Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ અનિષ્ટ માનીને ન તો નિવૃત્તિ થાય છે. ઉપેક્ષામૂલક જ અહીં વિષયોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આવી ઉપેક્ષા સ્વરૂપ સમતા કહેવાય છે. શરીરના કારણે વિષયોની આવશ્યકતા ઊભી થાય તો તેમાં પ્રવૃત્તિ થાય અન્યથા તેમાં પ્રવૃત્તિ ન થાય (નિવૃત્તિ થાય). પરંતુ વિષયો મનોજ્ઞ કે અમનોજ્ઞ છે માટે તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. સમતાત્મક યોગની પ્રાપ્તિ થવાથી એ રીતે વિષયો પ્રત્યે ઉપેક્ષા (ઔદાસીન્સ)ભાવ આવે છે. યોગબિંદુમાં સમતાના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-અનાદિના વિતથ(અવાસ્તવિક) સંસ્કારોના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પથી કલ્પેલી અત્યંત ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુઓને વિશે, ઈષ્ટત્વ કે અનિષ્ટત્વનો પરિહાર કરીને સંજ્ઞાન(પ્રશમરતિ વગેરેમાં જણાવેલી વાસ્તવિક્તાની ભાવના સ્વરૂપ વિવેક)ના કારણે જે સમતા(સામ્ય)ની પરિણતિ(અધ્યવસાય) મનમાં થાય છે, તેને સમતા નામનો યોગ કહેવાય છે. ૧૮-૨૨ા ધ્યાનનું કાર્ય જેમ સમતા છે તેમ સમતાનું કાર્ય ધ્યાન છે : એમ પરસ્પર કાર્ય-કારણભાવ જણાવાય છેविनतया नहि ध्यानं, ध्यानेनेयं विना च न । ततः प्रवृत्तचक्रं स्याद्, द्वयमन्योन्यकारणात् ॥१८-२३॥ “આ સમતા વિના ધ્યાન નથી થતું અને ધ્યાન વિના આ સમતા થતી નથી, તેથી પરસ્પર કારણ હોવાથી ધ્યાન અને સમતાનું ચક્ર પ્રવર્તે છે અર્થા એ બન્ને અનવરત પ્રવાહવાળા બને છે.”-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58