________________
એનાથી જુદી રીતે એનો ક્રમ અહીં છન્દની અનુકૂળતાના કારણે જણાવ્યો છે. છંદની(અનુદુમ્ છન્દની) રચનાનો ભંગ ન થાય : એ માટે એ ક્રમનું ઉલ્લંઘન કર્યું છે. યોગની આઠ દષ્ટિઓને અનુલક્ષીને એક એક દષ્ટિમાં જે જે દોષનો વિગમ થાય છે તેને અનુલક્ષીને એ ક્રમ છે. અહીં તો માત્ર સાનુબંધ ધ્યાનાત્મક યોગની પ્રાપ્તિ માટે દોષોના પરિવારની કારણતાનું વર્ણન કરવાનું તાત્પર્ય હોવાથી સામાન્યથી આઠ દોષોને જણાવીને તેના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી કમબદ્ધ જ નિરૂપણ કરવું જોઈએ એવું ન હોવાથી કમવ્યત્યય દોષ નથી. ૧૮-૧૨
પહેલા ખેદોષનું નિરૂપણ કરાય છેप्रवृत्तिजः क्लमः खेदस्ततो दाढ्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र, कृषिकर्मणि वारिवत् ॥१८-१३॥
પ્રવૃત્તિ-ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કલમ(માનસિક દુ:ખજનક થાક)ને ખેદ કહેવાય છે. તે ખેદને લઈને ચિત્તની દઢતા પ્રાપ્ત થતી નથી. ખેતીના કાર્ય માટે પાણીની જેમ યોગની પ્રાપ્તિ માટે ચિત્તની દઢતા, મુખ્ય હેતુ છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા આઠ દોષોમાં પહેલો દોષ ખેદ છે. સામાન્ય રીતે મોક્ષ માટે વિહિત કરાયેલી ક્રિયા કરતી વખતે જે ક્લમ થાય છે તેને ખેદ કહેવાય છે. થાક, પરિશ્રમ, પ્રયાસ... વગેરેને ક્લમ કહેવાય છે. કોઈ પણ કામ કરીએ તો પરિશ્રમ પડવાનો જ, પરંતુ પશ્ચિમ બે પ્રકારના હોય છે.