-નિશ્ચલ હોય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી તેમનું મન શુદ્ધ બને છે. તેથી મનમાં કોઈ પણ જાતના વિકારાદિ ન હોવાથી મન ધ્યેયને વિશે સ્થિર બને છે. સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે મનની ચંચળતા નાશ પામે છે.