Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ નામનો દોષ કહેવાય છે, જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અઠ્ઠારાની વૃષ્ટિ સમાન છે. જે અનુષ્ઠાન મોક્ષને આપનારું છે, તેને બાળી નાખવાનું કામ આ અન્યમુદ્ નામનો દોષ કરે છે. વાત સમજાય એવી છે. જે કરીએ છીએ તેનાથી અન્ય પ્રત્યે પ્રીતિ હોય તો સ્પષ્ટ જ છે કે જે કરાય છે, તે અત્યંત અનાદરપૂર્વક જ થવાનું. આથી કોઈ પણ ફળની સિદ્ધિ કઈ રીતે થાય ? કારણ કે અન્યમુદ્દોષને લઈને કરાતા અનુષ્ઠાન પ્રત્યે ઉત્કટ અબહુમાન છે. અવસરને ઉચિત કરાતા અનુષ્ઠાન પ્રત્યે રાગનો અભાવ હોવાથી અને જેની પ્રત્યે રાગ(પ્રીતિ) છે તેનો અવસર ન હોવાથી વિદ્ધ અનુષ્ઠાન પ્રત્યે રાગ છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે પ્રતિનિયત કાળે કરવાનાં તે તે અનુષ્ઠાનોને વિશે જ્યારે કથા-શ્રવણાદિના અનુરાગથી અથવા તો વિઠ્યાદિ, પ્રમાદ વગેરેમાં ચિત્ત આસક્ત બનવાના કારણે અનાદર થાય છે ત્યારે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો અન્યમુદ્દોષથી દુષ્ટ બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનંતજ્ઞાનીઓએ જે કાળે જે અનુષ્ઠાનો વિહિત ક્યાં છે, તે અનુષ્ઠાનો તે કાળે જ કરવાં જોઈએ. આપણને ગમે કે ના ગમે પરંતુ તે તે અનુષ્ઠાનો તે તે કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રણિધાન છે. અનુષ્ઠાન પ્રત્યેની આપણી પ્રીતિ એવી તો ના જ હોવી જોઈએ કે જેથી તે તે અનુષ્ઠાન પ્રત્યે અત્યંત અનાદરભાવ લાવે. અનુષ્ઠાનની પ્રીતિ અનુષ્ઠાનાંતરના અનાદરનું કારણ બને તો તે અારાજેવી છે. બીજ ઉપર અારા પડે તો જેમ બીજ બળી જાય છે અને તેથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી તેમ યોગની સાધનાના વિષયમાં પણ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58