________________
એવા જ્ઞાનને(ઉપયોગને) વિશે તેના વિષયથી ભિન્ન (વિજાતીય) એવા વિષયનો સંચાર થવાથી તે જ્ઞાનની ધારાનો વિચ્છેદ થાય છે. તે વિચ્છિન્ન જ્ઞાનની ધારા જ્યારે કાલાન્તરે પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગને વિશે તેના વિચ્છેદ કરનાર એવા વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી સગત એવો બોધ થાય છે. પરંતુ સ્થિર દીપક જેવા ધારાલગ્ન જ્ઞાનને વિશે તાદશ વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી રહિત એવો બોધ (અવ્યવધાનભાફ બોધ) હોય છે. કહેવાનો આશય એ છે કે
ધ્યાનસ્વરૂપ જ્ઞાન ધારાલગ્ન સ્થિરદીપકની જેમ એક વિષયમાં સ્થિર હોય છે. એમાં બીજા વિષયનો સંચાર થાય તો તે ધ્યાનનો વિચ્છેદ થવાથી લક્ષ્ય ચૂકી જવાના કારણે અલક્ષ્યકાળ ઉપસ્થિત થાય છે. એવા અલક્ષ્યકાળનું પણ ધ્યાનમાં વ્યવધાન(અન્તરિતત્વ) હોતું નથી. આવું અપ્રશસ્તધ્યાનમાં આપણને અનુભવગમ્ય છે. અર્થ-કામાદિના ધ્યાનમાં અનવરત ધારા ચાલતી જ હોય છે. વચ્ચે ધર્માદિના વિષયથી પણ (અલક્ષ્યકાળથી પણ) તેમાં વ્યવધાન નડતું નથી. બાહ્ય પ્રશસ્ત પ્રવૃત્તિ વખતે પણ અપ્રશસ્ત વિષયનું ધ્યાન અનવરત ચાલતું હોય છે.
અહીં યોગસ્વરૂપ ધ્યાનનું નિરૂપણ હોવાથી તાદશ જ્ઞાનમાં થતો બોધ પ્રશસ્ત એક જ વિષયક બોધ હોય છે. તેવા જ બોધને ધ્યાનસ્વરૂપ યોગ કહેવાય છે. એ બોધ સૂક્ષ્માભોગથી સારી રીતે યુક્ત હોય છે. સૂક્ષ્મબુદ્ધિથી જણાતા અર્થને અહીં સૂક્ષ્માર્થ કહેવાય છે. વસ્તુના ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય(સ્થિતિ) વગેરે સૂક્ષ્મ અર્થની વિચારણાથી યુક્ત ધ્યાનાત્મક બોધ હોય છે. જાણવું અને સમજવું: એ બેમાં છાણા થાણા કાણા) કાણા ભાણ છે