Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ કહેવાય છે. આ અનુષ્ઠાન જ સારું છે' આવા પ્રકારના નિયત અભિનિવેશને અભિવૂડુ કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલાં પરમતારક બધાં જ અનુષ્ઠાનો મોક્ષસાધક છે. એમાંથી આપણને જે અનુકૂળ પડે તે અનુષ્ઠાન જ સારું છે-એવું લાગે તે એક જાતનો અભિનિવેશ છે. એથી બીજાં અનુષ્ઠાનો પ્રત્યે અરુચિ અને અનાદરભાવ વ્યક્ત થાય છે. અનુષ્ઠાન સારું લાગે એ દોષ નથી, પરંતુ વિવક્ષિત એક જ અનુષ્ઠાન સુંદર લાગે તે દોષ છે. એ દોષને લઈને અસંગક્રિયા જ થતી નથી. અભિજ્વથી રહિત અનવરત(નિરંતર-સતત) પણે થતી ક્રિયા(પ્રવૃત્તિ)ને અસહક્રિયા કહેવાય છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસવું ભેદથી અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. અસ-અનુષ્ઠાન(ષિા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આસ-દોષના કારણે અસદિયા જ અવરોધાય છે. તેથી યોગના ફળને પામવાનું શક્ય ન જ બને તે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આસફદોષને સેવનાર જે ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ રહી શકે છે. પરંતુ તેની પછીના ગુણસ્થાનકને તે પ્રાપ્ત કરી શક્તો નથી. જે છે તે જ સારું છે એવું લાગે તો તેના કરતાં સારું ન જ મળે : એ સ્પષ્ટ છે. તેથી મોહનીયકર્મની મંદતા કે ક્ષયોપશમાદિની અવસ્થા જ સુંદર જણાય તો મોહનું સર્વથા ઉમૂલન કરી કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ગુણસ્થાનક સમર્થ બનતું નથી. તેથી તાત્ત્વિક રીતે આસદોષથી અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે માત્ર તે તે ગુણસ્થાનકે સ્થિતિ બની રહે એ માટે અનુષ્ઠાન કરવાનું ઈષ્ટ નથી. પરંતુ ઉત્તરોત્તર ગુણસ્થાનકની

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58