Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ અન્યમુદ્ નામના દોષથી મોક્ષનાં સાધન, ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવવા સમર્થ બનતાં નથી. શ્રી ષોડશકપ્રકરણમાં અન્યમુદ્દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“અન્યમુદ્દોષ હોતે છતે પ્રકૃતિ અનુષ્ઠાનને છોડીને બીજાં અનુષ્ઠાનને વિશે રાગ હોવાથી પ્રકૃતિ અનુષ્ઠાનને વિશે અર્થતઃ(પરિણામે) અનાદરભાવ જાગે છે, જે મહાન અપાયસ્વરૂપ છે, સર્વ અનર્થનું નિમિત્ત છે અને પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન ઉપર અારાની વૃષ્ટિ સ્વરૂપ બને છે.” તેનો આશય ઉપર જણાવ્યો છે../૧૮-૧૯તાં. દોષનું વર્ણન કરાય છેरुजि सम्यगनुष्ठानोच्छेदाद् वन्ध्यफलं हि तत् । एतान् दोषान् विना ध्यानं, शान्तोदात्तस्य तद्धितम् ॥१८-२०॥ નામનો દોષ હોતે છતે સમ્ય(સ) અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી તે અનુષ્ઠાન ફળથી રહિત બને છે. તેથી ખેદ, ઉગ... વગેરે દોષો ન હોય તો ક્રોધાદિથી રહિત એવા શાંત અને ઉદાત્ત યોગીઓને ધ્યાન હિતકર છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન આપણે કરતા હોઈએ તે અનુષ્ઠાનમાં અતિચાર કે અનાચાર લાગે ત્યારે તે અનુષ્ઠાનને પીડા કે ભંગ સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે, તેને રુન્ નામનો દોષ કહેવાય છે. ધાન્ય(અનાજ)ની નિષ્પત્તિ વખતે રોગ લાગુ પડવાથી જેમ ધાન્યની નિષ્પત્તિ થતી નથી. વાવેલાં બીજ અને ઊગેલા છોડ નકામાં થઈ જાય છે તેમ અતિચારવાળા કે અનાચારવાળાં

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58