________________
જે વિશેષ છે તે સમજી શકનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તે સમજી શકશે. ૧૮-૧૧।
ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાય જણાવાય છે
खेदोवेगभ्रमोत्थानक्षेपासंगान्यमुद्ररुजाम् । त्यागादष्टपृथक्चित्तदोषाणामनुबन्ध्यदः ।।१८-१२।
“ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસઙ્ગ, અન્યમુદ્ અને રોગ; આ આઠ પૃથક્ ચિત્તદોષોના ત્યાગથી ધ્યાન, ઉત્તરોત્તર વૃદ્ધિમ ્ બને છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખેદ વગેરે આઠ દોષો ચિત્તના છે. એનાથી યુક્ત ચિત્ત, યોગની પ્રાપ્તિમાં અવરોધ કરે છે. તેથી યોગના અર્થીએ તેનો ત્યાગ કરવો જોઈએ.
ખેદ, ઉદ્વેગ અને ભ્રમ વગેરે દોષોનું વર્ણન હવે પછીના શ્લોકોથી કરાશે. એ આઠ દોષો જુદા જુદા ચિત્તના છે. યોગી જનોનું મન જ અહીં ચિત્તસ્વરૂપે વર્ણવ્યું છે. યોગી જનોને આશ્રયીને ચિત્ત, સામાન્યથી આઠ પ્રકારનું છે. તે તે ખેદાદિ દોષના પરિહારથી તે તે ચિત્ત જુદું જુદું બને છે. તેથી ખેદાદિ દોષો પૃથચિત્તદોષો છે. એ દોષોનો પરિહાર કરવાથી ધ્યાનસ્વરૂપ યોગ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે, અર્થાદ્ અનુબંધવાળો બને છે.
જોકે આ “બ્રેવોદે ક્ષેપોત્થાન પ્રાયન્યમુદુવાસા: । યુનિ ફ્રિ વિજ્ઞાનિ પ્રવન્યતો વર્જયેન્દ્રતિમાન્ ।'' આ રીતે શ્રી ષોડશકપ્રકરણાદિમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રુગ્ અને આસઙ્ગ-આ પ્રમાણે દોષોનો ક્રમ છે.
@x
૨૧