________________
એક પરિશ્રમ થયા પછી મનને આનંદપ્રદ થાય છે અને બીજો પરિશ્રમ(પ્રયાસ) માનસિક દુઃખના અનુબંધનું કારણ બને છે. જે ક્રિયા કર્યા પછી અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય છે, ત્યારે તે ક્રિયાના કારણે થયેલો કલમ(પરિશ્રમ-પ્રયાસ); માનસિક દુઃખનો અનુબંધી થતો નથી. પરંતુ જ્યારે ક્યિાથી અભીષ્ટની સિદ્ધિ થતી નથી, ત્યારે તે યિાજનિત કલમ ખેદસ્વરૂપ મનાય છે. અર્થ-કામાદિની પ્રવૃત્તિમાં પરિશ્રમ થવા છતાં ખેદ થતો નથી અને ધર્માદિની પ્રવૃત્તિમાં અલ્પ પરિશ્રમ થવા છતાં ખેદ થાય છે-એ આપણા અનુભવની વાત છે. ધર્માદિની પ્રવૃત્તિથી નિર્જરા પ્રાપ્ત કરવાનો આશય સેવ્યો હોત તો ખેદ થાત નહિ. ધર્માદિની પ્રવૃત્તિથી સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ કરવાનો આશય હોય અને તેમ ન બને એટલે પરિશ્રમ, માનસિક દુઃખનો અનુબંધ કરે-એ સ્પષ્ટ છે. વર્ષોથી કરવા છતાં ખેદ ન થાય અને કોઈ વાર જ કરવા છતાં ખેદ થાય એમાં જે હેતુ છે તેનો વિચાર કરવાથી સમજી શકાશે કે ખેદનું મુખ્ય કારણ નિર્જરાના અર્થીપણાનો અભાવ છે.
આ ખેદને લઈને, પ્રણિધાનથી થનારી જે મન-વચનકાયાની એકાગ્રતા સ્વરૂપ દઢતા છે તે ચિત્તમાં આવતી નથી. સામાન્ય રીતે ક્રિયાથી પ્રાપ્ત થનારા વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાના આશયથી વિહિત રીતે ક્યિા કરવાના સંકલ્પને (અધ્યવસાયને) પ્રણિધાન કહેવાય છે. એ પ્રણિધાનથી ક્રિયામાં મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, તે દઢતા સ્વરૂપ છે. ચિત્તની દઢતા ફળની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. ખેતીના કાર્યમાં ફળની નિષ્પત્તિ માટે જેમ પાણી મુખ્ય કારણ