________________
છે, તેમ અહીં યોગની સિદ્ધિમાં ચિત્તની દઢતા અસાધારણ કારણ છે. જે ખેદદોષના અભાવમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણને વિશે જણાવ્યું છે કે “ખેદ નામનો દોષ હોતે છતે ચિત્તની દઢતા ન હોવાથી સુંદર પ્રણિધાન હોતું નથી. ખેતીના કાર્યમાં પાણીની જેમ આ સુંદર એવું પ્રણિધાન યોગની સિદ્ધિમાં અસાધારણ કારણ જાણવું.” ૧૮-૧૩
બીજા ઉદ્ધગદોષનું નિરૂપણ કરાય છેस्थितस्यैव स उद्वेगो, योगद्वेषात् ततः क्रिया । राजविष्टिसमा जन्म, बाधते योगिनां कुले ॥१८-१४॥
“યોગમાર્ગમાં પ્રવૃત્ત ન થનારનો જ તે ક્લમ ઉગ છે. તેથી યોગદ્વેષથી થનારી યોગક્યિા રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. જેના ફળસ્વરૂપે યોગીઓના કુળમાં જન્મ બાધિત થાય છે, અર્થા યોગીકુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલા ખેદના કારણે ભવિષ્યમાં યોગની પ્રવૃત્તિ ન થાય ત્યારે ખેદ વખતનો જે કલમ છે, તે યોગમાં અપ્રવૃત્ત આત્માનો છે તેને જ ઉગ કહેવાય છે. ખેદ વખતે પ્રવૃત્તિ હોય છે અને ઉગ વખતે વાસ્તવિક રીતે પ્રવૃત્તિ હોતી નથી.
ઉગ નામનો દોષ હોતે છતે યોગ પ્રત્યે દ્વેષ હોવાથી ગુર્નાદિકના અનુરોધે જ્યારે પણ યોગની ક્રિયા થાય ત્યારે તે યોગના અનાદરથી પરવશતાએ થયેલી તે તે યોગની ક્રિયા,