________________
હવે ઉત્થાન નામના દોષનું નિરૂપણ કરાય છેप्रशान्तवाहिताभाव, उत्थानं करणं ततः । त्यागानुरूपमत्यागं, निर्वेदादतथोदयम् ॥१८-१६॥
“પ્રશાન્તવાહિતાના અભાવને ઉત્થાન કહેવાય છે. એ ઉત્થાનદોષને લઈને યોગકરણ, અત્યાચસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં યોગને ઉચિત વિપાકવાળું ન હોવાથી ત્યાગને અનુરૂપ જ છે.'-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પ્રશર્મકવૃત્તિની પરંપરાના અભાવને પ્રશાન્તવાહિતાનો અભાવ કહેવાય છે. મન, પાંચ ઈન્દ્રિયો અને હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોની ઉદ્રિત અવસ્થાના કારણે પ્રશમઅવસ્થાનો અભાવ થાય છે. વિષય અને કષાયની પરિણતિની મંદતાદિને લઈને પ્રશમાવસ્થા પ્રાપ્ત થતી હોય છે. મન અને ઈન્દ્રિયોની ઉદ્રિક્ત અવસ્થા આત્માને વિષયકષાયની પરિણતિને પરવશ બનાવે છે. તેથી પ્રશર્મકવૃત્તિની પરંપરાનો અભાવ થાય છે અને આત્મા તેવા પ્રકારની વિષયકષાયની પરિણતિમાં સતત લીન બને છે.
આત્માની મૂળભૂત અવસ્થા પ્રશમ સ્વરૂપ (ષાયાદિથી રહિત) છે. કર્મપરવશ એ સ્વરૂપ આવૃત્ત છે. કર્મવિપાકે જીવ જો કર્મના વિપાકને આધીન ના બને તો પ્રશર્મવૃત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કર્મબંધાદિને રોક્વા માટે પ્રશમવૃત્તિને જ રાખવાનું ખૂબ જ આવશ્યક છે. વિષયકષાયની પરિણતિનાં નિમિત્તોથી સર્વદા દૂર રહેવાનો પ્રયત્ન કર્યા વિના આત્માની એ વિશુદ્ધ અવસ્થાનો આવિર્ભાવ શક્ય નહિ બને. પ્રથમવૃત્તિની જ પરંપરાથી ધ્યાનની પ્રાપ્તિ થતી હોય છે. વચ્ચે વચ્ચે પ્રથમવૃત્તિ