________________
સ્વરૂપ છે. વિષયકષાયની કાલિમાથી યુક્ત ચિત્ત ભાવોલ્લાસને પ્રાપ્ત કરી શકતું નથી, તેમાં શુદ્ધસાત્વિભાવની અપેક્ષા છે. રજોગુણ કે તમોગુણથી અભિભૂત સત્ત્વગુણ અપરિશુદ્ધ છે. એવા ગુણવાળા ચિત્તમાં ભાવવૃદ્ધિ થતી નથી. આથી સમજી શકાશે કે અશુભની નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ : એ ભાવનાનું ફળ છે. ૧૮-લા
ભાવનાના પ્રકાર વર્ણવાય છેज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः । इष्यते पञ्चधा चेयं, दृढसंस्कारकारणम् ॥१८-१०॥
“જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદને (પ્રકારને) આશ્રયીને આ ભાવના પાંચ પ્રકારની મનાય છે. અને તે દઢ સંસ્કારની પ્રત્યે કારણ છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ ભાવના ભાવ્યમાન (જેનું પરિભાવન કરવાનું છે તે વિષય જ્ઞાનાદિના કારણે પાંચ પ્રકારની મનાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય મોક્ષનાં અનન્ય સાધન છે. એની સાધનામાં જ યોગની સાધના સમાયેલી છે. જ્ઞાનાદિનું સ્વરૂપ, તેના સાધક, તેના બાધક, તેના પ્રકારો અને તેનું ફળ... ઈત્યાદિની વિચારણા મુખ્ય રીતે ભાવનામાં કરાય છે, તેથી તે ભાવ્યમાન પાંચને લઈને ભાવનાના પણ પાંચ પ્રકાર મનાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભાવનાના આ પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે.
દઢ એવા સંસ્કારનું ભાવના કારણ છે. જલદીથી સ્મરણના કારણભૂત સંસ્કારને દઢ સંસ્કાર કહેવાય છે.