________________
ફરમાવ્યું છે કે-“ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદના કારણે કરાયેલી યોગની પ્રવૃત્તિ અકરણના ફળને સદાને માટે આપનારી બને છે. એ પ્રવૃત્તિ અત્યાચસ્વરૂપ હોવા છતાં ત્યાગને ઉચિત છે-એમ પોતાના આગમમાં પણ જણાવ્યું છે.” I૧૮-૧૬
પાંચમા ક્ષેપદોષનું સ્વરૂપ વર્ણવાય છેक्षेपोऽन्तरान्तरान्यत्र, चित्तन्यासोऽफलावहः । शालेरपि फलं नो यद्, दृष्टमुत्खननेऽसकृत् ॥१८-१७॥
“યોગની પ્રવૃત્તિના કાળમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તનો જે વિન્યાસ(જોડવું) છે, તેને લેપ કહેવાય છે, જે યોગથી જન્ય એવા ફળનો જનક બનતો નથી. કારણ કે વારંવાર ઉખેડવામાં ડાંગરથી પણ ફળની પ્રાપ્તિ થતી દેખાતી નથી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કોઈ પણ એક વિવક્ષિત પ્રવૃત્તિ કરવાના સમયમાં વચ્ચે વચ્ચે તેને છોડીને (યોગની તે પ્રવૃત્તિથી અન્ય કોઈ પણ) બીજી પ્રવૃત્તિ કરવાથી ક્ષેપ દોષ પ્રાપ્ત થાય છે. જેમ કે ગાથા કરતી વખતે વચ્ચે વચ્ચે પડિલેહણ કરવી, બીજું પુસ્તક વાંચવું, વાતો કરવી વગેરે પ્રવૃત્તિમાં ચિત્તને જોડવામાં આવે છે, તે ક્ષેપ નામનો દોષ છે. તેથી જેમ ગાથા આવડતી નથી તેમ યોગથી પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાતને દષ્ટાંતથી શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાય છે.
એનો આશય એ છે કે શાલિ અર્થી વ્રીહિ(ડાંગર)ને વાવ્યા પછી તેના છોડવા થાય ત્યારે તેને ત્યાંથી ઉખેડીને