________________
આવવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી પ્રશર્મકવૃત્તિસંતાન(અવિરત પરંપરા)ની આવશ્યક્તા છે. તસ્વરૂપ પ્રશાંતવાહિતા છે. તેના અભાવે મન અને ઈદ્રિયોની ઉદ્રિતતાથી(નિયંત્રણરહિત અવસ્થાથી) જીવમાં પૂર્વેના દોષોનો આવિર્ભાવ થાય છે. માણસ ગમે તેટલો પ્રાજ્ઞ હોય પરંતુ જ્યારે તે મદથી અવષ્ટબ્ધ(વિવશ) બને છે ત્યારે તેમાં જેમ અવિવેકાદિ દોષોનો ઉદ્ભવ થાય છે, તેમ પ્રશાંત- વાહિતાનો અભાવ હોતે છતે આત્મામાં મન વગેરેની ઉદ્રિક્ત અવસ્થાથી મોહજન્ય વિકારાદિ દોષોનું ઉત્થાન થાય છે. તેથી અહીં તાદશ પ્રશાંતવાહિતાના અભાવ સ્વરૂપ જ ઉત્થાન નામનો ચોથો દોષ છે.
ઉત્થાનદોષને લઈને જ્યારે પણ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે તે પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષના કારણે પરિહાર કરવા માટે જ ઉચિત બને છે. કારણ કે દોષયુક્ત પ્રવૃત્તિથી કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. કથંચિદ્ર યોગની તે પ્રવૃત્તિ હોવાથી ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાય નહિ તોપણ તે અત્યાચસ્વરૂપ યોગની પ્રવૃત્તિ તથોદયા નથી. યોગની ઉચિત પ્રવૃત્તિથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે પ્રવૃત્તિને તથોયા કહેવાય છે. ઉત્થાનદોષથી સહિત જે પ્રવૃત્તિ છે તે તથયા નથી. તે પ્રવૃત્તિથી, યોગોચિત પ્રવૃત્તિથી જન્ય એવા વિપાક-ફળનો ઉદય(પ્રામિ) થતો નથી. કારણ કે આ પ્રવૃત્તિ નિર્વેદથી થયેલી છે. પ્રશાન્તવાહિતાસ્વરૂપ એક વૃત્તિનો અહીં ભંગ થયો છે. તેને ખેદસ્વરૂપ નિર્વેદ કહેવાય છે. પ્રવૃત્તિમાં સાતત્ય ન હોય ત્યારે ત્યાં ખેદ-નિર્વેદ હોય જ-એ સમજી શકાય છે. આ વિષયને જણાવતાં શ્રી ષોડશપ્રકરણમાં