Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ (ખંડિત કે ભગ્ન) અનુષ્ઠાનો તદ્દન નકામાં થઈ જાય છે. તેનું કારણ રુ દોષ છે. આ દોષના કારણે સદનુષ્ઠાન (સમ્યગનુષ્ઠાન)નું અનુષ્ઠાનત્વ(પોતાનું સ્વરૂપ) જ વિલય પામે છે. વસ્તુ, પોતાનું કાર્ય જ ન કરી શકે તો વાસ્તવિક રીતે તેમાં વસ્તુત્વ જ રહેતું નથી. ખંડિત કે ભગ્ન ઘડાને ઘડો માનવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે તેમાં પાણી ભરવાનું શક્ય નથી. આવી જ રીતે ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન રોગ દોષથી દુષ્ટ હોવાથી તેનું વાસ્તવિક કોઈ જ ફળ નથી. ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન બળાત્કારે થતું હોય છે. પોતાની ઈચ્છાથી એ અનુષ્ઠાન થતું નથી. આશય એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ નિરતિચાર અનુષ્ઠાન કરવાની ઈચ્છા હોય તો તે અનુષ્ઠાન તે રીતે કરવાનું અશક્ય નથી. આમ છતાં એ શક્ય ના બને તો માનવું રહ્યું કે અનુષ્ઠાન કરનારને તેવી ઈચ્છા નથી. “અનુષ્ઠાન ક્યાં વિના ચાલે એવું નથી એમ માનીને અનુષ્ઠાન કરવામાં આવે તો તે બળાત્કારે-પરાણે જ થવાનું, જેનું વાસ્તવિક કોઈ પ્રયોજન નથી. શ્રી ષોડશપ્રકરણમાં (૧૪-૧૦) (રોગ) નામના દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“રુદોષ હોતે જીતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈન્ટ(ર્મનિર્જરાદિની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ જ છે, માટે તે વંધ્ય ફળવાળું છે.” તેથી સ્પષ્ટ છે કે ઉપર વર્ણવેલા ખેદ, ઉદ્વેગ... વગેરે દોષોના અભાવે ક્રોધ, લોભ વગેરે વિકારથી રહિત એવા યોગી જનોને જ કુશલાનુબંધી(ઉત્તરોત્તર વિશિષ્ટ ફળને

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58