________________
બીજે વાવવા પડે છે. પછી જ તે ડાંગરને આપવા સમર્થ બને છે. આ રીતે એક વાર શાલિનું ઉત્પનન(ઉખેડવું) થાય તે ઉચિત છે. પરંતુ વારંવાર તેનું ઉત્પનન(ઉત્પાદન) કરવામાં આવે તો તે ફળપ્રદ બનતું નથી. તેવી જ રીતે વિવણિત કોઈ એક સ્વાધ્યાયાદિ યોગની પ્રવૃત્તિમાં ચિત્તને જોડ્યા પછી વારંવાર તેને બીજી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો તેથી ક્ષેપ દોષને લઈને યોગની પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થતું નથી-એ સમજી શકાય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે-“પદોષ હોતે છતે પણ ચિત્તનો પ્રબંધ (એક સ્થાને લાગી રહેવું) ન હોવાથી ક્યારે પણ યોગની પ્રવૃત્તિ, ઈષ્ટ ફળની સમૃદ્ધિ(સંપ્રાતિ) માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી શાલિ(ડાંગરનો છોડ) પણ પુરુષોને ફળ પ્રાપ્ત કરાવી શક્તો નથી.” I૧૮-૧ળા
આસદોષનું નિરૂપણ કરાય છેआसङ्गः स्यादभिष्वङ्गस्तत्राऽसङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ॥१८-१८॥
“અભિધ્વડુ(અભિનિવેશ)સ્વરૂપ આસદોષ છે. તે વિદ્યમાન હોતે છતે અસક્રિયા જ થતી નથી. તેથી આ આસ નામનો દોષ વિવક્ષિત-અધિકૃત (જે જે ગુણસ્થાનક હોય તે તે ગુણસ્થાનકને તે તે આત્માનું અધિકૃત ગુણસ્થાનક કહેવાય છે.) ગુણસ્થાનકે જ સ્થિતિને કરાવે છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે અભિષ્યને આસદોષ