Book Title: Yog Bhed Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પરમતારક વચનને અનુસરનારા એવા સતત સદાચારનું આચરણ કરનારા શ્રદ્ધાસંપન્ન આત્માઓને યોગના અભ્યાસથી જ મૈત્રી વગેરે ચાર ભાવનાઓ સારી રીતે પરિણમે છે.’’ આથી મૈત્ર્યાદિભાવો આત્મામાં પરિણત થવાથી, અપાયથી રહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે-એ સિદ્ધ થાય છે. આ વિષયને અનુલક્ષીને પતાલિમહર્ષિએ પણ યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે “અનુક્રમે સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાથી(વારંવાર અભ્યાસથી) ચિત્ત શુદ્ધ (સક્લેશથી રહિત) બને 9.". 1196-01| અધ્યાત્મનું ફળ વર્ણવાય છે अतः पापक्षयः सत्त्वं, शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु (तु) ॥१८-८ ॥ “અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે; સત્ત્વ, શીલ અને અપ્રતિપાતી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમ જ આ અધ્યાત્મ જ અનુભવથી સિદ્ધ એવું અમૃત છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘ઔચિત્યાર્...’ ઈત્યાદિ (શ્લોક નં. ૨) શ્લોકમાં જણાવ્યા મુજબના અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિટ કર્મ સ્વરૂપ પાપકર્મનો ક્ષય થાય છે. સામાન્યપણે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મને તેમ જ તેના બંધના કારણભૂત મન-વચન-કાયાના યોગોને પાપ કહેવાય છે. અધ્યાત્મભાવથી એ પાપનો ક્ષય થાય છે. ઔચિત્યપૂર્વકનું વર્તન અને મૈત્ર્યાદિ ભાવોથી પૂર્ણ, pronomenonorror ૧૪ nonpro નાં

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58