________________
પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન પામવાના આશયથી અનુષ્ઠાન પ્રારબ્ધ હતું. પણ એ આશય આસફદોષના કારણે પૂર્ણપણે સફળ બનતો નથી. આથી સમજી શકાશે કે આસફદોષથી સહિત થતું અનુષ્ઠાન તત્ત્વની રીતે જોઈએ તો ફળથી શૂન્ય છે.
આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે-“આસદોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત કરાતું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સ વિના નિરંતર કરવા યોગ્ય છે. તેથી આસયુક્ત આ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસફસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” ૧૮-૧૮ાા
અન્યમુદ્દોષનું વર્ણન કરાય છેविहितेऽविहिते वार्थेऽन्यत्र मुत्प्रकृतात् किल । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभात्यनादरविधानतः ॥१८-१९॥
“પ્રકૃત (વિવક્ષિત - કરવા લીધેલા) અનુષ્ઠાનને છોડીને બીજે વિહિત કે અવિહિત અનુષ્ઠાનમાં જે પ્રીતિ થાય છે, તે અન્યમુદ્દોષ છે. તેથી અત્યંત અનાદરપૂર્વક અનુષ્ઠાન થતું હોવાથી ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વર્ષા કરવા જેવું થાય છે.'-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે કરવા ધારેલ(પ્રસ્તુત) અનુષ્ઠાનવિશેષને છોડીને બીજા કોઈ પણ શાસ્ત્રવિહિત કે શાસ્ત્રાવિહિત અનુષ્ઠાનને વિશે જે પ્રીતિ થાય છે તેને અન્યમુદ્ર