________________
ભાવનાના કારણે સંસ્કારમાં દઢતા આવે છે. ભાવના સંસ્કારવિશેષ સ્વરૂપ છે. તૈથી પટુત(વિશિષ્ટ) ભાવનાની ઉત્પત્તિ થતી હોય છે. અભ્યાસથી સંસ્કાર, સંસ્કારથી સ્મૃતિ અને તેથી દઢતર સંસ્કાર-આ મથી સમજી શકાશે કે ભાવના, પટુતર ભાવનાનું કારણ છે. ૧૮-૧ના
હવે ધ્યાનનું નિરૂપણ કરાય છેउपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् । शुभैकप्रत्ययो ध्यानं, सूक्ष्माभोगसमन्वितम् ॥१८-११॥
ઉપયોગ(જ્ઞાનવિશેષ)ને વિશે વિજાતીયવિષયક પ્રત્યયના વ્યવધાનથી રહિત પ્રશસ્ત એક વિષયના બોધને ધ્યાન કહેવાય છે, જે સૂક્ષ્મ પદાર્થની વિચારણાથી યુક્ત હોય છે.'-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગમાર્ગની સાધના પછી જ આત્માને ધ્યાનસ્વરૂપ ત્રીજા યોગના પ્રકારની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરીને કરાતી તત્ત્વવિચારણા અધ્યાત્મ છે અને તેનો અભ્યાસ ભાવના છે. તેવા પ્રકારની તત્ત્વવિચારણાથી જે બોધવિશેષ થાય છે તે જ્ઞાનવિશેષસ્વરૂપ જ ધ્યાન છે.
સ્થિરદીપના જેવું ધારાલક્સ એવું જે જ્ઞાન હોય છે, તે અહીં ઉપયોગ તરીકે વિવક્ષિત છે. આમ પણ સામાન્ય રીતે જ્ઞાનની પરંપરા(ચિસંતતિ) સ્વરૂપ ધ્યાન પ્રસિદ્ધ છે. યોગસ્વરૂપ ધ્યાનને વર્ણવતાં અહીં ફરમાવ્યું છે કે ધારાલગ્ન