________________
સંસ્કાર પડતા નથી. અને એ સંસ્કાર વિના કરાતી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિના વિરોધને કરનારી બને છે.’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અંતર્વિપ્લવ એટલે ચિત્તનો વિપર્યય. તથી ભિન્ન-અતમાં જે તદ્નો ગ્રહ(જ્ઞાન) થાય છે; તેને ભ્રમ કહેવાય છે. શુક્તિ(છીપ)માં રજત(ચાંદી)નું જે જ્ઞાન થાય છે, તે ભ્રમ છે.
તે ભ્રમસ્વરૂપ દોષ હોતે છતે ‘આ મેં કર્યું અને આ મે ન કર્યું...' ઈત્યાદિ સ્વરૂપ વાસના(સંસ્કાર) ઉત્પન્ન થતી નથી. વિભ્રમ(ભ્રમ)સ્વરૂપ દોષના કારણે સાચા સંસ્કારોનો નાશ થવાથી અથવા તો વિપરીત-મિથ્યા સંસ્કાર ઉત્પન્ન થવાથી ઉપર જણાવ્યા મુજબ કૃતાકૃતાદિવિષયક સંસ્કાર પડતા નથી. તેવા પ્રકારના સંસ્કારથી રહિત એવી યોગની પ્રવૃત્તિ કરવાથી યોગની સિદ્ધિ સ્વરૂપ પ્રકૃત અર્થની સિદ્ધિ થતી નથી પરંતુ તેનો વિરોધ થાય છે. અર્થાત્ તેવી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિનો વિરોધ કરનારી બને છે. કારણ કે સંસ્કારથી રહિત યોગ(યોગની પ્રવૃત્તિ); તેવા પ્રકારના અયોગ(યોગસિદ્ધિના અભાવ)માં જ કારણ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એના વિશે ફરમાવ્યું છે કે-‘વિભ્રમદોષથી કૃત અથવા અકૃતના વિષયનો સંસ્કાર ભ્રમાત્મક બને છે. પ્રમાત્મક તાદશ સંસ્કારના અભાવમાં યોગની પ્રવૃત્તિ કરવાનું, યોગની સિદ્ધિનું વિરોધી બને છે. તેમ જ અનિષ્ટ ફળને આપનારું બને છે.”... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૧૫।।
૨૬ narend