________________
અધ્યાત્મભાવની પ્રાપ્તિ થવાથી ઉપર જણાવ્યા મુજબ શીલસ્વરૂપ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ સ્થાને
સ્મલના ન પામે એવું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ આવવાથી ઉત્તરોત્તર જ્ઞાન વધે છે. જ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખની ઈચ્છા વગેરે મુખ્યપણે અવરોધ કરે છે. અધ્યાત્મથી એ અવરોધ દૂર થવાથી જ્ઞાનની પ્રાપ્તિ સરળ બને છે. આ પ્રમાણે પાપક્ષય, સત્ત્વ, શીલ અને જ્ઞાનની અધ્યાત્મથી પ્રાપ્તિ થાય છે. તેમ જ આ અધ્યાત્મ જ પોતાના સંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું એવું અમૃત છે. કારણ કે અધ્યાત્મભાવની પરિણતિથી, અત્યંત ભયંકર એવા મોહ સ્વરૂપ વિષના તે તે વિકારો દૂર થાય છે. પ્રસિદ્ધ અમૃત જેમ વિષના વિકારોને દૂર કરે છે, તેમ મોહસ્વરૂપ વિષના વિકારો અધ્યાત્મસ્વરૂપ અમૃતથી નાશ પામે છે. અમૃતનો સ્વભાવ જ છે કે તે વિષની બાધાને દૂર કરે જ. તેમ અધ્યાત્મનો પણ સ્વભાવ જ છે કે તે મોહના વિકારોને દૂર કરે. મોહજન્ય પરિણતિની તરતમતાથી અધ્યાત્મની પરિણતિનો સ્પષ્ટ ખ્યાલ આવતો હોય છે. મોહજન્ય વિકારો જણાતા હોય તો સમજી લેવું જોઈએ કે અધ્યાત્મભાવનો આવિર્ભાવ થયો નથી. જેટલા અંશમાં મોહજન્ય વિકારોનો અભાવ હોય છે, એટલા જ અંશોમાં અધ્યાત્મનો આવિર્ભાવ હોય છે. I૧૮-૮
અધ્યાત્મનું વર્ણન કર્યું. હવે ‘ભાવના’નું વર્ણન કરાય
છે
अभ्यासो वृद्धिमानस्य, भावना बुद्धिसङ्गतः ।